બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ED notice to Arvind Kejriwal in Delhi's new liquor policy case

દિલ્હી / BREAKING: સિસોદિયા, સંજય સિંહ બાદ હવે કેજરીવાલને EDનું તેડું, દારૂનીતિ કૌભાંડ કેસમાં થશે પૂછપરછ

Kishor

Last Updated: 10:28 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની નવી લિકર પોલિસી કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારાતા સોંપો પડી ગયો છે.

  • દિલ્હી નવી લિકર પોલિસી મામલો
  • આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો
  • અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારાતા સોંપો પડી ગયો

નવી લિકર પોલિસી મામલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીની નવી લિકર પોલિસી કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારાતા સોંપો પડી ગયો છે. આ અંગે ઊંડી તપાસ માટે 2 નવેમ્બરે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને બોલાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે માટે વધુ એક નોટીસ ફટકારાતા ચર્ચા જાગી છે. ખાસ વાત એ છે કે આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ધરપકડ કરાઈ છે.

કેજરીવાલની નવ કલાક સુધી પૂછપરછ હાથ ધરવામાં  આવી હતી

 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. અગાઉ 16 એપ્રિલના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની નવ કલાક સુધી પૂછપરછ હાથ ધરવામાં  આવી હતી.

 

દિલ્હીના દારુ મનિષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટમાંથી પણ આજે જામીન નથી મળ્યાં

કૌભાંડમાં ફેબ્રુઆરીથી તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટમાંથી પણ આજે જામીન નથી મળ્યાં.. જ્યારથી ધરપકડ થઈ ત્યાર પછી તેમણે અનેક વાર જામીન અરજી કરી છે પરંતુ એક પણ વાર તેમની અરજી ધ્યાનમાં નથી લેવામાં આવી આથી જામીનની આશાએ તેમણે સુપ્રીમનો સંપર્ક સાધ્યો અને ત્યાંથી પણ તેમને નિરાશા જ હાથ લાગી.

સિસોદીયા પર કયા ગુનામાં કાર્યવાહી 
સિસોદિયા પર આરોપ છે કે 2021માં જ્યારે તેઓ આબકારી મંત્રી હતા ત્યારે તેમણે દારૂની નીતિમાં કેટલાક ફેરફાર કર્યા હતા, જેનો ફાયદો દારૂના વેપારીઓને મળ્યો હતો. તપાસ એજન્સીઓનો દાવો છે કે દક્ષિણ ભારતના દારૂના વેપારીઓ (જેને સાઉથ ગ્રુપ કહેવામાં આવે છે)ના નફાના માર્જિનમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થયું હતું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં સીબીઆઈએ સિસોદીયા સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ઈડીએ દાવો કર્યો હતો કે લાભાર્થી કંપનીઓએ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી અને સિસોદિયાએ નફાનું માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરીને ગુનામાં મદદ કરી હતી. 338 કરોડનું ટ્રાન્સફર ઈડીની ફરિયાદનો એક ભાગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ