બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do not sleep immediately after studying

હેલ્થ ટિપ્સ / સૂતા પહેલા ભૂલથી પણ ન કરતા આ કામ, નહીં તો ઊંઘ હરામ થઇ જશે, બનશો બીમારીના શિકાર

Pooja Khunti

Last Updated: 08:35 AM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે ઊંઘવા જતાં પહેલા ચા, કોફી અથવા કોઈ પણ કેફીન પ્રદાર્થનું સેવન ન કરવું જોઈએ. કારણ કે કેફીન મગજને જગાડવાનું કામ કરે છે. તેનાથી તમને જલ્દી ઊંઘ નહીં આવે.

  • રાત્રે ફોનનો ઉપયોગ ન કરવો 
  • ચા અને કોફીનું સેવન ટાળવું 
  • અભ્યાસ બાદ તરત ન ઊંઘવું જોઈએ

સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહારની સાથે પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. પૂરતી ઊંઘ તમારા શરીરના વિકાસ માટે જરૂરી છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. તેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તણાવ જેવી સમસ્યાઓ દૂર થાય છે. પરતું આજે લોકોની જીવનશૈલીમાં ખૂબ પરિવર્તન થયું છે. જેમ કે રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો ઉપયોગ કરવો. જેના કારણે પૂરતી ઊંઘ થતી નથી અને અન્ય શારીરિક સમસ્યાઓ પણ થાય છે. જેમકે સ્થૂળતા, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, હ્રદય રોગ અને બીપી. જાણો આ સમસ્યાથી બચવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાંત શું સલાહ આપે છે. 

રાત્રે ફોનનો ઉપયોગ ન કરવો 
રાત્રે ઊંઘતા સમયે પથારીમાં ફોન, લેપટોપ વગેરે ગેજેટ્સ વાપરવાનું ટાળો. આ સાથે કોઈ દોસ્ત, પરિવારના સદસ્યને મેસેજ પણ ન કરો. તેનાથી તમને જલ્દી ઊંઘ નથી આવતી. 

ચા અને કોફીનું સેવન ટાળવું 
રાત્રે ઊંઘવા જતાં પહેલા ચા, કોફી અથવા કોઈ પણ કેફીન પ્રદાર્થનું સેવન ન કરવું જોઈએ. કારણ કે કેફીન મગજને જગાડવાનું કામ કરે છે. તેનાથી તમને જલ્દી ઊંઘ નહીં આવે. રાત્રિ ભોજન બાદ આ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. 

વ્યાયામ ન કરો 
રાત્રે સુવા જતાં પહેલા ક્યારેય પણ વ્યાયામ, યોગા અથવા જીમ કરવાની ભૂલ ન કરવી જોઈએ. વ્યાયામ મગજ અને શરીરને સતર્ક કરે છે. તેથી ઊંઘ આવતી નથી. વહેલાં સવારે અથવા સાંજે જ વ્યાયામ કરવાનો પ્રયત્ન કરો. 

અભ્યાસ બાદ તરત ન ઊંઘવું જોઈએ  
રાત્રે અભ્યાસ કર્યા બાદ તરત ન ઊંઘવું જોઈએ. કારણકે અભ્યાસ બાદ તરત ઊંઘવાથી અભ્યાસ લગતા જ વિચારો મગજમાં આવે છે. જેના કારણે ઊંઘ નથી આવતી. તેથી પહેલા તમારા જરૂરી કામ પૂર્ણ કરી લો. 

વાંચવા જેવું: ખાટા ઓડકાર, ગેસ, કબજિયાતથી બચવું હોય તો નાસ્તામાં આ વસ્તુઓ ટાળો, દવાની જરૂર પણ નહીં પડે

પાળતું પ્રાણી 
ઘણા લોકો તેમના પાળતું પ્રાણી સાથે ઊંઘતા હોય છે. તમારે આવું ન કરવું જોઈએ. પ્રાણી રાત આખી હલચલ કરે છે. તેના કારણે તમારી ઊંઘ પૂર્ણ થતી નથી. 

દારુનું સેવન ન કરવું જોઈએ 
દારૂનાં સેવનથી જલ્દી ઊંઘ આવે છે, પરતું તેનાથી તમારી આંખો વારંવાર ખૂલી શકે છે. આ સાથે વધુ ભારી ખોરાક ખાવાથી બચવું જોઈએ. કારણ કે આ શરીરને ઉર્જા પહોંચાડે છે અને મગજને એક્ટિવ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ