બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Emotional Moment': BJP Candidate Rivaba Lauds Husband Ravindra Jadeja's Support For Contesting Guj Polls

ગુજરાત ચૂંટણી / 'રવિન્દ્ર જાડેજા મારા માટે બૂસ્ટર ડોઝ', જામનગરથી ભાજપ ઉમેદવાર રિવાબાએ સંભળાવ્યો મજેદાર કિસ્સો

Hiralal

Last Updated: 03:10 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર ઉત્તરથી ભાજપ ઉમેદવાર રિવાબા જાડેજાએ ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજાનો એક મજેદાર કિસ્સો પ્રચાર વખતે શેર કર્યો હતો.

  • રિવાબા જાડેજાએ શરુ કર્યો જામનગર ઉત્તરની બેઠકનો પ્રચાર
  • ક્રિકેટર પતિનો શેર કર્યો મજેદાર કિસ્સો
  • કહ્યું- રવિન્દ્ર જાડેજા મારા માટે એક બૂસ્ટર ડોઝ જેવા છે 
  • જાડેજાએ પ્રચાર માટે મને સીધા જુતા મોકલ્યાં- રીવાબા 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મોટા ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પણ જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. શનિવારે પ્રચાર દરમિયાન રિવાબાએ કહ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા તેના માટે બૂસ્ટર ડોઝ સમાન છે, જેણે દરેક પ્રસંગે મારો  સાથ આપ્યો છે. મીડિયા સાથે વાત કરતા રીવાબાએ રવિન્દ્ર જાડેજા સાથેની એક મજેદાર કિસ્સો પણ કહી સંભળાવ્યો. 

દરેક પ્રસંગે રવિન્દ્રે મને સાથ આપ્યો 
જામનગર મતક્ષેત્રના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા, જેઓ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની પણ છે, તેમણે શનિવારે કહ્યું હતું કે તેમના પતિ તેમના જીવનમાં "બૂસ્ટર ડોઝ" જેવા છે, જેમણે તેમના રાજકીય જીવનમાં હંમેશા તેમને ટેકો આપ્યો છે.

પ્રચાર અભિયાનમાં પગરખાં મોકલ્યાં 
રવિન્દ્ર જાડેજાએ પ્રચારમાં તેમના માટે સીધા જ આરામદાયક પગરખાં મોકલ્યા ત્યારે રિવાબાએ તેમના ચૂંટણી પ્રચારના એક યાદગાર પ્રસંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. રીવાબાએ કહ્યું કે અગાઉ, હું મારા લેસ શૂઝ પહેરીને પ્રચાર કરતી હતી.  તેથી, મેં મારા પતિને કહ્યું કે મારે આરામદાયક પગરખાં જોઈએ છે અને તેમણે નવા પગરખાં સીધા જ પ્રચાર અભિયાનમાં મોકલ્યા, જ્યાં હું હાજર હતી. તે મારી દરેક નાની વસ્તુની સંભાળ રાખે છે તેનું આ એક ઉદાહરણરુપ છે. 

નામાંકન વખતે પતિનું સાથે રહેવું ભાવનાત્મક ક્ષણ 
રિવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્નની વ્યવસ્થાનો જ અર્થ એ છે કે પતિ-પત્ની બંનેએ એકબીજાની પડખે ઊભા રહેવું જોઈએ અને એકબીજાને ટેકો આપવો જોઈએ. જ્યારે હું મારું નામાંકન ભરવા ગઈ હતી અને મારા પતિ મારી સાથે હતા ત્યારે તે મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. હું બીજા ઘણા યુગલોને પ્રેરણા આપવા માંગુ છું કે મહિલાઓ લગ્ન પછી પણ તેમના સપનાને પૂર્ણ કરી શકે છે અને તેમના પતિ તેમને મજબૂત ટેકો પૂરો પાડી શકે છે. 

રિવાબાને જિતાડવા રવિન્દ્ર જાડેજાની અપીલ 
આ પહેલા સોમવારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે, તેમની પત્ની લોકો માટે કામ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે ચાલી રહ્યાં છે અને વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત ઉમેદવારીથી તેમને ઘણું શીખવા મળશે. "ધારાસભ્ય પદના ઉમેદવાર તરીકે આ તેમની (રીવાબા જાડેજા) પહેલી ચૂંટણી છે અને તે ઘણું શીખશે. હું આશા રાખું છું કે તે આમાં પ્રગતિ કરશે. જાડેજાએ પોતાના પત્ની રીવાબા જાડેજાને પણ મત આપવા જામનગરની જનતાને અપીલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ