બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Elon Musk advice to UN says India should get permanent membership in UNSC

UN Security Council / 'ભારતને UNSCમાં સ્થાયી સભ્યપદ મળવું જોઇએ', એલન મસ્કની UNને મોટી સલાહ

Megha

Last Updated: 12:29 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલન મસ્કે કહ્યું કે હવે સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી સંસ્થાઓના પુર્નગઠનની જરૂરિયાત છે. UN સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. સમસ્યા એ છે કે જે દેશો પાસે વધુ શક્તિ છે તેઓ તેને છોડવા તૈયાર નથી.

  • એલન મસ્કે UNSCમાં સભ્ય દેશો વિશે પોતાનો મત રજૂ કર્યો. 
  • સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી સંસ્થાઓના પુર્નગઠનની જરૂરિયાત છે
  • કહ્યું, 'ભારતનું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય હોવું જોઇએ.'

અમેરિકન અબજોપતિ એલન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. તેણે X પર લખ્યું, 'કેટલાક સમયે UN સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. સમસ્યા એ છે કે જે દેશો પાસે વધુ શક્તિ છે તેઓ તેને છોડવા તૈયાર નથી. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક ન મળે તે વાહિયાત છે. આ સાથે જ એમ પણ કહ્યું કે આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી બેઠક મળવી જોઈએ.

મુદ્દો કેવી રીતે ઉભો થયો? 
એલોન મસ્કે આ ટિપ્પણી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા 21 જાન્યુઆરીના રોજ એક ટ્વિટ પર કરી હતી. ગુટેરેસે ટ્વિટર પર લખ્યું, 'આપણે કેવી રીતે સ્વીકારી શકીએ કે આફ્રિકા પાસે હજુ પણ સુરક્ષા પરિષદમાં એક પણ કાયમી સભ્ય નથી? સંસ્થાઓએ આજની દુનિયાને પ્રતિબિંબિત કરવી જોઈએ, ન કે 80 વર્ષ પહેલાની દુનિયાને. સપ્ટેમ્બરમાં યોજાયેલ સમિટ વૈશ્વિક ગવર્નન્સ રિફોર્મ્સ પર વિચારણા અને વિશ્વાસ પુનઃનિર્માણ કરવાની તક હશે.

હવે UNSCની સ્થિતિ શું છે? 
UNSC એ સંયુક્ત રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ એકમોમાંનું એક છે. તેની રચના 1945 માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કરવામાં આવી હતી. હાલમાં UNSCના 5 સ્થાયી સભ્યો છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. ભારત અસ્થાયી સભ્ય છે. અગાઉ, UNSCમાં સ્થાયી અને અસ્થાયી સભ્યો સહિત 11 સભ્યો હતા, જે 1965માં વધારીને 15 કરવામાં આવ્યા હતા. સ્થાયી સભ્યો સિવાય 10 અન્ય દેશોને 2 વર્ષ માટે અસ્થાયી સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

અગાઉ, પીએમ મોદી સાથેની તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન, યુએસ પ્રમુખ જો બાયડને પણ યુએન સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદનું જોરદાર સમર્થન કર્યું હતું.

વધુ વાંચો: રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વર્લ્ડ મીડિયામાં ગૂંજ, કોણે શું લખ્યું? અમેરિકા-રશિયાએ કરી મોટી વાત

જણાવી દઈએ કે G20 મીટિંગ દરમિયાન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક બાદ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પણ કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો સ્થાયી સભ્ય બને તો તુર્કીને ગર્વ થશે. એ સમયે એર્દોગનનું આ નિવેદન આશ્ચર્યજનક છે કારણ કે તેઓ ઘણી વખત અનેક મંચો પર ભારત વિરોધી વલણ અપનાવી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ