બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Engineers overcame the challenges and delivered water to a simple village of Narmada

સફળતા / એન્જિનિયરોએ પડકારોને પછાડી ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદાના સાદા ગામે પહોંચાડ્યું પાણી, કેવી હતી વિટંબળા

Kishor

Last Updated: 10:20 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરજણ નદીમાં સૌર ઊર્જા આધારિત ફ્લોટિંગ સેટઅપ લગાવી નલ સે જલ અભિયાન અંતર્ગત એન્જિયરોએ સાદા ગામના 45 પરિવારોના ઘરે પાણી પહોંચાડ્યું છે.

  • સાદા ગામના 45 પરિવારોના 250 લોકોને મળશે 24 કલાક પાણી
  • નલ સે જલ અભિયાન હેઠળ ગુજરાતમાં 97 ટકા કાર્ય સંપન્ન
  • કરજણ નદીમાં સૌર ઊર્જા આધારિત ફ્લોટિંગ સેટઅપ લગાવાયા

છેલ્લા કેટલાંક મહિનાઓમાં ગુજરાતનો પાણી પુરવઠા વિભાગ નલ સે જલ અભિયાન હેઠળ રાજ્યમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાને લઇને ચર્ચામાં રહ્યો છે. તેવામાં ગુજરાતના એન્જિનિયરો દ્વારા કરવામાં આવેલી કામગીરી ચમત્કારથી ઓછી નથી.જ્યાં નર્મદા જિલ્લાના સાદા ગામે અનેક ભૌગોલિક પડકારો છતાં પણ આ ગામમાં 24 કલાક પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.મહત્વપૂર્ણ છે કે ગુજરાત સરકાર આ જ સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર ગુજરાતને 100 ટકા નલ સે જલ રાજ્ય જાહેર કરશે. અત્યાર સુધીમાં ગુજરાત 97 ટકા નલ સે જલ જાહેર થઈ ચૂક્યું છે.

ભૌગોલિક રીતે ખૂબ જ પડકારજનક વિસ્તાર છે સાદા ગામ
નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના સાદા ગામની ભૌગોલિક રચના એવા પ્રકારની છે કે ત્યાં ન તો પાકા રસ્તાઓ બનાવવાની વ્યવસ્થા સંભવ છે અને ન તો ત્યાં વીજળી પહોંચાડવાની વ્યવસ્થા શક્ય છે. કરજણ નદીના કિનારે વસેલા આ ગામમાં હોડી મારફતે જ આવક જાવક કરી શકાય છે. આ ગામમાં લગભગ 45 પરિવારો રહે છે અને અહીંની કુલ વસ્તી લગભગ 250 છે. અહીંયા રહેતા ગામલોકોના ઘરો પણ એકબીજાથી ઘણા દૂર રહેલા છે. આ પરિસ્થિતિમાં આ ગામના લોકો સુધી 24 કલાક નળ વાટે પાણી પહોંચાડવાનું ગામ ગુજરાત સરકાર માટે ઘણું પડકારરૂપ કાર્ય હતું.  

લોકો નદીથી થોડે દૂર ખાડો ખોદી પાણી મેળવતા
આ સિવાય અન્ય એક બાબત એ હતી કે કરજણ નદીના પાણીની ટર્બિડિટી 30થી વધુ હોવાને કારણે અહીંના લોકો દૈનિક જરૂરિયાતો માટે આ નદીના પાણીનો સીધો ઉપયોગ કરી શકે એમ નહોતા. આ સમસ્યાના ઉકેલરૂપે અહીંના લોકો નદીથી થોડે દૂર એક નાનો ખાડો ખોદતા હતા, જેનાથી નદીનું પાણી કુદરતી રીતે ખાડામાં પડે છે અને ત્યારબાદ ગામલોકો એ પાણીનો ઉપયોગ કરતા હતા. આ બધા પડકારોને પહોંચી વળવા માટે WASMO એ ફ્લોટિંગ પ્લેટફોર્મ સેટઅપનું નિર્માણ કર્યું, જેના કારણે હવે આ ગામમાં 24 કલાક પીવાના પાણીની વ્યવસ્થા સંભવ થઈ શકી છે. 

શું છે WASMOની ફ્લોટિંગ પ્લેટફોર્મ 
ટેક્નીક સોલાર પાવર આધારિત ફ્લોટિંગ પ્લેટફોર્મને કરજણ નદી ઉપર સ્થાપિત કરવામાં આવ્યું છે, જે આ નદીની ઉપર તરતું રહે છે. આ ફ્લોટિંગ પ્લેટફોર્મમાં સિંગલ ફેઝ આધારિત બે નાના સબ્મરસિબલ પંપ પણ લગાવવામાં આવ્યા છે, જે પાણીની નીચે રહેલા હોય છે અને બંને પંપ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. 3 HP ક્ષમતાવાળા આ બંને પંપોમાં પાણીને 110 મીટરની ઉંચાઇ સુધી ઉપર લઇ જવાની ક્ષમતા છે. ભૌગોલિક પરિસ્થિતિને જોતા આ ગામને આ પ્રોજેક્ટ માટે બે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પંપોના સંચાલન માટે આ ઝોનના સૌથી ઊંચા સ્થાન પર 3 KW ક્ષમતાવાળા એક-એક સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સોલાર પેનલથી પ્રાપ્ત થતી ઇલેક્ટ્રિસિટીને કોપર કેબલ મારફતે નદીમાં સ્થાપિત કરેલા ફ્લોટિંગ પ્લેટફોર્મ સુધી લઈ જવામાં આવે છે અને આ રીતે બંને સબ્મરસિબલ પંપોનું સંચાલન કરવામાં આવે છે. ભવિષ્યમાં આ સોલાર પેનલથી પ્રાપ્ત થતી સૌર ઊર્જાના ઉપયોગ બાદ વધારાની ઇલેક્ટ્રિસિટીનો સંગ્રહ કરવાની યોજના છે.

જળ વિતરણની લાઇનો મારફતે પહોંચે છે લોકોના ઘરે-ઘરે પાણી
નદીના પાણીને શુદ્ધ કરવા માટે બંને ઝોનમાં સ્થિત સોલાર પેનલની પાસે સ્થાપિત કરવામાં આવેલા એક-એક સેન્ડ ફિલ્ટરના સેટઅપ્સમાં પ્રવાહિત કરવામાં આવે છે. આ સેન્ડ ફિલ્ટર્સ પ્રતિ ફિલ્ટર 2400 પ્રતિ કલાકની ક્ષમતા સાથે નદીના પાણીને શુદ્ધ કરે છે અને ત્યારબાદ આ પાણીને બાજુમાં સ્થાપિત કરવામાં આવેલા 5000 લીટર પ્રતિ ટેન્કની ક્ષમતાવાળી બે ક્લિયર વોટર ટેન્કોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.  ટેન્કમાં રહેલા પાણીને બ્લીચિંગ પાઉડર દ્વારા ડિસઇન્ફેક્ટ કરીને અંતે જળ વિતરણની લાઇનો મારફતે સાદા ગામના ઘરે-ઘરે પહોંચાડવામાં આવે છે.

માત્ર 15 દિવસોમાં પૂરો કરવામાં આવ્યો આ અનોખો પ્રોજેક્ટ 
અનેક ભૌગોલિક અને અન્ય પડકારો છતાં પણ 16 લાખ 67 હજાર રૂપિયાના ખર્ચે નિર્મિત આ પ્રોજેક્ટને માત્ર 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. સાદા ગામના લોકો માટે 9 સપ્ટેમ્બર, 2022 થી 24 કલાક પાણીની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટનું ઓવરઓલ મેનજમેન્ટ ગ્રામ્ય સ્તરે બનાવવામાં આવેલી પાણી સમિતિ કરશે તેમજ તેનું ટેક્નિકલ મેનેજમેન્ટ WASMO તરફથી કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ