બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to global warming some coastal ports and villages of the district are threatened

એલર્ટ! / ગીર સોમનાથના ગામડાઓ પર મંડરાતું સંકટ: આગામી 30થી 40 વર્ષમાં ડૂબી શકે છે ગુજરાતના આ બંદરો

Kishor

Last Updated: 12:16 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકો એ ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે જિલ્લાનાં કેટલાક સમુદ્ર કિનારાના બંદરો અને ગામો પર જોખમ તોળાઈ રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગ ભારે પડશે!
ગીર સોમનાથના ગામડાઓ પર સંકટ
દરિયાકાંઠાના ગામોનું અસ્તિત્વ જોખમમાં
દરિયાનું પાણી વધી રહ્યું છે કિનારા તરફ

ગ્લોબલ વોર્મિંગએ માનવજાતના અસ્તિત્વ સામે સૌથી મોટો ખતરો ઉભો કરી રહ્યું છે. તેવામાં ગીર સોમનાથ જિલ્લામાં બહોળો સમુદ્ર કિનારો આવેલો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે જિલ્લાનાં કેટલાક સમુદ્ર કિનારાના બંદરો અને ગામો પર જોખમ તોળાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો એ ચેતવણી પણ આપી છે કે આગામી 50 વર્ષમાં કેટલાક બંદરો ડૂબી શકે છે...!! ત્યારે આ બાબતે ખૂબ ચિંતા જગાવી છે.

Due to global warming some coastal ports and villages of the district are threatened
દરિયાકાંઠે પ્રોટેક્શન વોલ બનાવવા માગ

છેલ્લા 2 દાયકાથી દિનપ્રતિદિન ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં વિષમતા વધી રહી છે.તો ઋતુચક્રમાં પણ બદલાવ આવી રહ્યો છે.વિશ્વનાં મોટા ભાગનાં દેશો આ બાબતે ચિંતિત છે. વૈજ્ઞાનિકો પણ ચિંતા સાથે ભય પણ વ્યક્ત કરી રહ્યા છે કે, 'જો હવે આપણે નહીં સમજી એ તો વિશ્વના સમુદ્ર કિનારાના અનેક શહેરો અને ગામો ડૂબી શકે છે. આ વાતને સમર્થન આપતી ઘટનાઓ પણ ગીર સોમનાથ જિલ્લાનાં સમુદ્રી તટીય પ્રદેશમાં અણસાર આપી રહી છે. ગીરનાં કેટલાક સમુદ્ર કિનારાના શહેરો અને ગામોમાં સમુદ્ર આગળ વધી રહ્યો છે. જેમાં કોડીનારનું મૂળ દ્વારકા બંદર, માઢવાડ બંદર અને કોટડા બંદર તો સુત્રાપાડા, ધામળેજ અને વેળાકોટ બંદરનો સમુદ્ર જે રીતે આગળ વધી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી 30થી40 વર્ષમાં આ બંદરો ડૂબી શકે છે.


સૌરાષ્ટ્ર નાં ઘણા શહેરો અને બંદરો  ડૂબી જવાની સંભાવના
ગીર સોમનાથ જિલ્લાનાં માઢવાડ અને મૂળ દ્વારકા બંદર તેમજ દિવ વિસ્તારનાં માછીમારો અને ગ્લોબલ વોર્મિંગનાં જાણકાર એવું જણાવી રહ્યા છે કે વર્ષો પહેલા સમુદ્ર વર્તમાન કિનારાથી 50 થી 60 મીટર દૂર હતો. જે હાલ આગળ આવી ગયો છે.ગ્લોબલ વોર્મિંગની આજ સ્થિતિ રહી તો આવતા વર્ષોમાં સૌરાષ્ટ્ર નાં ઘણા શહેરો અને બંદરો  ડૂબી જવાની સંભાવના દર્શાઈ રહી છે. ગ્લેશિયરો ઓગળી રહ્યા છે.કોડીનારના મુલ દ્વારકા અને માઢવાડ બંદર નાં કેટલાક મકાનો તો હાલ વાસ્તવમાં ડૂબી ગયા છે..!!

આગામી 24 કલાક 'ભારે': સતત દિશા બદલી રહ્યું છે વાવાઝોડું, ગુજરાતના આ વિસ્તાર  પર સૌથી વધારે ખતરો | Important news regarding possible threat of cyclone  over Gujarat
સમુદ્રનું આગળ વધવાનું મુખ્યતઃ કારણ શુ?

મહાસાગરોમાં રહેલા તેમજ પર્વતો પર રહેલા ગ્લેશિયરો ઓગળી રહ્યા છે.જેને કારણે સમુદ્રમાં પાણી વધી રહ્યું છે.વૈશ્વિક તાપમાન વધવાને કારણે આમ બની રહ્યું છે. સમુદ્રનું આગળ વધવાનું મુખ્યતઃ કારણ જ ગ્લોબલ વોર્મિંગ છે. માણસની જેમજેમ ભૌતિક જરૂરિયાતો વધી રહી છે.સુખાકારી અને આધુનિકતા આગામી વર્ષોમાં ભયજનક નીવડી શકે છે.કાર્બન ઉત્સર્જનને કારણે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.

એક અભ્યાસ રિપોર્ટ જાહેર કર્યો હતો
ગ્લોબલ વોર્મિંગની વધતી જતી ચિંતા વચ્ચે ડરાવણો રિપોર્ટ સામે આવ્યો છે.ગ્લોબલ વોર્મિંગ આગામી દાયકામાં માનવ સભ્યતા માટે સૌથી મોટા ખતરા તરીકે ઉભરી રહ્યું છે.ત્યારે આ સદીના અંત સુધીમાં બે ડિગ્રી સેલ્સિયસ વધશે તો સદીના વચ્ચેના સમયગાળા દરમિયાન ગરમીના કારણે વાર્ષિક મૃત્યુ 370 ટકા વધી શકે છે. આ વર્તમાન સંખ્યાના 5 ગણા હશે, જે ડરામણી છે. સાયન્સ મેગેઝિન ધ લેન્સેટે મંગળવારે (14 નવેમ્બર) એક અભ્યાસ રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં આ દાવો કર્તાઆ ચિંતા બેવડાઈ છે.

ધ લેન્સેટ કાઉન્ટડાઉનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મરિના રોમનેલોએ યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે કહ્યું હતું કે 2 ડિગ્રી સેલ્સિયસ વધુ વોર્મિંગ જોખમી વિશ્વનું ડરામણું દ્રશ્ય ઉભું કરે છે. વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને રોકવાના પ્રયાસોની અપૂરતીતા પણ દર્શાવે છે. તેમણે કહ્યું, "વિશ્વ હજુ પણ પ્રતિ સેકન્ડ 1,337 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યું છે. જેને લઈને માનવ સ્વાસ્થ્ય જોખમાય છે.


52 સંસ્થાઓએ સંશોધન કર્યું 
યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોની આગેવાની હેઠળ, આ વિશ્લેષણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)  સહિત વિશ્વભરની 52 સંશોધન સંસ્થાઓ દ્વારા કરાયું છે., જેમાં  વિશ્વ હવામાન સંસ્થા (WMO)નો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ