બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / double threat in second wave of corona

મહામારી / ઘાતકી બની કોરોનાની બીજી લહેર, અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવેલા બાળકોની સંખ્યા જાણી હચમચી જશો

Kavan

Last Updated: 04:18 PM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ગત વર્ષે કોરોનાની પહેલી લહેર આવી તેમાં વડીલો અને પહેલેથી ગંભીર માંદગી ધરાવતા લોકો પર હતો, ત્યારે હવે બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ રહી હોવાનું સામે આવ્યું છે.

  • વિશ્વભરમાં કોરોનાની બીજી લહેર બની ઘાતકી
  • બાળકોને પણ લઈ રહી છે ઝપેટમાં 
  • ડોક્ટર્સ અને એકસપર્ટ્સે વ્યક્ત કરી ચિંતા 

પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, છેલ્લા 2 મહિનામાં 80 હજાર બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે આ વાયરલ બાળકો માટે ખૂબ જ ઘાતક છે. 

બીજી લહેર બાળકો માટે ઘાતકી 

માનવામાં આવી રહ્યું છે કે, કોરોનાને લઈને બેદરકારી અને છૂટના કારણે જ આ બાબત વધુ ગંભીર બની છે. બાળકોને વધુ બહાર મોકલવા, સ્કૂલ-કોલેજો શરૂ થઇ જવી, લોકોને મળવું, ગ્રુપમાં રમવું, માસ્ક પહેર્યા વગર ફરવું આવા અનેક કારણોને લીધે કોરોના બાળકોને ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાતના સુરતમાં 14 મહિનાના બાળકનું મોત કોરોનાથી થયું તો આ પહેલા સુરતમાં 7 એપ્રિલના રોજ 13 વર્ષના બાળકનું મોત થયું હતું. તો પાનીપતમાં માતાના ગર્ભમાં જ બાળકને કોરોના થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. પહેલી લહેર બાળકો માટે આટલી ઘાતક નહોંતી. 

બીજી લહેરમાં બાળકોમાં સંક્રમણનો પ્રભાવ મોટા જેટલો 

ડોક્ટર અને એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, બીજી હેરમાં બાળકો પર સંક્રમણનો પ્રભાવ એવી રીતે પડી રહ્યો છે. જેવી રીતે કોઇ મોટા વ્યક્તિ પર પડતો હોય. તફાવત માત્ર એટલો છે કે, બાળકોમાં કોરોનાથી લડવાની ક્ષમતા અન્ય કરતા વધુ હોય છે. પરંતુ એવી ઘટનાઓ પણ સામે આવી જેમાં કોરોના સામેની જંગ બાળક હારી ગયું હોય. 

બાળકોમાં કોરોનાના કેવા લક્ષણ હોય છે ?

  • ખૂબ જ તાવ આવવો 
  • શ્વાસ લેવામાં તકલીફ પડવી 
  • સામાન્ય ઉધરસ
  • થાક
  • પેટમાં દુખાવો
  • ઉલ્ટી
  • ત્વચામાં સોજો આવવો 
  • લાલ આંખો થવી 
  • મોઢામાં ચાંદી પડવી 
  • ભૂખ ઓછી લાગવી
  • સ્વાદની કાઇ ખબર પડવી 

ઉપરના તમામ લક્ષણો પૈકી કોઇપણ લક્ષણ જો તમારા બાળકમાં પણ જોવા મળે તો પેરેન્ટ્સે સાવધ થવું જોઇએ અને નજીકના બાળકોના દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ. 

નોએડામાં બાળકો માટે બનાવાઇ કોવિડ હોસ્પિટલ 

આપને જણાવી દઇએ કે, નોએડામાં 10 બાળકોમાં કોરોનાનું સંક્રણ જોવા મળ્યા બાદ સેક્ટર 30માં સુપર સ્પેશ્યાલિટી ચાઇલ્ડ હોસ્પિટલમાં બાળકો માટે 50 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં હોસ્પિટલના ચોથા માળે કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. 

બાળકો માટે રસી 

મોર્ડર્નાએ અમેરિકામાં બાળકો પર કોરોનાની વેક્સિનનું ટ્રાયલ થોડા અઠવાડિયા પહેલા જ શરૂ કર્યું છે. જેને KidCOVE અભિયાનનું નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત અમેરિકા અને કેનેડામાં 6 મહિનાથી લઈને 11 વર્ષ સુધીના 6750 બાળકોને ટ્રાયલ માટે રજીસ્ટર કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ