બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Entry is given to VIP devotees from the back side of Ambaji temple
Dinesh
Last Updated: 10:05 PM, 2 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
યાત્રાધામ અંબાજીમાં મંદિરના વહિવટદારે એક દિવસ પહેલા જ મંદિરમાં VIP દર્શનની કોઈ વ્યવસ્થા ન હોવાનો દાવો કર્યો હતો. અને કોંગ્રેસના આક્ષેપને ખોટા ગણાવ્યા હતા. ત્યારે આજે વીટીવી ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી તો મંદિરમાં મોટી સંખ્યામાં VIP દર્શન કરતા લોકો જોવા મળ્યા હતા.
VIP દર્શનના પુરાવા
મંદિરના પાછળના ભાગેથી VIP ભક્તોને એન્ટ્રી અપાતી હતી. VIP દર્શનનો આ પહેલો પુરાવો છે અને બીજો પુરાવો એ છે કે, મંદિરના ગર્ભગૃહમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરી રહ્યા હતા. એટલું જ નહીં માતાજીના ગર્ભગૃહમાં જીન્સ અને ટીશર્ટ પહેરીને કેટલીક મહિલાઓ દર્શન કરતી પણ જોવા મળી હતી, આ તમામ લોકો 5 હજાર રૂપિયા આપીને દર્શન કરવા ગર્ભગૃહમાં પ્રવેશ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.
કોંગ્રેસ પ્રવક્તાએ દાવો હતો
મહત્વનું છે કે, જ્યારે 5 હજારમાં અંબાજી મંદિરમાં VIP દર્શન થતાં હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ દાવો કર્યો ત્યારે વહીવટદાર તેમને ખોટા સાબિત કરવામાં તૂલ્યા હતા. પરંતુ આજે VIP દર્શન કેમેરામાં પણ કેદ થયાં છે. વહીવટદાર બીજું જુઠ્ઠાણું એવું બોલ્યા હતા કે, દિવ્યાંગો અને વૃદ્ધ માતા-પિતાને આ રીતે દર્શન કરાવવામાં આવે છે. પરંતુ અહીં તો એકપણ દિવ્યાંગ કે, વૃદ્ધ ન જોવા મળ્યા. જેના પરથી વહીવટદારોની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે.
માના ધામમાં કેમ ભેદભાવ
આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે, માના ધામમાં કેમ ભક્તો વચ્ચે ભેદભાવ થાય છે..? શું હવે ભગવાનના ધામને પણ કમાણીનું કેન્દ્ર બનાવી દેશો..? આ પહેલા મોનથાળ બંધ કરવાને લઈને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. હવે VIP દર્શનના નામે ભક્તોમાં ભેદભાવ થઈ રહ્યો છે. આશા રાખીએ કે, આ પ્રકારના કમાણીના ધંધા અહીં બંધ કરવામાં આવે અને માના દરબારમાં દરેક ભક્તોને સમાન અધિકાર મળવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.