Elephant trapped in a ditch dug with a bulldozer to get it out safely see rescue VIDEO
ઓહ માય ગોડ! /
હાથીને બચાવવા લેવી પડી બુલડોઝરની મદદ, શ્વાસ અદ્ધર કરી દે એવો VIDEO
Team VTV12:52 PM, 27 Jun 22
| Updated: 12:54 PM, 27 Jun 22
સવારના છ વાગ્યાંથી કરીને બપોરના બાર વાગ્યાં સુધી હાથીને બચાવવાનું આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. હાથીના રેસ્ક્યુ ઓપરેશન માટે વન વિભાગે જેસીબી મંગાવ્યું હતું
વનવિભાગના કર્મચારીને જાણ થઇ કે હાથી એક ઊંડા ખાડામાં પડી ગયો છે
હાથીના રેસ્ક્યુ ઓપરેશન માટે વન વિભાગે જેસીબી મંગાવવામાં આવ્યું હતું
હાથી રાતના સમયે આ ખાડામાં પડી ગયો હતો એટલે માટે સવાર થવાની રાહ જોવાતી હતી
ઝારખંડના રામગઢ જીલ્લાના ગોલા ક્ષેત્રમાં જંગલી હાથીનો ત્રાસ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં આ હાથીઓના ઝુંડ આ વિસ્તારમાં ફર્યા કરે છે અને ખાવા-પીવાની શોધમાં આવ્યા કરે છે અને એ ચક્કરમાં મોટી સંખ્યામાં જાનમાલને નુકશાન પંહોચે છે. ત્યાં રહેતા દરેક લોકો હાથીના આતંકથી પરેશાન છે. જો કે વનવિભાગ આ હાથીના ઝુંડને ત્યાંથી ધકેલવાની ઘણી નાકામ કોશિશ કરી ચુક્યા છે પણ હજુ સુધી હાથીનો આતંક એવોને એવો જ છે.
હાલ જ એક એવી ઘટના સામે આવી છે જ્યાં હાથીનો એક ઝુંડ ખાવાની તલાશમાં આ ગામમાં ઘુસી ગયો હતો અને તેમાંથી એક હાથી ઊંડા ખાડામાં પડી ગયો હતો.હાથી જયારે આ ઊંડા ખાડામાં પડ્યો ત્યારે મોડી રાતનો સમય હતો. રાત્રે ખાડામાં પડતાની સાતે જ એ જોર જોરથી અવાજ કરવા લાગ્યો એટલે ત્યાં રહેતા લોકો સમજી ગયા કે આ હાથી સાથે કોઈ ન બનવા જેવી ઘટના બની છે. વન વિભાગના કર્મચારી જોવા પંહોચ્યા ત્યારે એમને જોયું કે આ હાથીના ઝુંડમાંથી એક હાથી ગાયબ છે અને એ પછી તેની શોધખોળ કરવામાં આવી હતી. સવાર પડતાની સાથે જ વનવિભાગના કર્મચારીને જાણ થઇ કે હાથી એક ઊંડા ખાડામાં પડી ગયો છે એટલા માટે તેને બચાવવા વનવિભાગે તુરંત ઓરેશન હાથે ધર્યું હતું. સવારના છ વાગ્યાંથી કરીને બપોરના બાર વાગ્યાં સુધી હાથીને બચાવવાનું આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. હાથીના રેસ્ક્યુ ઓપરેશન માટે વન વિભાગે જેસીબી મંગાવ્યું હતું અને એ ઊંડા ખાડાની આસપાસ ખોદકામ કરીને એક બીજો રસ્તો બનાવવામાં આવ્યો હતો. ઊંડા ખાડામાંથી બહાર નીકળતાની સાથે જ એ હાથી ચુપચાપ સંગ્રામપુર જંગલ તરફ ચાલતો થઇ પડ્યો હતો.
#WATCH Local administration with the help of an excavator machine yesterday rescued an elephant after it fell into a ditch in Hulu village of Ramgarh district in Jharkhand pic.twitter.com/4uzdY31KaR
વનવિભાગના અધિકારી અનુસાર આ હાથી રાતના સમયે આ ખાડામાં પડી ગયો હતો એટલે માટે સવાર થવાની રાહ જોવાતી હતી. સવાર પડતાની સાથે જ એ હાથીનું રેસ્ક્યુ ઓપરેશન હાથે ધરવામાં આવ્યું હતું. આ ઊંડો ખાડો એક નાના કુવાના આકારનો હોવાથી હાથીને થોડા ઘા જરૂર લાગ્યા હશે પણ તેનુ સમયસર રેસ્ક્યુ થઇ જતા તેનો જીવ અમે બચાવી દીધો છે.
હાથીના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ત્યાં ઘણાં સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને આ રેસ્ક્યુ ઓપરેશનનો વીડીઓ બનાવી રહ્યા હતા. ત્યાં જ એક સ્થાનિકે જણાવ્યું હતું કે હાથી આ ઊંડા ખાડામાં પડી ગયો હતો અને તેને ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો નહતો મળી રહ્યો. એ સમયે તે લોકોએ વનવિભાગને જાણ કરી હતી અને એ પછી વનવિભાગ દ્વારા હાથીનું રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.