બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Doctor of Veraval Dr. No complaint has been registered yet in the case of Atul Chag's suicide

ગીર સોમનાથ / ડૉ. અતુલ ચગ આપઘાત કેસ: અરજી આપ્યાના કલાકો બાદ પણ નથી નોંધાઇ FIR, ભાજપના સાંસદ સામે ફરિયાદની માંગ

Dinesh

Last Updated: 09:48 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળના જાણીતા ડૉ. અતુલ ચગના આપઘાત મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી, ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ

  • ડૉ.અતુલ ચગના આપઘાતનો મામલો
  • પોલીસે હજુ સુધી નથી નોંધી FIR
  • પોલીસ FIR દાખલ ક્યારે કરશે?


વેરાવળમાં જાણિતા ડૉ.અતુલ ચગની આત્મહત્યાનો મામલો સુલજવાની જગ્યા રોજે રોજ ઉલજતો હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. ચગની આત્મહત્યા મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. મૃતકના પરિવારજનોએ લેખિત અરજી આપ્યાના કલાકો બાદ પણ ફરિયાદ નોંધાઈ નથી. 

અરજી આપ્યાના 2 દિવસ બાદ પણ ન નોંધવામાં આવી ફરિયાદ
ડૉ.અતુલ ચગના પુત્રએ પોલીસમાં આપેલી અરજીને 48 કલાક કરતા વધુ સમય થયો છે પરંતુ હજુ સુધી ફરિયાદ ન નોંધાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે. અરજી આપ્યાના 2 દિવસ બાદ પણ ફરિયાદ ન નોંધવામાં આવતા પરિજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ છે. પોલીસ સુસાઈડ નોટના FSL રિપોર્ટની રાહ જોતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. અતુલ ચગના આપઘાત મામલે સાંસદ રાજેશ ચુડાસમાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

મૃતક ડોક્ટરના પરિવારજનો

સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ
તમને જણાવી દઈએ કે, સુસાઈડ નોટમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું.  ડોક્ટર અતુલ પરિવારજનો દ્વારા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ કરી રહ્યાં છે. જો કે, પોલીસ સુસાઈડ નોટના FSL રિપોર્ટની રાહ જોતી હોવાની ચર્ચા છે. 

સુસાઈડ નોટ​​​

ન્યાય આપવાની માગ
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી

પરિવારજનોનો આક્ષેપ
અગાઉ પરિવારજનોએ કહ્યું હતું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તે આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં. આ આત્મહત્યા આર્થિક કારણોને લઇ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

મૃતક ડૉ.અતુલ ચગ

શુ હતો સમગ્ર મામલો?
 ગત તારીખ 12 ફેબ્રુઆરી ના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. આ મામલે અનેક ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ