બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / DySP starts investigation in Junagadh constable Brijesh Lavadia suicide case

જૂનાગઢ / વાડીમાં ગળેફાંસો ખાનાર પોલીસ કોન્સ્ટેબલના સંદિગ્ધ મોતમાં શું નીકળશે? DySPની તપાસ શરુ, DySP- PSI છે ઘેરામાં

Dinesh

Last Updated: 10:55 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: બ્રિજેશ લાવડિયાના રહસ્યમય મૃત્યુ કેસમાં પોરબંદર DySP નીલમ ગોસ્વામીએ તપાસ શરૂ કરી, કહ્યું કે હાલ પ્રારંભિક તપાસ શરુ કરી છે

 

  • કોન્સ્ટેબલ બ્રિજેશ લાવડિયા આપઘાતનો મામલો
  • પોરબંદર DySP નીલમ ગોસ્વામીએ તપાસ શરૂ કરી
  • 'હાલ પ્રારંભિક તપાસ શરુ કરેલ'


જૂનાગઢમાં પોલીસ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાના રહસ્યમય મૃત્યુ કેસમાં પોરબંદર DySP નીલમ ગોસ્વામીએ તપાસ શરૂ કરી છે. ડીવાયએસપી કહ્યું કે, હાલ પ્રારંભિક તપાસ શરુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, DySP ખૂશ્બૂ કાપડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

PSI ખાચર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી
જે સમગ્ર મામલે PSI ખાચર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમા મૃતક કોન્સ્ટેબલના પુત્રએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટની ફટકાર બાદ ફરિયાદ નોંધાઈ છે જેને લઈ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. જૂનાગઢ રેન્જ IG દ્વારા સમગ્ર તપાસ જિલ્લા બહારના પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે. રેન્જ આઈજી દ્વારા પોરબંદરના DySP નિલમ ગૌસ્વામીને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે. 

બ્રિજેશ લાવડિયાએ કર્યો હતો આપઘાત 
જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ કોલેજની વાનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાનો મૃતદેહ ગત માર્ચ મહિનામાં વંથલીના શાહપુર ગામ પાસા ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એ સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બ્રિજેશ લાવડિયાના શરીર પર ઈજાના નિશાન હોવાથી પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. જોકે, પોલીસે બ્રિજેશ લાવડિયાએ 23 માર્ચના રોજ આત્મહત્યા કરી હોવાનું જણાવી પોલીસે કેસ ફાઈલ બંધ કરી દીધી હતી. પરંતુ સાચું કારણ શું છે તે જાણવાની તસદી લીધી નહોતી. 

દીકરાએ ન્યાય માટે ખખડાવ્યા હાઇકોર્ટના દરવાજા
જે બાદ મૃતકના પુત્ર રિતેશ લાવડિયાએ ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. રિતેશ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, 19-20 માર્ચની રાત્રે બ્રિજેશ લાવડિયાએ  પોલીસ ટ્રેનિંગ કોલેજમાં એક મહિલા તાલીમાર્થીને કથિત રીતે તેના મોબાઈલમાં પોર્ન જોતી પકડી હતી અને ઠપકો આપ્યો હતો. જે બાદ બ્રિજેશ લાવડિયાએ આ અંગે ઉપલા અધિકારીને ફરિયાદ કરવા જણાવ્યું હતું. બ્રિજશ લાવડિયા ફરિયાદ કરે તે પહેલા જ મહિલા તાલીમાર્થીએ DySP ખુશ્બુ કાપડિયા પાસે પહોંચી ગઈ હતી અને બ્રિજેશ લાવડિયા સામે ખોટા આક્ષેપો લગાવ્યા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ