બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / dont make roti in the gas flame direct know the disadvantage

હેલ્થ ટિપ્સ / ગેસની ફ્લેમ પર સીધી રોટલી શેકતા હોવ તો થઈ જજો સાવધાન, તેનાથી થતા નુકસાન જાણી ચોંકી ઉઠશો

Arohi

Last Updated: 04:43 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Tips: એક રિપોર્ટ અનુસાર રોટલીને સીધી ગેસ બર્નર પર શેકવાથી એર પોલ્યુટેન્ટ નિકળી જાય છે જેને ડબ્લ્યુએચઓએ હાનીકારક જણાવ્યું છે. આ એરનું નામ કાર્બન મોનોઓક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ છે.

  • તમે પણ કરો છો સીધી ગેસ પર રોટલી શેકવાની ભૂલ? 
  • તો થઈ જજો સાવધાન 
  • જાણો તેનાથી થતા નુકસાન વિશે 

દરેકના ઘરમાં સવાર અને સાંજના સમયે રોટલી જરૂર બને છે. પરંતુ જે રોટલીઓ આપણે ખાઈ રહ્યા છીએ શું તે આપણા શરીર માટે ફાયદાકારક છે કે નહીં? આ વાત કદાચ કોઈને નહીં ખબર હોય પરંતુ જે રોટલીઓ ઘરમાં ગેસની ફ્લેમ પર સીધી શેકવામાં આવે છે. તે આપણને કેટલો ફાયદો કે નુકસાન કરે છે તેના વિશે જાણીએ. 

સીધી ફ્લેમ પર ન શેકવી જોઈએ રોટલી 
રોટલીને ક્રિસ્પી કરવા માટે ઘરની મહિલાઓ તેને સીધી ગેસની ફ્લેમથી શેકી દે છે. તેનાથી રોટલીઓ વધારે શેકાઈ જાય છે અને ક્રિસ્પી પણ બની જાય છે. પરંતુ આ રોટલીઓ તમને કેટલું નુકસાન કીર શકે છે. તેની કદાચ તમને ખબર નહી હોય. અમે તમને આ રોટલી શેકવાની યોગ્ય રીત વિશે જણાવીએ. 

જાણો તેના નુકસાન વિશે 
જર્નલ એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર રોટલી શેકતી વખતે એર પોલ્યુટેન્ટ નિકળે છે. જેને ડબ્લ્યુએચઓએ હાનીકારક જણાવ્યું છે. આ એરનું નામ કાર્બન મોનોઓક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ છે. 

આ રસાયણ છે હાનિકારક
ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિક ડૉ. પોલ બ્રેટ દ્વારા પ્રકાશિત એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓ ઉતાવળના ચક્કરમાં રોટલીઓની સીધી ફ્લેમ પર શેકવા લાગે છે. તેનાથી કાર્સિનોજેનિક રસાયણનું ઉત્સર્જન થાય છે જે રોટલીની સાથે સાથે તમારા શરીરની અંદર જાય છે. જે તમારા માટે હાનિકારક છે. 

જોકે તેમણે એમ પણ લખ્યું છે કે હાલ સંપૂર્ણ રીતે ન કહી શકાય કે સીધી ફ્લેમ પર શેકવામાં આવતી રોટલી સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. હજું તેના પર વધુ રિસર્ચ થઈ રહી છે. પરંતુ હજુ સુધી જે પણ રિસર્ચ થઈ છે તેને જોતા સીધી ફ્લેમ પર શેકેલી રોટલી નુકસાનકારક જ જણાવવામાં આવી છે. માટે ડૉક્ટરોની સલાહ માનીએ તો રોટલીને તવા પર જ રાખીને શેકવી જોઈએ. સાવધાની રાખવામાં જ સમજદારી છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ