બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / dhanush visit tirupati balaji temple andhra pradesh in bald look

PHOTOS / તિરૂપતિ બાલાજી મંદિરમાં ધનુષે દાન કર્યા વાળ, કાતીલ લૂકમાં તસવીરો આવી સામે

Bijal Vyas

Last Updated: 11:30 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સુપરસ્ટાર ધનુષે પોતાના વાળ તિરુપતિ બાલાજી મંદિરને દાનમાં આપ્યા છે. બાલ્ડ લુકમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

  • ધનુષની આગામી ફિલ્મ કેપ્ટન મિલરનો ફર્સ્ટ લુક આવ્યો સામે
  • ધનુષ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શને પહોંચ્યો
  • તાજેતરમાં જ ધનુષે બીજી ફિલ્મની જાહેરાત કરી

Dhanush Visit Tirupati Temple: સાઉથ સુપરસ્ટાર ધનુષની આગામી ફિલ્મ કેપ્ટન મિલરને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેને લઈને ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે. દરમિયાન, ધનુષ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા ગયો હતો, જ્યાંથી તેની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ધનુષની સાથે તેના બંને પુત્રો યાત્રા અને લિંગા પણ દર્શન કરવા ગયા હતા. હવે તે સમયની તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં આવી રહે છે. તસવીરોમાં ધનુષ બાલ્ડ લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે માથું મુંડન કરાવ્યું છે. કહેવાય છે કે, ધનુષે પોતાના વાળ તિરુપતિ મંદિરમાં દાનમાં આપ્યા છે. ધનુષ તિરુપતિ મંદિર પહોંચ્યા અને ત્યાં પૂજા કરી. તે દરમિયાન બંને પુત્રો સાથે ધનુષના માતા-પિતા પણ તેની સાથે હાજર હતા.

ક્યારે રિલીઝ થઇ રહી છે કેપ્ટન મિલર?
જો આપણે ધનુષની ફિલ્મ કેપ્ટન મિલરની વાત કરીએ તો તેનો ફર્સ્ટ લુક 30 જૂને શેર કરવામાં આવ્યો છે, જેમાં ઘણા સૈનિકોના મૃતદેહો એક મેદાનમાં જમીન પર પડેલા જોવા મળે છે અને ધનુષ ત્યાં ઊભો જોવા મળે છે. ધનુષ આ ફિલ્મમાં સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dhanush (@dhanushkraja)

ફર્સ્ટ લુકમાં ધનુષ લાંબા વાળ અને લાંબી દાઢીમાં જોવા મળી રહ્યો છે. ધનુષની આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. કેપ્ટન મિલર સિવાય તાજેતરમાં જ ધનુષે બીજી ફિલ્મની જાહેરાત કરી છે, જેના માટે તેણે રાંઝણાના ડિરેક્ટર આનંદ એલ રાય સાથે હાથ મેળવ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taran Adarsh (@taranadarsh)

તેરે ઇશ્ક માં જોવા મળશે 
થોડા સમય પહેલા, નિર્માતાઓએ એક અનાઉન્સમેન્ટનો વીડિયો જાહેર કર્યો છે. ફિલ્મનું શીર્ષક તેરે ઈશ્ક રાખવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આ એક લવ સ્ટોરી ફિલ્મ બનવા જઈ રહી છે. આ જાહેરાતના વીડિયોએ લોકોમાં ઉત્તેજના વધારી દીધી છે. ધનુષની આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ