બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Do not buy things like TV, fridge, know why Jeff Bezos gave a big warning

અપીલ / ટીવી, ફ્રિઝ જેવી ચીજ વસ્તુઓ ન ખરીદો, જાણો જેફ બેઝોસે શા માટે આપી મોટી ચેતવણી

Vishal Khamar

Last Updated: 09:03 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે લોકોને સલાહ આપી છે કે તેઓ તહેવારોની મોસમમાં કાર, ફ્રીજ વગેરે ખરીદવા પર તેમના પૈસા ખર્ચ ન કરે. તેના બદલે આ પૈસાને ખરાબ સમય માટે બચાવીને રાખે.

  • 2023 માં અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં મંદી આવી શકે છેઃજેફ બેઝોસ
  • એમેઝોનના સ્થાપકે લોકોના વધારાનાં ખર્ચ ન કરવા માટે કરી અપીલ
  • મોંઘી કાર, ટીવી. ફ્રીજ સહિતની વસ્તુની ખરીદી ટાળવા માટે કહ્યું

 એમેઝોનના સ્થાપક અને વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ જેફ બેઝોસે તાજેતરમાં એક ટીવી ચેનલ સાથે વાતચીત કરી છે. આ વાતચીતમાં તેમણે લોકોને આવનારી મંદી વિશે ચેતવણી આપી છે. આ સાથે તેમણે લોકોને આ તહેવારોની સીઝનમાં ખર્ચ ઓછો કરવાની પણ સલાહ આપી છે. નાતાલનાં સમયમાં લોકોએ ફ્રીજ, કાર. ટીવી જેવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ અને તે નાણાં મુશ્કેલ સમય માટે બચાવીને રાખવા જોઈએ.

જેફ બેઝોસે કહ્યું કે વર્ષ 2023 માં અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં મંદી આવી શકે છે. આવી પરિસ્થિતિમાં મંદીના આ યુગમાં લોકો પાસે પૈસા હોવું ખૂબ જ મહત્વનું છે. આ સાથે જ તે લોકોને મોંઘી કાર, ટીવી વગેરે વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ. તેમ કહી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં નાના વેપારને બચાવવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે જો નાના ઉધોગો માટે જોખમ થોડું ઓછું કરવામાં આવે તો તેમના માટે ઘણું ફાયદા કારક સાબિત થઈ શકે છે.

ઘણા લોકોએ કરી હતે જેફ બેઝોસની ટીકા
જેફ બેઝોસની આ સલાહ બાદ ઘણા નિષ્ણાતો તેમની ટીકા કરી રહ્યા છે. જોફ બેઝોસે અમેરિકન લોકોને ઓટો સેક્ટરમાં પૈસા રોકવાની મનાઈ કરી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતોનું માનવું છે કે સપ્લાય ચેઇનમાં સમસ્યાઓના કારણે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ઓટો સેક્ટરને ઘણું નુકસાન થયું છે. આ પછી જેફ બેઝોસની આ સલાહ આ ક્ષેત્રને વધુ નુકસાન પહોંચાડી શકે છે. તમને જણાવી દઈએ કે ઓટો સેક્ટરને અમેરિકન અર્થવ્યવસ્થાનું ખૂબ જ મજબૂત ચક્ર માનવામાં આવે છે.

જેફ બેઝોસ ક્લાઈમેટ ચેન્જ માટે દાન કરશે
આ સાથે જ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે કહ્યું છે કે તેઓ તેમની મોટાભાગની એટલે કે 124 બિલિયન ડોલર ક્લાઈમેટ ચેન્જને રોકવાના પ્રયાસો માટે દાન કરશે. તેમણે તાજેતરમાં જ ક્લાઈમેટ ચેન્જ માટે કામ કરતી સંસ્થા અર્થ ફંડમાં $10 બિલિયન ડોલરનું દાન આપ્યું છે. આ સિવાય તેણે સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમને સ્પેસ ટેકનોલોજીમાં કામ કરવા માટે $200 મિલિયનનું દાન આપવાની જાહેરાત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ