બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do you also take morning walks in winter? Know how best to walk

હેલ્થ / શું તમે પણ શિયાળામાં મોર્નિંગ વૉક કરો છો? જાણો કેટલું ચાલવું સૌથી બેસ્ટ અને કઈ વાતનું ખાસ રાખવું જોઈએ ધ્યાન

Pooja Khunti

Last Updated: 02:33 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morning Walk: મોર્નિંગ વૉક યોગ્ય વ્યાયામ છે. ઘણા લોકો શિયાળામાં ઠંડીનાં કારણે મોર્નિંગ વૉક પર જવાનું બંધ કરી દે છે.

  • મોર્નિંગ વૉકથી શારીરક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે
  • શિયાળામાં હાર્ટ અટેકની સમસ્યા વધી જાય છે
  • મોર્નિંગ વૉકની શરૂઆત ધીમે-ધીમે ચાલવાથી કરો

મોર્નિંગ વૉક યોગ્ય વ્યાયામ છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મોર્નિંગ વોક કેટલાંક લોકોની દિનચર્યાનું ભાગ હોય છે. ઘણા લોકો શિયાળાની ઠંડીનાં કારણે મોર્નિંગ વૉક પર જવાનું બંધ કરી દે છે. આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર થતી અસર વિશે જાણો. 

મોર્નિંગ વૉક શું કામ જરૂરી 
મોર્નિંગ વૉકથી શારીરક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.  મોર્નિંગ વૉક તમારું મેટાબોલિઝમ સુધારે છે. જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે. સવારની તાજી હવા અને સ્વસ્થ વાતાવરણ તણાવને દૂર કરે છે. નિયમિત રીતે મોર્નિંગ વૉક કરવાથી તમારા હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે. જેના કારણે સાંધાની સમસ્યા થતી નથી. નિયમિત રીતે મોર્નિંગ વૉક કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ડાયાબિટીસની સમસ્યા પણ ઓછી થઈ જાય છે. 

વાંચવા જેવું: નસોમાં જમા ગંદા કોલેસ્ટ્રોલને પાણીની જેમ વહાવી દેશે આ 5 ચીજ, આજથી જ ઉપયોગ શરૂ કરો

શિયાળામાં આ બાબતનું ખાસ ધ્યાન રાખો 
મોર્નિંગ વૉકનાં ઘણા ફાયદાઓ છે પણ શિયાળામાં તેની સાથે ઘણા જોખમો જોડાયેલા છે. શિયાળામાં હાર્ટ અટેકની સમસ્યા વધી જાય છે. વિવિધ અભ્યાસ મુજબ, શિયાળામાં એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ એટલે કે ACS દર વધી જાય છે. જેથી હ્રદયનાં સ્નાયુઓમાં અચાનક લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. જેના કારણે હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. એટલા માટે શિયાળામાં મોર્નિંગ વૉક કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

આ સાવચેતી રાખવી 
સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ દરરોજ દસ હજાર પગલાં ચાલવાથી તમે સ્વસ્થ રહી શકો છો. મોર્નિંગ વૉક પર જતાં પહેલા ધ્યાન રાખો કે તમે તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકેલું હોય. તમારા હાથ, કાન અને માથાને ગરમ કપડાં વડે ઢાંકવાનું ભુલશો નહીં. મોર્નિંગ વૉકની શરૂઆત ધીમે-ધીમે ચાલવાથી કરો. જો તમને શ્વાસ અથવા હ્રદયની કોઈ ગંભીર સમસ્યા હોય તો મોર્નિંગ વૉક કરવાનું ટાળવું જોઈએ. આ એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે મોર્નિંગ વૉકનો મતલબ એમ નથી કે તમે શિયાળામાં સવારે 5-6 વાગ્યે ચાલવા નીકળી પડો. તમે સૂર્યોદય પછી 8 થી 9 વાગ્યાની વચ્ચે પણ મોર્નિંગ વૉક કરી શકો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ