બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Double engine of inflation: Vegetables and oil also flared up, when will the government understand the helplessness of the middle class?

મહામંથન / મોંઘવારીનું ડબલ એન્જિન: શાકભાજી સાથે તેલ પણ ભડકે બળ્યું, મધ્યમવર્ગની લાચારી ક્યારે સમજશે સરકાર?

Vishal Khamar

Last Updated: 07:52 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતી જતી મોંઘવારીને લઈને મધ્યમ તેમજ ગરીબ વર્ગનાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દિવસેને દિવસે એલપીજી, શાકભાજી સહિત ખાદ્યતેલનાં ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવ પર સરકારનો કોઈ અંકુશ નથી. લોકોનું એવું માનવું છે કે સરકારે શાકભાજી , ખાદ્યતેલ તેમજ એલપીજીમાં એક ભાવ નક્કી કરવો જોઈએ.

વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવા ધુરંધર બેટ્સમેનની સેન્ચુરીની રાહ ક્રિકેટ રસીકો લાંબા સમયથી જોઈ રહ્યા છે.. અત્યારે એવુ કહી શકાય કે ચાહકોની સેન્ચુરીની અપેક્ષા શાકભાજી પુરી કરી રહ્યા છે. ટામેટાના ભાવ સદી વટાવી ગયા છે, અન્ય શાકભાજીના ભાવ પણ એવા છે કે સામાન્ય કે મધ્યમવર્ગીય પરિવાર તેને થાળીમાં સ્થાન આપતા વિચાર કરે. ખાદ્યતેલના ભાવ પણ દિવસે બે ગણા તો રાત્રે ચાર ગણા વધે છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવ એ રીતે વધ્યા કરે છે કે જાણે આ ભાવ ઉપર સરકારનો કોઈ અંકુશ જ નથી. ખુદ વેપારીઓ પણ સ્વીકારે છે કે સિંગતેલ, કપાસિયા તેલના ભાવ વધારા પાછળ ઉત્પાદકોની સિન્ડીકેટ જવાબદાર છે પણ કોઈને કશુ પગલા લેવા નથી કારણ કે કેટલાય લોકોના હિત સમાયેલા હશે. શાકભાજીના વધતા ભાવ પાછળ કદાચ વાવાઝોડા અને વરસાદની સ્થિતિને જવાબદાર માનીને ચાલીએ તો પણ એ સવાલ તો ઉભો જ રહે છે કે સામાન્ય માણસનું શું.. રોજબરોજની શાકભાજીનો ભાવ 100 રૂપિયાને પાર જતો રહે તો જનસામાન્ય શું કરે.. આટલી હદે જો શાકભાજીના ભાવ હોય તો થાળીમાં ખાવુ શું.. શું હવે એવો સમય આવશે કે દક્ષિણના રાજ્યોની જેમ થાળીમાં ચોખા જ લેવા પડશે.. સામાન્ય લાગતા સવાલો પાછળની સ્થિતિ ઘણી ગંભીર અને પેચીદી છે.

  • મોંઘવારી દિવસે-દિવસે વધી રહી છે
  • શાકભાજીના ભાવ આસમાને છે
  • ખાદ્યતેલના ભાવ પણ કાબૂ બહાર છે
  • કોમર્શિયલ LPG પણ મોંઘો થયો

મોંઘવારી દિવસે-દિવસે વધી રહી છે.  શાકભાજીના ભાવ આસમાને છે. ખાદ્યતેલના ભાવ પણ કાબૂ બહાર છે. કોમર્શિયલ LPG પણ મોંઘો થયો. વરસાદ અને વાવાઝોડાની સ્થિતિથી શાકભાજીને અસર પહોંચી છે. અડદ, કઠોળના ભાવ પણ સતત વધે છે. ઘરમાં થાળી પીરસતી વખતે શાક ભૂલી જવું પડે એવી સ્થિતિ છે.  કઠોળ કે ચોખા જ ખાવા પડે તેવી સ્થિતિ આવે તો નવાઈ નહીં. 

થાળીમાં શાક ભૂલી જવા પડશે?

ટામેટા  
   
પહેલાનો ભાવ 50 થી 60/ કિલો
હાલનો ભાવ 140/ કિલો
   
ગવાર  
   
પહેલાનો ભાવ 50/ કિલો
હાલનો ભાવ 80 થી 90/ કિલો
   
ભીંડા  
   
પહેલાનો ભાવ 40/ કિલો
હાલનો ભાવ 60 થી 70/ કિલો
   
ટીંડોળા  
   
પહેલાનો ભાવ 25 થી 30/ કિલો
હાલનો ભાવ 50 થી 60/ કિલો
   
મરચા  
   
પહેલાનો ભાવ 70 થી 80/ કિલો
હાલનો ભાવ 90 થી 100/ કિલો
   
આદુ  
   
પહેલાનો ભાવ 200/ કિલો
હાલનો ભાવ 250/ કિલો
   
ધાણા  
   
પહેલાનો ભાવ 150/ કિલો
હાલનો ભાવ 220/ કિલો
   
રીંગણ  
   
પહેલાનો ભાવ 50/ કિલો
હાલનો ભાવ 80/ કિલો

ખાદ્યતેલના ભાવમાં સતત તેજી

સિંગતેલ  
   
ડબ્બાનો ભાવ 2890
   
કપાસિયા તેલ  
   
ડબ્બાનો ભાવ 1730
   
પામોલીન તેલ  
   
ડબ્બાનો ભાવ 1465
   
સનફ્લાવર તેલ  
   
ડબ્બાનો ભાવ 1570
   
મકાઈનું તેલ  
   
ડબ્બાનો ભાવ 1560
   
સરસવનું તેલ  
   
ડબ્બાનો ભાવ 1620
   
કોકોનટ ઓઈલ  
   
ડબ્બાનો ભાવ 2380

  • વરસાદ અને વાવાઝોડાની અસર
  • શાકભાજીના વાવેતરમાં નુકસાની પહોંચી
  • માર્કેટમાં શાકભાજીની આવક ઓછી થઈ
  • મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી ટામેટાની આવક ઓછી થઈ

શાકભાજીના ભાવ કેમ વધ્યા?
વરસાદ અને વાવાઝોડાની અસર થઈ છે.  શાકભાજીના વાવેતરમાં નુકસાની પહોંચી છે.  માર્કેટમાં શાકભાજીની આવક ઓછી થઈ છે.  મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી ટામેટાની આવક ઓછી થઈ. ગુજરાતમાં આ સિઝનમાં ટામેટાનું ઉત્પાદન ઓછું થાય છે. વાવાઝોડા વખતે ફૂંકાયેલા પવનથી વેલામાંથી ફૂલ ખરી ગયા છે.  શાકભાજીના અનેક વેલા વાવાઝોડામાં તૂટી ગયા. ત્યારે  હાલ દિવાળી સુધી ટામેટાના ભાવ વધુ રહે તેવી શક્યતા છે. 

  • 60% ખાદ્યતેલ આયાત કરવું પડે છે
  • આયાત ઘણી મોંઘી થઈ છે
  • ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે 

ખાદ્યતેલના ભાવમાં સતત વધારો કેમ?
60% ખાદ્યતેલ આયાત કરવું પડે છે.  આયાત ઘણી મોંઘી થઈ છે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે. પામ ઓઈલનું માંગ પ્રમાણે ઉત્પાદન વધતું નથી.  કાચા માલની આવક ઓછી થઈ છે.  આવક ઓછી હોવાથી મગફળીનું પીલાણ ઘટ્યું. તેલ ઉત્પાદકોની સિન્ડીકેટ પણ જવાબદાર છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ