બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Earthquake of Magnitude 6.3 on the Richter Scale strikes Kuril Islands, Japan: National Center for Seismology

કુદરતી કોપ / 'જીવલેણ' ભૂકંપથી ધણધણી ઉઠ્યો ભારતનો મિત્ર દેશ, 6.3નો મોટો આંચકો આવતાં જીવ લઈને ભાગ્યાં લોકો

Hiralal

Last Updated: 04:18 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતિ વિકસીત દેશ જાપાનને પણ કુદરતની કેવી કરમ કઠણાઈ વેઠવી પડે છે તેનો વધુ એક દાખલો સામે આવ્યો છે.

  • જાપાનમાં ઉતરી કુદરતની કઠણાઈ 
  • ફરી આવ્યો 6.3ની તીવ્રતાનો મોટો ભૂકંપ
  • જાનમાલને મોટા પાયે નુકશાનની આશંકા 

જાપાનમાં ફરી એક વાર કુદરતનો કેર જોવા મળ્યો છે. 6.3નો મોટો ભૂકંપ આવતાં લોકો જીવ લઈને ભાગ્યાં હતા. કુરિલ આઇલેન્ડમાં ભૂકંપ આવતાં ધરતી ધ્રુજી ઉઠી હતી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો ઘરની બહાર આવી ગયા. 

જાપાનમાં ઉતરી કુદરતની કઠણાઈ 
જાપાન જેવા અતિ વિકસીત અને હાઈ ટેકનોલોજી ધરાવતો દેશ પણ કુદરત સામે લાચાર છે. અહીં છાસવારે ધરતીકંપ આવતો હોય છે. નવા ભૂકંપ બાદ જાનમાલને નુકશાન થયું હોવાનો શક છે. 

છેલ્લા 3 દિવસમાં આજે ત્રીજો ભૂકંપ 
મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા 3 દિવસમાં આજે ત્રીજો ભૂકંપ છે. 26 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે જાપાનના ઇઝુ આઇલેન્ડમાં ભૂકંપ આવ્યો હતો. બીજા દિવસે એટલે કે 27 ડિસેમ્બરે જાપાનના હોક્કાઇડો વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કુરિલ આઇલેન્ડમાં આજે ત્રીજા દિવસે પણ ભૂકંપના આંચકા આવ્યા છે. 26 ડિસેમ્બરે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી અને આ ભૂકંપની ઊંડાઈ 431.3 કિલોમીટર હતી, પરંતુ આ ભૂકંપના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. 27 ડિસેમ્બરે ભૂકંપની તીવ્રતા 5 હતી અને તેની ઊંડાઈ 65.5 કિલોમીટર હતી. તે જ સમયે, આજે કુરિલ ટાપુઓ પર 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

તાઇવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
4 દિવસ પહેલા 24 ડિસેમ્બરે તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (જેએફઝેડ)એ ભૂકંપની પુષ્ટિ કરી છે. રવિવારે વહેલી સવારે તાઈવાનના લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ 10 કિલોમીટર (6.21 માઇલ)ની ઊંડાઈએ હતું, પરંતુ આ ભૂકંપથી કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું.

ચીનમાં ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત
19 ડિસેમ્બરની રાત્રે ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. 6.2ની તીવ્રતાનો ભૂકંપ 102 કિમી દક્ષિણમાં, ગાંસુની પ્રાંતીય રાજધાની લાનઝોઉ કેન્દ્રિત હતો. આ ભૂકંપ ગાંસુ-કિંઘાઈ સરહદી વિસ્તારમાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ 200 લોકો ઘાયલ થયા હતા. મોડી રાત્રે આવેલા આ ભૂકંપના કારણે ચીનને જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. સાથે જ આ ભૂકંપના વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ