બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drinking fenugreek water keeps diabetes under control

હેલ્થ ટિપ્સ / વેટ લોસથી લઇને ડાયાબિટીસ... જેવી અનેક બીમારીઓને કંટ્રોલમાં રાખે છે આ પાણી, જાણો ફાયદા

Pooja Khunti

Last Updated: 10:38 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેથીના દાણામાં મ્યુસિલેજ નામનું તત્વ જોવા મળે છે. જે શરદી અને ઉધરસમાં રાહત આપે છે. આ માટે એક કપ પાણીમાં એક ચમચી મેથીના દાણા ઉકાળો અને જ્યારે પાણી અડધુ રહી જાય ત્યારે તેને ગાળીને પી લો.

  • મેથીનું પાણી ત્વચાને ઘણા ફાયદા આપે છે
  • મેથીના દાણામાં મ્યુસિલેજ નામનું તત્વ જોવા મળે છે
  • મેથીનું પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે

મેથીમાં સોડિયમ, પોટેશિયમ, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન D અને વિટામિન C જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અને ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવાથી વ્યક્તિને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. જાણો, ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો વિશે અને તેને બનાવવાની સાચી રીત વિશે. 

મેથીનું પાણી પીવાના ફાયદા 

પાચનતંત્ર માટે ફાયદાકારક 
મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને પીવાથી પાચન સંબંધી અનેક સમસ્યાઓમાં રાહત મળે છે. આ પાણી ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. મેથીમાં હાજર ફાઈબર મળને નરમ બનાવે છે. જ્યારે પાણીમાં રહેલા પાચન ઉત્સેચકો ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક
મેથીનું પાણી ત્વચાને ઘણા ફાયદા આપે છે. મેથીનું પાણી ત્વચાની એલર્જીને ઓછી કરીને ત્વચાને પોષણ આપે છે. જેના કારણે પિમ્પલ્સ, ફોલ્લીઓ અને ડાઘ જેવી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે અને ત્વચા કોમળ અને ચમકદાર બને છે.

શરદી અને ઉધરસમાં રાહત 
મેથીના દાણામાં મ્યુસિલેજ નામનું તત્વ જોવા મળે છે. જે શરદી અને ઉધરસમાં રાહત આપે છે. આ માટે એક કપ પાણીમાં એક ચમચી મેથીના દાણા ઉકાળો અને જ્યારે પાણી અડધુ રહી જાય ત્યારે તેને ગાળીને પી લો.

વાંચવા જેવું: આ દાળથી ઘરે જ બનાવી લો ફેસપેક: બે વાર લગાવવાથી દેખાશે નેચરલ ગ્લો, સ્કીન પરથી દૂર થઈ જશે ડાઘ

વજન ઘટાડવું
મેથીમાં સારી માત્રામાં ફાઈબર હોવાથી તે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે 
મેથીનું પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. મેથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડીને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.  

મેથીનું પાણી બનાવવાની રીત
મેથીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી, આ પાણીને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ