બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Dr. Babasaheb Ambedkar Open University's sanitary inspector course alleged to be illegal

સ્પષ્ટતા / અમારો કોર્સ માન્ય, UGCની માન્યતા લેવાની....: SIનો કોર્સ ગેરકાયદે હોવાના આક્ષેપ મુદ્દે આંબેડકર યુનિ.ના ઈન્ચાર્જ રજિસ્ટ્રારનો ખુલાસો

Malay

Last Updated: 12:36 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 'સેનેટરી ઈન્સ્પેક્ટર'નો કોર્સ ગેરકાયદેસર હોવાના આક્ષેપ મુદ્દે યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રારે કહ્યું કે અમારો કોર્સ માન્ય જ છે. આ કોર્સ માટે UGCની માન્યતા લેવાની જરૂર નથી.

  • ડૉ. આંબેડકર યુનિવર્સિટીનો સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ ગેરકાયદે હોવાનો આરોપ
  • યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રારનું નિવેદન આવ્યું સામે
  • અમારો સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ માન્ય છેઃ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર

અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતો  'ડિપ્લોમા કોર્સ ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર'નો કોર્સ અમાન્ય હોવાનો આરોપ લાગ્યા બાદ  યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે યુનિવર્સિટી પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પત્ર મોકલ્યો હતોઃ રજિસ્ટ્રાર
યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ભાવિન ત્રિવેદીએ જણાવ્યું છે કે,  ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા અમને 2 ફેબ્રુઆરીના રોજ પત્ર મોકલવામાં આવ્યો હતો. જેનો જવાબ અમે તારીખ 4 ફેબ્રુઆરીના રોજ આપ્યો હતો. પત્રમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે આ પેરામેડિકલ કોર્સ નથી અને અમે ડિપ્લોમાં અભ્યાસક્રમ ચલાવીએ છીએ. જેમાં દરેક 12 પાસ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. લાયકાતના ધોરણ જોતા વિદ્યાર્થીઓ એલિજિબલ થઈ શકે છે.

ભાવિન ત્રિવેદી (ઈન્ચાર્જ રજિસ્ટ્રાર,  ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી)

પંચાયત સેવા મંડળને અમે સંપૂર્ણ માહિતી આપી હતીઃ રજિસ્ટ્રાર
તેમણે જણાવ્યું કે, પંચાયત સેવા પસંદગી મંડળમાંથી જે અધિકારીઓ આવ્યા હતા, જેઓને અમે અમારા અભ્યાસ ક્રમની વિગત,  કોર્સની વિગત, સિલેબસ, પુસ્તકોની સંખ્યા અને લેવાતા પ્રેક્ટિકલની માહિતી આપી હતી. અમારી માહિતીથી આવેલા અધિકારી સંતુષ્ટ હતા.

'આ કોર્સ માટે UGCની માન્યતા લેવાની જરૂર નથી'
ભાવિન ત્રિવેદીએ જણાવ્યું છે કે,  આ વાત એકદમ પાયા વિહોણી છે, ડિપ્લોમાં અને સર્ટિફિકેટ કોર્સ માટે અમારે UGCની માન્યતા લેવાની હોતી નથી.  સર્ટિફિકેટ અને ડિપ્લોમાં કોર્સ એ વિદ્યાર્થીની લાયકાતમાં પિછું ઉમેરાતું હોય છે.  તેમણે જણાવ્યું કે, ધારો કે CCCનો અભ્યાસક્રમ છે, તો CCCના અભ્યાસક્રમ પર કોઈને  નોકરી મળશે એવું ક્યાંય નથી. તેમની લાયકાતના ધોરણો તો એજ હોય. પરંતુ CCCનો કોર્સ  કર્યો હશે તો કોમ્પ્યુટરની જાણકારી પણ વિદ્યાર્થી પાસે છે એમ જાણીને એને બીજા વિદ્યાર્થીઓ કરતા વધારે લાયક ઠેરવવામાં આવે છે. 

કોર્સ અમાન્ય હોવાનો આરોપ લગાવામાં આવ્યો 
વાસ્તવમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી પરીક્ષા દરમિયાન કોર્સ અમાન્ય હોવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા ત્યારે કોર્સ ગેરકાયદે હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ઉમેદવારોએ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યો હતો. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે આ કોર્સ માન્ય ન હોવાનું લેખિતમાં જણાવ્યું હતું.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે કરી હતી સ્પષ્ટતા
1 ફેબ્રુઆરીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે, 'ડિપ્લોમા ઈન હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ ઉપરોક્ત ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે નહીં.'

7500થી વધુ વિદ્યાર્થીઓએ કર્યો છે આ કોર્સ 
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 'ડિપ્લોમા કોર્સ ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર' વર્ષ 2018થી શરૂ કરાયો છે. આ પાંચ વર્ષમાં અંદાજિત 7500થી વધુ વિદ્યાર્થીઓએ આ કોર્સ કર્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ