બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / entertainment sanjay leela bhansali series heeramandi set prepared

બોલિવુડ / સંજય લીલા ભણસાલીની આ સિરીઝ, જે ફિલ્મોથી પણ હશે મોંઘી, 1.5 લાખ ચોરસ ફૂટમાં સેટ કરાયો તૈયાર

Manisha Jogi

Last Updated: 03:57 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય લીલા ભંસાલી તેમની ફિલ્મોના મોટા મોટા સેટ્સ માટે ખૂબ જ ફેમસ છે. જો કોઈ સેલિબ્રિટી ભંસાલીની ફિલ્મ સાઈન કરે તો તેને ખબર હોય છે કે, તે એક મોટા પ્રોજેક્ટ સાથે જોડાઈ ગયેલ છે.

  • આ વેબ સીરિઝ માટે લાખો રૂપિયાનો સેટ તૈયાર કરાયો.
  • વેબ સીરિઝનું ટીઝર લોન્ચ કરાયું.
  • તમામ પાત્રોના લુક્સ સામે આવી ચૂક્યા છે.

બોલિવુડના ફેમસ ડાયરેક્ટર સંજય લીલા ભંસાલી તેમના વિઝન માટે ફેમસ છે. તેમની ફિલ્મોના મોટા મોટા સેટ્સ, અભિનેત્રીઓના ભારે કપડા અને જ્વેલરીની સાથે બનાવવામાં આવેલ ફિલ્મ લોકો પર એક અલગ છાપ ઊભી કરે છે. જો કોઈ સેલિબ્રિટી ભંસાલીની ફિલ્મ સાઈન કરે તો તેને ખબર હોય છે કે, તે એક મોટા પ્રોજેક્ટ સાથે જોડાઈ ગયેલ છે. 

સંજય લીલા ભંસાલી તમામ પ્રોજેક્ટમાં પાણીની જેમ પૈસા વાપરે છે. જ્યારે સંજય લીલા ભંસાલીએ કોઈ કામ કરવાનું હોય તો તેઓ પૈસાની ચિંતા કરતા જ નથી. સંજય લીલા ભંસાલીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘હીરામંડી’ની સતત ચર્ચા કરવામાં આવી રહી છે. ‘હીરામંડી’નું ટીઝર અને તમામ પાત્રોના લુક્સ સામે આવી ચૂક્યા છે. આ વેબ સીરિઝના પાત્રોના લુક જાહેર થયા પછી ફેન્સમાં આ વેબ સીરિઝ જોવા માટે એક્સાઈટમેન્ટ વધી ગયું છે. પોસ્ટર અને ટીઝરમાં એભિનેત્રીના હેવી આઉટફિટ્સ અને તેમના ભારે ઘરેણાંએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

 

 

આ વેબ સીરિઝ સાથે જોડાયેલી નવી જાણકારીઓ સામે આવી છે. સંજય લીલા ભંસાલીએ દેવદાસ, પદ્માવત અને ગંગૂબાઈ કાઠિયાવાડીમાં કરોડો રૂપિયાનો સેટ બનાવ્યા પછી ડ્રીમ પ્રોજેક્ટ ‘હીરામંડી’ માટે તગડું બજેટ તૈયાર કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સીરિઝ માટે ફિલ્મમેકર 1 લાખ 60 હજાર સ્ક્વેર ફૂટનો સેટ તૈયાર કરવા જઈ રહ્યા છે. જો આ વાત સાચી સાબિત થશે, તો ખૂબ જ આલિશાન સેટ તૈયાર થશે, જેના વિશે અત્યાર સુધી કોઈએ વિચાર્યું પણ નહીં હોય.  

નેટફ્લિક્સ ઓરિજનલ પર આવનાર ‘હીરામંડી’ની કહાની આઝાદી પહેલાની હશે. આ વેબ સીરિઝમાં સંજય લીલા ભંસાલી કોઠા પર રહેતી મહિલાઓના જીવન વિશે કહાની રજૂ કરશે, જેમને પ્રેમમાં હંમેશા દગો જ મળ્યો છે. આ મહિલાઓ આગળ જતા અન્ય લોકો માટે મિસાલ બની છે. છેલ્લા અનેક વર્ષોથી ફિલ્મમેકર આ કહાની પર કામ કરી રહ્યા છે, પરંતુ સંજય લીલા ભંસાલી આ કહાની રજૂ કરવા માટે તૈયાર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ