બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / મુંબઈ / Earthquake hit the share market, Tata's 45000 crore sunk

શેર બજાર / કંપનીનો એક ફેંસલો અને શેર માર્કેટમાં આવ્યો ભૂકંપ, ડૂબ્યા 45000 કરોડ

Ajit Jadeja

Last Updated: 02:58 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર માર્કેટમાં રતન ટાટાની કંપનીના શેરમાં મોટો કડાકો બોલ્યો છે. જેથી એક સાથે હજારો કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયુ છે. આવુ થવા પાછળનું કારણ ટાટા દ્વારા લેવાયેલા એક નિર્ણયને માનવામાં આવે છે.

મંગળવારે શેર માર્કેટની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં 350થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. શેર માર્કેટના ઘટાડા વચ્ચે સૌથી મોટો ઘટાડો ટાટા ગ્રૂપની આઈટી કંપની TCSના શેરમાં જોવા મળ્યો હતો જે 3 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. ટાટાની માર્કેટ કેપમાંથી લગભગ રૂપિયા 45 હજાર કરોડનું ધોવાણ થઈ ગયુ હતુ.

એક્સપર્ટ્સના અનુસાર, ટાટા સન્સે TCSમાં તેની ભાગીદારી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આશરે રૂપિયા 9300 કરોડના શેર વેચવાની યોજના બનાવી છે. આ કંપની તેના શેર 3.6 ટકાના ડિસ્કાઉન્ટ પર વેચશે. તેમના આ નિર્ણયની અસર આજના શેર માર્કેટ પર પડી હોય તેમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યુ છે. આજના બોમ્બે સ્ટોક એક્સચેન્જ પ્રમાણે TCSના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સવારે કંપનીના શેર 4055.65 રૂપિયા પર ખુલ્યા હતા. સવારે 9.45 વાગ્યે કંપનીનો શેર 2.72 ટકાના ઘટાડા સાથે રૂ. 4032.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એક દિવસ અગાઉ કંપનીના શેર રૂ.4144.75 પર બંધ થયા હતા.

46 હજાર કરોડનું ધોવાણ

TCSના માર્કેટ કેપમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસ પહેલા કંપનીનું માર્કેટ કેપ 15 લાખ કરોડ રૂપિયાથી વધુ હતું. જેમાં આજે લગભગ 46 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.આજે જ્યારે કંપનીના શેર દિવસના નીચલા સ્તરે આવ્યા ત્યારે કંપનીનું માર્કેટ કેપ રૂ. 14,54,923.43 કરોડે પહોંચ્યુ હતું. કંપનીએ શેર વેચવાનો નિર્ણય લીધો હોવાના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ છે.

આ કંપનીઓના શેર પણ તૂટ્યા

TCS સિવાય, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન પણ 2.68% ઘટીને રૂપિયા 566.70 પર પહોંચ્યો હતો. આ સિવાય નેસ્લે ઈન્ડિયામાં 1.89%, વિપ્રોમાં 1.80%, HCL ટેકમાં 1.31% અને NTPCના શેરમાં 1.31%નો ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ ભાજપના MLA કેતન ઇનામદારના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં હડકંપ, કહ્યું 'અંતર આત્માનો અવાજ...'

શેર માર્કેટમાં કડાકો

બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 9.50 વાગ્યે લગભગ 300 પોઈન્ટના ઘટાડા સાથે 72,441.89 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઘટીને 72,316.09 પોઈન્ટ પર પહોંચ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નિફ્ટીમાં પણ 100થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી પણ 21,922.05 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ