બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / do not make roties on these festivals specially on nag panchami

ધર્મ / નાગ પંચમીના દિવસે કેમ ન બનાવવી જોઈએ રોટલી? વર્ષના આટલા તહેવારોમાં ગેસ પર તવો ચઢાવવો છે વર્જિત

Arohi

Last Updated: 04:28 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nagpanchami 2023: હિંદૂ ધર્મની માન્યતાઓમાં ઘણા તહેવાર અને તિથિઓ ઉપરાંત એવા અવસર આવે છે જ્યારે રોટલી બનાવવી અશુભ માનવામાં આવે છે. નાગપંચમીનો તહેવાર આવવાનો છે. આ દિવસે રોટલી ન બનાવવી જોઈએ.

  • નાગ પંચમીના દિવસે ન બનાવવી જોઈએ રોટલી 
  • વર્ષના આટલા તહેવારોમાં ગેસ પર ન ચઢાવો તવો 
  • હિંદૂ ધર્મમાં જાણો શું છે તેને લઈને માન્યતાઓ 

હિંદૂ ધર્મમાં ભોજનને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે. અનાજ જ બ્રહ્મ છે. રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. એવી માન્યતાઓ સાથે ભોજન અને તહેવારો સાથે અમુક ખાસ નિયમો હોય છે. જેનું બધાએ પાલવ કરવું જોઈએ. 

નાગ પંચમી પર રોટલી કેમ નથી બનાવવામાં આવતી? 
અમુક તહેવારો પર ગેસ પર તવી પણ નથી મુકવામાં આવતી એટલે કે રોટલી નથી બનાવી શકાતી. અમુક ખાસ તિથિઓની વાત કરવામાં આવે તો 21 ઓગસ્ટે નાગ પંચમીનો તહેવાર છે. નાગપંચમીના દિવસે ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ. 

નાગ પંચમી પર તવીમાં ભોજન ન રાંધવું જોઈએ. માન્યતા છે કે રોટલી બનાવવા માટે જે ચુલ્હા અને તવીનો ઉપયોગ કરવામાં આવે છે તેને નાગનો ફણ માનવામાં આવે છે. તવીને નાગના ફણનું પ્રતિરૂપ માનવામાં આવે છે. માટે નાગપંચમીના દિવસે આગ પર તવી ન મુકવી જોઈએ. 

નાગપંચમી પર આ કામ પણ ન કરવા 
બ્રહ્મપુરાણ અનુસાર બ્રહ્માજીએ સાંપોને નાગ પંચમીના દિવસે પૂજાવામાં આવે તેવું વરદાન આપ્યું હતું. આ દિવસે નાગની પૂજા કરવાનું વિધાન છે. તેની પૂજાથી રાહુ-કેતુ જનિત દોષ અને કાલસર્પ દોષથી મુક્તિ મળે છે. માટે આ દિવસે અમુક કામ ન કરવા જોઈએ. 

જેમ કે, કોઈ પણ કામ માટે જમીનનું ખોદકામ ન કરવું જોઈએ. આ દિવસે સિવવાનું કામ ન કરવું કારણ કે નાગ પંચમી પર અણીદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, સોઈનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે. 

આ તહેવારો પર પણ તવી ગેસ પર ન મુકવી 
દિવાળીના દિવસે પણ રોટલી ન બનાવવી જોઈએ. જ્યોતિષ માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીના તહેવારોમાં ખાસ પકવાન બનાવવાની પરંપરા છે. આજ કારણ છે કે આજે પણ મોટાભાગના ઘરોમાં તહેવારના દિવસે રોટલી નથી બનાવવામાં આવતી. 

આ પ્રકારની માન્યતા છે કે શરદ પુનમના દિવસે કાચી રસોઈ ન બનાવવી જોઈએ. આ દિવસે ખીર-પુરી બનાવવાના નિયમ છે. આ રીતે શીતળા સાતમ પર શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. માતાને વાસી ભોજનથી ભોગ લગવવામાં આવે છે. આ દિવસે ઘરમાં રાંઘવામાં આવતું નથી.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ