બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Politics / ED red at Rajasthan Congress president's house: Action may be taken in paper leak case

મોટા સમાચાર / રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષના ઘરે EDની રેડ: પેપરલીક મામલે થઈ શકે છે કાર્યવાહી, અપક્ષ ધારાસભ્ય સામે પણ એક્શન

Priyakant

Last Updated: 11:09 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ED Raid on Govind Singh Dotasara News: દિલ્હી અને રાજસ્થાનની EDની ટીમ દ્વારા ગોવિંદ સિંહ દોતાસરા, તેમના પરિવાર વિરુદ્ધ અને અપક્ષ ધારાસભ્ય પર પણ EDની કાર્યવાહી

  • રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે મોટા સમાચાર
  • કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના ઘરે EDની ટીમ પહોંચી 
  • કાર્યવાહી કરવા પાછળનું કારણ રાજસ્થાનનો પેપર લીક મામલો હોવાની ચર્ચા 

ED Raid on Govind Singh Dotasara : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના ઘરે EDની ટીમ પહોંચી છે. PCC ચીફના ઘરે આ કાર્યવાહી કરવા પાછળનું કારણ રાજસ્થાનનો પેપર લીક મામલો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દિલ્હી અને રાજસ્થાનની EDની ટીમ ગોવિંદ સિંહ દોતાસરા અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા અને તેમના સંબંધીઓના ઘરે પણ EDની ટીમ પહોંચી ગઈ છે. RPSC પેપર લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે પહેલીવાર PCC ચીફના ઘરે દરોડા પાડ્યા હતા. દિલ્હી અને જયપુરની EDની ટીમો સાથે કેન્દ્રીય સુરક્ષા દળના અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. EDની ટીમ દોતાસરાના જયપુર નિવાસસ્થાન અને સીકર સ્થિત તેમના અંગત નિવાસસ્થાને પણ પહોંચી છે. 

File Photo

અપક્ષ ધારાસભ્ય પર પણ EDની કાર્યવાહી
એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહુઆથી અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ઓમ પ્રકાશ હુડલાના સાત સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. આ બાબત પેપર લીક કેસ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. નોંધનીય છે કે, કોંગ્રેસે સીકર જિલ્લાની લક્ષ્મણગઢ સીટ પરથી પોતાના ઉમેદવારોની યાદીમાં ગોવિંદ સિંહ દોતાસરાને મેદાનમાં ઉતાર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ