બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Don't give up with dhonsa, the customer made a case in front of the hotel that you can't even think of

અનોખો કિસ્સો / ઢોંસા સાથે સાંભાર ન આપ્યું, હોટલની સામે ગ્રાહકે એવો કેસ કર્યો કે તમે વિચારી પણ નહીં શકો, 11 મહિને મળ્યા આટલા રૂપિયા

Priyakant

Last Updated: 04:46 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar News: ઢોંસાઓ ઓર્ડર આપ્યા પછી ઢોંસા તો આવી ગયા પણ તેની સાથે સાંભાર નહોતો, મેનેજરને રજૂઆત કરતાં અભદ્ર ભાષામાં વાત કરી અને પછી.....

  • રેસ્ટોરન્ટમાં ઢોંસાની સાથે સાંભાર ન આપતા કાર્યવાહી 
  • 11 મહિના સુધી કેસ ચાલ્યો અને અંતે રેસ્ટોરન્ટને દંડ ફટકારાયો
  • સ્ટોરન્ટને ઢોંસાની કિંમત કરતાં 25 ગણી કિંમત ચૂકવવા આદેશ 

એક માણસ રેસ્ટોરન્ટમાં ગયો અને ઢોંસાનો ઓર્ડર આપ્યો. જોકે બન્યું એવું કે, ઢોંસાઓ ઓર્ડર આપ્યા પછી ઢોંસા તો આવી ગયા પણ તેની સાથે સાંભાર નહોતો. આ તરફ નારાજ વ્યક્તિએ રેસ્ટોરન્ટને એવો પાઠ ભણાવ્યો કે, ભવિષ્યમાં આવી ભૂલ ના થાય. વાસ્તવમાં વ્યક્તિએ કાયદાનો સહારો લીધો હતો. 1 મહિના સુધી કેસ લડ્યા અને પછી સજા તરીકે રેસ્ટોરન્ટને ઢોંસાની કિંમત કરતાં 25 ગણી કિંમત ચૂકવવી પડી હતી. વ્યક્તિને 140 રૂપિયાના ઢોંસા માટે 3500 રૂપિયા મળ્યા.

એક મીડિયા અહેવાલ મુજબ આ ઘટના બિહારના બક્સરની છે. ગયા વર્ષે 15 ઓગસ્ટે મનીષ ગુપ્તાનો જન્મદિવસ હતો. ઘરે મહેમાનો પણ હાજર હતા એટલે મનીષ 'નમક' રેસ્ટોરન્ટમાંથી સ્પેશિયલ મસાલા ઢોંસા લાવ્યો. જ્યારે તેને ઘરે આવીને પેકેટ ખોલ્યું તો જોયું કે તેમાં સાંભાર નહોતો. બીજા દિવસે તે આ મામલે ફરિયાદ કરવા રેસ્ટોરન્ટના માલિક પાસે પહોંચ્યો. 

મેનેજરે અભદ્ર ભાષામાં વાત કરી અને પછી.... 
આ તરફ રજૂઆત કરવા પહોંચેલા મનીષ સાથે મેનેજરે કથિત રીતે અભદ્ર વાત કરી અને કહ્યું કે શું, તમે આખી રેસ્ટોરન્ટ 140 રૂપિયામાં ખરીદી શકશો? મેનેજરને ખબર નહોતી કે મનીષ વ્યવસાયે વકીલ છે. નારાજ મનીષે રેસ્ટોરન્ટને લીગલ નોટિસ આપી.

11 મહિના સુધી સુનાવણી ચાલી
આ તરફ મનીષે જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ કરી હતી. આ કેસની સુનાવણી 11 મહિના સુધી ચાલી હતી. કમિશનના અધ્યક્ષ વેદ પ્રકાશ સિંહ અને સભ્ય વરુણ કુમારની ડિવિઝન બેન્ચે રેસ્ટોરન્ટને દોષિત ગણાવી અને દંડ ભરવા કહ્યું. કમિશને ઉપભોક્તાને થતી માનસિક, શારીરિક અને આર્થિક મુશ્કેલી માટે રેસ્ટોરન્ટને રૂ.2,000નો દંડ અને મુકદ્દમા ખર્ચ તરીકે રૂ. 1,500નો અલગ દંડ ફટકાર્યો હતો. આ સાથે રેસ્ટોરન્ટને 45 દિવસમાં કુલ 3500 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, જો સમયસર ચુકવણી નહીં થાય તો 8% વ્યાજ પણ અલગથી ચૂકવવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ