બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / અન્ય જિલ્લા / Devarajadham temple in Modasa of Aravalli is the center of faith of many devotees

દેવ દર્શન / ગુજરાતનું એવું મંદિર આગમવાણી સાચી પડી હોય તેવા અનેક દાખલા, નામ છે દેવરાજધામ

Dinesh

Last Updated: 07:20 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

dev Darshan: અરવલ્લી જિલ્લાના મોડાસાના બાજકોટ પાસે શામળાજી-ગોધરા બાયપાસ હાઇવે પર આવેલું દેવરાજધામ મંદિર અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે

વર્તમાનને લઈ ભવિષ્યવાણીનું નામ પડે એટલે સંત દેવાયત પંડિત મહારાજ ને કેવી રીતે ભૂલી શકાય ? સંત દેવાયત પંડિતને તેમના ગુરુ શોભાજી મહારાજ દ્વારા એક વચન હતું કે જે જગ્યા કુંવારીકા ભૂમિ હશે તે જગ્યા પર તમને ત્રિકાળજ્ઞાન થશે અને તમે ભવિષ્યની વાત કરી શકશો.દેવાયત પંડિત અને તેમના પત્ની દેવલદે, કુંવારીકા ભૂમિની શોધમાં અનેક પ્રદેશોમાં ફર્યા અને મોડાસામાં તેમની શોધ પૂર્ણ થઈ. આજે દેવદર્શનમાં દેવાયત પંડિતે જે ભૂમિ પરથી ભવિષ્યની આગમવાણી કરી હતી તે સ્થળ દેવરાજધામ દર્શન કરીશુ.

મંદિરનો ઇતિહાસ સંત દેવાયત પંડિત સાથે જોડાયેલો
અરવલ્લીની ગિરિમાળાઓ પર નયનરમ્ય અને કુદરતીના સાનિધ્યમાં આવેલું છે દેવરાજધામ. અરવલ્લી જિલ્લાના મોડાસાના બાજકોટ પાસે શામળાજી-ગોધરા બાયપાસ હાઇવે પર આવેલું દેવરાજધામ મંદિર અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. દેવરાજધામ મંદિર તેના સુંદર ઇતિહાસ માટે જગવિખ્યાત છે. મંદિરનો ઇતિહાસ આગમવેતા સંત દેવાયત પંડિત સાથે જોડાયેલો છે. આજથી સાડા સાતસો વર્ષ પહેલાં દેવાયત પંડિતે જે જગ્યા પરથી ભવિષ્યની આગમવાણી કરી હતી એ જગ્યા એટલે આજનું દેવરાજધામ.

વર્ષો પહેલાં દેવાયત પંડિતે કરી હતી આગમવાણી
દેવાયત પંડિત મહારાજ સાથે જોડાયેલા ઇતિહાસની વાત કરીએ તો લોક વાયકા મુજબ જૂનાગઢના વંથલી ગામે જન્મેલ દેવાયત પંડિતે રાજસ્થાન,કચ્છ, ગોહિલવાડ સહિતના વિસ્તારોમાં અધ્યાત્મના પ્રચાર માટે પરિભ્રમણ કર્યું હતું.સંત દેવાયત પંડિતને તેમના ગુરુ શોભાજી મહારાજ દ્વારા વચન મળ્યું હતું કે જે જગ્યા કુંવારીકા ભૂમિ હશે તે જગ્યા પર તમને ત્રિકાળજ્ઞાન થશે અને તમે ભવિષ્યની વાત કરી શકશો. ત્યારે દેવાયત પંડિત અને તેમના પત્ની દેવલદે, કુંવારીકા ભૂમિની શોધમાં અનેક પ્રદેશોમાં ફર્યા બાદ મોડાસાના બાજકોટ ગામ ખાતે આવેલ દેવરાજ ટેકરી ઉપર આવીને રોકાયા, જ્યાં તેમના હાથમાં રહેલ જુવારના દાણા પડી જતા તેમાંથી આપો આપ ધાણી ફૂટી અને ત્યાં જ દેવાયત પંડિતે જીવિત સમાધિ લેતા પહેલાં તેમના પત્ની દેવલ દેને આગમવાણી કહી હતી.

આગમવાણી કરી હતી એ જગ્યા આજનું દેવરાજધામ
દેવાયત પંડિતે કરેલી અનેક આગમવાણી સાચી પડી હોય તેવા દાખલા છે. મોડાસાથી ત્રણ કિલોમીટર દૂર અરવલ્લીની ગિરિમાળાઓની ગોદમાં બાજકોટ ગામે આવેલું દેવરાજધામ અરવલ્લી - સાબરકાંઠા જિલ્લા સહિત અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.દેવરાજધામ મંદિર ખાતે ભગવાન રામદેવજીની ચાંદીની સુંદર અને મનમોહક મૂર્તિ બિરાજમાન છે.મોડાસાના દેવરાજધામ ખાતે હાલ દેવાયત પંડિત સાથે આવેલા દશનામ સાધુના 12 મા વંશજ ધનગીરી મહારાજ ભજન અને ભક્તિની ધૂણી આગળ ધખાવી રહ્યા છે. અને ગુરુશિષ્યના નાતે લાખો યુવાનોને વ્યસન મુક્ત કર્યા છે. 

દેવાયત પંડિતે અધ્યાત્મના પ્રચાર માટે પરિભ્રમણ કર્યું  
દેવરાજધામે રામદેવપીરનું મંદિર આવેલું છે. બીજ, પૂનમ અને રવિવારે મંદિરે મોટુ માનવમહેરામણ દર્શન કરવા ઉમટે છે. શ્રદ્ધાળુઓને ભગવાન રામદેવપીરમાં અપાર શ્રદ્ધા હોવાથી તેમના ધાર્યા કામ પૂર્ણ થતી હોવાની માન્યતા છે.ભક્તોની મનોકામના પૂર્ણ થતાં મંદિરે માનતા પૂર્ણ કરી શીશ ઝુકાવે છે. પવિત્ર સ્થળ દેવરાજધામ પર દશનામ સાધુઓની 17 સમાધિઓ આવેલી છે. મંદિર ઉંચાઈ પર આવેલું હોવાથી વિશેષ પ્રાકૃતિક વાતાવરણ ધરાવે છે. દેવાયત પંડિતની જિવીત સમાધિના સ્થળે ધર્મની સાથે અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.વર્ષોથી નિયમિત મંદિરે આવતા ભાવિકો દર્શન કર્યા બાદ મંદિરમાં સેવાનુ કામ કરીને ધન્યતાનો અહેસાસ કરે છે. 


 
દેવરાજધામ ખાતે અનેક પૌરાણિક વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવેલો છે.લાઇબ્રેરીમાં તમામ ધર્મના પુસ્તકો રાખવામાં આવેલા છે. પૂનમના દિવસે ભજન, ભોજન અને સત્સંગ કરી ઉજવણી કરવામાં આવે છે.કુંવારીકા જગ્યાએ દેવાયત પંડિતે જિવીત સમાધી લીધી હતી તે જગ્યા આસ્થાનું પ્રતિક  બન્યુ છે. મોડાસાના દેવરાજધામ ખાતે દર મહિનાની સુદ બીજ અને પૂનમનો અનોખો મહિમા રહેલો છે. વર્ષે મોટામાં મોટી બીજ એટલે કે મહાબીજ,નોમના નેજા ઉત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. 

દેવાયત પંડિતને ગુરુ શોભાજી દ્વારા વચન 
દેવરાજ મંદિરના મહંત ધનેશ્વરગિરિ મહારાજે અરવલ્લી અને સાબરકાંઠાના ગામડાઓમાં જ્યોત પાઠ, ભજન સત્સંગ કરી લોકોમાં ધાર્મિકતા વધારી છે. ધર્મના પ્રચાર પ્રસાર સાથે વ્યસનમુક્તિનું પણ અભિયાન ચલાવાતા હજારો લોકોને વ્યસનના દૂષણમાંથી મુક્ત કર્યા છે. અરવલ્લીના અનેક ગામોના લોકો ભક્તિના માર્ગે વળી વ્યસનને તિલાંજલિ આપી છે.મોટી સંખ્યામાં ભાવિકો ભગવાન રામદેવજીના દર્શને પગપાળા પણ આવે છે.મંદિરે સત્સંગ, ચાર પહોર ભજન અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારો સહિત રાજસ્થાનમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન રામદેવજીના દર્શન કરવા આવે છે. ભગવાન રામદેવજી ભક્તોના ધાર્યા કામ પૂર્ણ કરતા હોવાથી મોડાસાનું દેવરાજધામ અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

વાંચવા જેવું: કોડીનારના 400 વર્ષ પ્રાચીન ચોરવાડી હનુમાન, જ્યાં ગર્ભગૃહમાં સિવેલા વસ્ત્રો પહેરવા પર છે મનાઈ, નામનું રહસ્ય ચોંકાવનારું

આગમવાણી સાચી પડી હોય તેવા અનેક દાખલા 
આજે સાડા સાત દાયકા પહેલાં કરેલી આગમવાણી અક્ષર સ સાચી ઠરી રહી છે. "ધરતી માથે હેમર હાલશે, સુના હશે નગર અને મોઝાર" આ પંક્તિનો અર્થ સમજીએ તો હેમર એટલે લોઢું, લોઢાના વાહનો,ધરતી પર વાહનો ચાલશે,"સુના હશે નગર ને મોઝાર" કોરોના કાળમાં સમગ્ર દેશમાં લૉક ડાઉન હતું ત્યારે આખા દેશમાં શહેરો અને મહોલ્લાઓ સુના સમ જોવા મળ્યા હતા,,"લખમી લૂંટાશે લોકો તણી નહિ એની રાવ કે ફરિયાદ" જેવી આગાહી જ્યારે કોરોના કાળમાં 24 કલાક ધમધમતા શહેરોમાં સન્નાટો છવાઈ જતાં અક્ષર: સાચી પડી હતી,, અને તેમને કરેલી એવી અનેક ભવિષ્યવાણીઓ આજે પણ સાચી પડતી જોવા મળી રહી છે.આવા પ્રખર ભવિષ્યવેતા સંત દેવાયત પંડિતે આ જગ્યા પર જ જીવિત સમાધિ લઈ દેહ ત્યાગ કર્યો હતો ત્યારે આજે આ જગ્યા પર બનાવવામાં આવેલું વિશાળ મંદિર આજના સમયમાં પણ આસ્થાની ધૂણી જગાવીને અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ