બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Doctors can't prescribe anti-cancer drugs via tele-consultation: NMC

ટેલિ મેડિસીન / ડોક્ટરો ફોન કે વીડિયો કોલ પર નહીં આપી શકે કેન્સરની દવાઓ, કઈ લઈ શકાય? કેન્દ્રના નવા નિયમ

Hiralal

Last Updated: 04:56 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ મેડિકલ કાઉન્સિલે ટેલિ મેડિસન સુવિધા માટે એક નવો નિયમ લાગું પાડ્યો છે જે અનુસાર ડોક્ટરો ફોન કે વીડિયો કોલમાં દર્દીઓને કેન્સરની દવાઓ નહીં આપી શકે.

  • ફોન કે વીડિયો કોલ દ્વારા દવાઓની ભલામણ પર નવો નિયમ
  • ડોક્ટરો કેન્સરની બીમારીઓની દવા ફોન કે વીડિયો કોલમાં નહીં આપી શકે
  • ફોન કે વીડિયો કોલ પર કેન્સરની દવાઓ લખી આપવી ગુનો 

કોરોના કાળમાં આપણે સૌ ઓનલાઈન સુવિધાઓથી ટેવાઈ ગયા હતા. ડોકટરો પણ ફોન પર વાત કરીને અને પછી વિડિઓ કોલ દ્વારા આપણી સારવાર કરી રહ્યા હતા. આવી સુવિધાને ટેલિમેડિસિન કહેવામાં આવે છે. દૂરથી સારવારની આ પદ્ધતિ પહેલા હતી પરંતુ કોરોનામાં તેનો વધુ ઉપયોગ થયો હતો અને હજી પણ ઘણા કેસોમાં આપણે આ સુવિધા લઈએ છીએ. પરંતુ, હવે નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)ના કેટલાક નવા નિયમો અનુસાર, આપણે દરેક રોગ માટે ટેલિ મેડિસિનની સુવિધા ન લઈ શકીએ. 

કેન્સર માટે ટેલિ મેડિસિન સુવિધા પર પ્રતિબંધ 
નેશનલ મેડિકલ કમિશને બંધારણની કલમ-10 હેઠળ આ નિયમ લાગુ કર્યો છે. આ અંતર્ગત કોઈ પણ પ્રકારના કેન્સરના રોગ માટે ટેલિમેડિસિન સુવિધા નહીં લી શકાય કે દર્દીની કોઈ દવાની પણ ભલામણ નહીં કરી શકાય. કેન્સર વિરોધી દવાઓ, મોર્ફિન અને કોડીનની ભલામણ પણ ટેલિ મેડિસિન દ્વારા નહીં લઈ શકાય. 
આ સુવિધાઓ દ્વારા સારવાર કરાવવી ગુનો ગણાશે. 

ફોન પર ડોક્ટર પાસેથી કઈ કઈ દવાઓ લઈ શકાય 
નેશનલ મેડિકલ કમિશને કેન્સરની દવાને લગતા નિયમો કડક બનાવ્યા છે, ત્યારે આરોગ્યની કેટલીક પરિસ્થિતિઓ માટેના નિયમો હળવા કર્યા છે. નેશનલ મેડિકલ કમિશન કહે છે તેમ, તમે ફ્લૂ કે હળવી બીમારીમાં ફોન પર એન્ટિબાયોટિક્સ લઈ શકો છો. બીજું, તમને ફોન પર એન્ટિસેપ્ટિક્સ પર ડોક્ટર દ્વારા પણ કહી શકાય છે, જેનો ઉપયોગ ઈજામાં થાય છે. ત્રીજું, એસિડિટી માટે એન્ટાસિડ્સ લઈ શકો છો અને ચોથું, તમે કફ સિરપ જેવી દવાઓ માટે ટિપ્સ પણ લઈ શકો છો. તે ઉપરાંત ડોક્ટરો વીડિયો કોલ પર દર્દીને એન્ટીફંગલ દવાઓ અને એન્ટિબાયોટિક આઇ ડ્રોપ્સની પણ ભલામણ કરી શકે. 

ડોક્ટરો અને દર્દીઓ બંનેએ ઈ-પ્રિસ્ક્રિપ્શન આપવું અને લેવું જરૂરી 
- ડોક્ટરનું નામ 
- ડોક્ટરની લાયકાત 
- રજિસ્ટ્રેશન નંબર
- એડ્રેસ અને ફોન નંબર (એડ્રેસ કોન્ટેક્ટ ડિટેઇલ) મોટા અક્ષરોમાં દવાનું નામ ક્યારે, કેટલા દિવસ માટે અને કેટલા ડોઝ (ડોઝની ફ્રિકવન્સી અને સમયગાળો)
- દર્દીનો રિપોર્ટ, ફોટો અને તમામ ડાયગ્નોસ્ટિક ડેટા તેની પાસે રાખવાની જવાબદારી ડોક્ટરની છે. ડોક્ટરની આ સુવિધા માટે દર્દીએ યોગ્ય ચાર્જ પણ ચૂકવવો પડે છે. 
- જો કોઇ ડોક્ટર તેનું યોગ્ય રીતે પાલન નહીં કરે અને દર્દીની સારવારમાં કોઈ બેદરકારી દાખવશે તો ડોક્ટરને સજા પણ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ