બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming these 5 things will bring bad cholesterol under control

આરોગ્ય ટિપ્સ / નસોમાં જમા ગંદા કોલેસ્ટ્રોલને પાણીની જેમ વહાવી દેશે આ 5 ચીજ, આજથી જ ઉપયોગ શરૂ કરો

Pooja Khunti

Last Updated: 10:21 AM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cholesterol Reducing Foods: ચરબીવાળો ખોરાક અને જંક ફૂડ ખાવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. તેનાથી બચવા આહારમાં આ વસ્તુને સામેલ કરો.

  • કોળાનાં સેવનથી રક્ત પરિભ્રમણ સુધરે 
  • ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
  • તમારા આહારમાં ઓટ્સને સામેલ કરો

વધતી જતી ઉંમરનાં કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. પરતું આજે ખાનપાન અને બદલાયેલી જીવનશૈલીનાં કારણે નાની ઉંમરનાં લોકોને પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવા લાગી છે. આહારમાં વધુ ચરબીવાળો ખોરાક ખાવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે હ્રદય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. વધતાં જતાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે આહારમાં આ વસ્તુઓને સામેલ કરો. જેના કારણે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવી જશે. 

ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે આ વસ્તુઓનું સેવન કરો 

કોળું 
કોળાની અંદર કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે.  જે હ્રદયનાં ધબકારાને સુધારે છે. કોળાનાં સેવનથી રક્ત પરિભ્રમણ સુધરે છે. તેની અંદર ફાયબર હોય જે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. 

વાંચવા જેવું: 100 વર્ષ સુધી જીવવું છે? તો આજથી જ ફૉલો કરો આ 5 ટિપ્સ, બૉડી રહેશે બિલકુલ હેલ્ધી

સોયાબીન 
સોયાબીનની અંદર હાઇ પ્રોટીન, ગ્લાયસીનિન અને બી-કોંગલીસીનિન હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. 

ડ્રાઈ ફ્રૂટ્સ 
ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેનાથી શરીરને ભરપૂર પોષણ મળે છે. ડ્રાઈ ફ્રૂટ્સની અંદર પ્રોટીન, કેલ્શિયમ અને  ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી હ્રદયનાં સ્વાસ્થ્યને સુધારે છે. 

એવોકાડો 
હાઇ કોલેસ્ટ્રોલનાં કારણે નસો ધીમે-ધીમે બ્લોક થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે એવોકાડોનું સેવન કરો. દરરોજ એક એવોકાડોનાં સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવી જશે. 

ઓટ્સ 
ઓટ્સની અંદર બીટા-ગ્લુકેન હોય છે. આ એક ફાયબર છે. જે જલ્દીથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તમારા આહારમાં ઓટ્સને સામેલ કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ