બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Effect of VTV NEWS report on admission to RTE

અમદાવાદ / વાલીઓ લોભ-લાલચમાં ન આવે..' RTEમાં 100% પ્રવેશ અપાવવાની જાહેરાત પર DEOનું મોટું નિવેદન, RTE CAFE સામે થશે કાર્યવાહી

Dinesh

Last Updated: 04:07 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTEમાં 100 ટકા એડમિશન અપાવવા માટે એજન્ટ સક્રિય થયાનો VTV NEWSએ અહેવાલ પ્રસારિત કર્યો હતો જેની અસર થઈ છે RTEમાં પ્રવેશ આપવાનો દાવો કરનારા વિરુદ્ધ ફરિયાદ થશે

  • RTEમાં પ્રવેશ આપવા મામલે VTV NEWSના અહેવાલની અસર
  • સરકારે કોઈ એજન્ટને માન્યતા આપી નથી: DEO
  • કોઈ પણ વચેટિયા પાસેથી ફોર્મ ભરાવવું નહીં: DEO


RTEમાં પ્રવેશ આપવા મામલે VTV NEWSના અહેવાલની અસર પડી છે.  RTEમાં 100 ટકા એડમિશન અપાવવા માટે એજન્ટ સક્રિય થયાનો VTV NEWSએ અહેવાલ દર્શાવ્યો હતો. જે અહેવાલ બાદ તંત્ર હરકતામાં આવ્યું છે. જે બાબતે DEOનું નિવેદન સામે આવ્યું છે.

DEOનું નિવેદન
DEOએ જણાવ્યું કે, સરકારે કોઈ એજન્ટને માન્યતા આપી નથી અને  કોઈ પણ વચેટિયા પાસેથી ફોર્મ ભરાવવું નહીં. કોઈ લેભાગુ તત્વોને અમે સત્તા આપી નથી. કોઈ પણ વ્યક્તિએ ગેરમાર્ગે દોરાવવું નહીં. તેમણે ઉમેર્યું કે, RTEની સત્તાવાર વેબસાઈટ પર જ ફોર્મ ભરવું તેમજ વેબસાઈટ બનાવનારા વિરુદ્ધ અમે ફરિયાદ કરશું અને અમે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરીશું.  RTE CAFE નામથી વેબસાઈટે RTEમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી. 3 હજાર રૂપિયામાં મનગમતી શાળામાં એડમિશન અપાવવાની જાહેરાત કરી હતી. સર્વ શિક્ષા અભિયાનના લોગોનો ઉપયોગ કરી પત્રિકાનું વિતરણ પણ કરાયું હતું. હેતલ સોની નામની યુવતી RTE CAFE નામથી વેબસાઈટ ચલાવે છે.

શું છે સમગ્ર મામલો
ગરીબ બાળકોને ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ આપવા માટે RTEનો કાયદો અમલમાં આવ્યો છે. વાર્ષિક દોઢ લાખ કરતા ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE અંતર્ગત ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે, ત્યારે RTEમાં 100 ટકા એડમિશન અપાવવા માટે એજન્ટ સક્રિય થયા હતા. RTEમાં પ્રવેશ આપવાની શરૂઆત થતાં સર્વ શિક્ષા અભિયાનના લોગોનો ઉપયોગ સાથેની પત્રિકાનું વિતરણ શરૂ કરાયું હતું. આ પત્રિકામાં 3 હજાર રૂપિયામાં મનગમતી શાળામાં એડમિશન અપાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે વેબસાઈટ બનાવીને લોકો પાસેથી રૂપિયા અને ડોક્યુમેન્ટ પણ મંગાવવામાં આવ્યા છે. RTE CAFE નામની વેબસાઈટ બનાવી લોકો પાસેથી ઓનલાઈન ડોક્યુમેન્ટ અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ વેબસાઈટ હેતલ સોની નામની યુવતી ચલાવે છે. સાથે વેબસાઈટમાં ઓફિસ ક્યાં આવી તેનો કોઈ ઉલ્લેખ નથી. આ પત્રિકામાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, એડમિશન માટે એડવાન્સ 3 હજાર આપો અને જો એડમિશન ન થાય તો 1 હજાર 800 પરત લઈ જાઓ. આ પ્રકારની જાહેરાત થતાં RTE અંતર્ગત અપાતા પ્રવેશની વિશ્વસનિયતા પર સવાલ ઉભા થયા હતાં.

આરટીઈ પ્રવેશ પ્રક્રિયા નિશુલ્ક છે

મહત્વનું છે કે વીટીવીના અહેવાલ બાદ અમદાવાદ શહેર ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયા નિશુલ્ક છે અને કોઈ લેભાગુ આવી રીતે પોતાની રીતે જાહેરાત કરી ન શકે તેમજ ફોર્મ ભરવાના પૈસા પડાવી ન શકે તેવુ કહ્યું હતુ.. મહત્વનું છેકે આ આખી પ્રક્રિયા સરકારે ગરીબ બાળકો માટે રાખી છે અને તેવા સંજોગોમાં કોઈ ગરીબ બાળકના પિતા પાસેથી માત્ર ફોર્મ ભરવાના 3000 માંગવામાં આવે તે કેટલુ વ્યાજબી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ