બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

logo

GSEB SSC Result 2024: ધો. 10ના પરિણામમાં વિદ્યાર્થિનીઓ અવ્વલ, બે કેન્દ્રોમાં 100 ટકા પરિણામ

VTV / ધર્મ / ગુજરાત / Gir Somnath Kodinar located 400 years old Chorwadi Hanumanji ancient temple

દેવ દર્શન / કોડીનારના 400 વર્ષ પ્રાચીન ચોરવાડી હનુમાન, જ્યાં ગર્ભગૃહમાં સિવેલા વસ્ત્રો પહેરવા પર છે મનાઈ, નામનું રહસ્ય ચોંકાવનારું

Dinesh

Last Updated: 10:08 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: ગીર સોમનાથનાં કોડીનારમાં 400 વર્ષ પહેલાનું ચોરવાડી હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે. મંગળવારે અને શનિવારે સેંકડો શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવે છે.

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર ખાતે 400 વર્ષ પહેલાનું ચોરવાડી હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે. હનુમાનજી અહીં સાક્ષાત બિરાજમાન છે. અનેક ભાવિકો હનુમાનજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. મંગળવારે અને શનિવારે સેંકડો શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવે છે. ભાવિકો દાદાના મંદિરે માનતા રાખે છે અને ચોરવાડી દાદા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનજીનુ નામ કેમ ચોરવાડી હનુમાનજી પડ્યુ. ગીરના કોડીનાર ખાતે બાયપાસ નજીક આવેલું ચોરવાડી હનુમાનજીનું મંદિર અતિ પ્રસિદ્ધ છે. શક્તિ અને ભક્તિના પ્રતિક હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે. ગુજરાત અને દેશમાં હનુમાનજીના સ્વતંત્ર મંદિર બહુ જૂજ હોય છે. જે પૈકીનું એક ચોરવાડી હનુમાનજીનું મંદિર છે. કોડીનાર, ઉના, તલાલા, ગીર સોમનાથ અને સૂત્રાપાડામાં ચોરવાડી હનુમાનદાદાની દર વર્ષે અગિયાર દિવસ રામધૂન કરવામાં આવે છે અને તેની પૂર્ણાહુતિમાં હજારો શ્રદ્ધાળુઓ ભોજન સ્વરૂપે પ્રસાદનો લાભ લે છે.

ચોરવાડી હનુમાનજીનુ સ્વતંત્ર મંદિર 
કોડીનાર બાયપાસ નજીક આવેલા હનુમાનજી મંદિર ઈતિહાસ જોઈએ તો.. વર્ષો પહેલા ગોહિલની ખાણ નામનું નાનકડું ગામ હતું. ગામમાં પાણી અને અન્ય સુવિધાનો વર્ષો સુધી અભાવ હતો. એટલે ગ્રામવાસીઓએ ગામથી ત્રણ ચાર કિલોમીટર દૂર પાણી સહિતની સુવિધાઓ મળી રહે તે જગ્યાએ નવું ગામ વસાવ્યું. નવુ ગામ આજે પણ ગોહિલની ખાણ તરીકે જ ઓળખાય છે. જુના ગામમાં એક ખેતરના શેઢે નાના એવા ટેકરા પર હનુમાનજીની પ્રાચીન મૂર્તિ હતી. અને ગામલોકો દાદાની  પૂજા કરતા હતા. ગામનું સ્થળ બદલ્યું એટલે ગામલોકો હનુમાનજીને પણ મૂળ જગ્યાએથી નવી જગ્યાએ લઈ ગયા. અને  બીજે દિવસે મૂર્તિ ગાયબ હતી. ગ્રામવાસીઓએ તપાસ કરતા ખબર પડી કે હનુમાનજીની મૂર્તિ પોતાની મૂળ જગ્યાએ પહોંચી ગઈ છે.

ગર્ભગૃહમાં સિવેલા વસ્ત્રો પહેરીને જવાની સખ્ત મનાઈ
ગામલોકો ફરીથી હનુમાનજીની મૂર્તિ રાત્રી દરમ્યાન ગાડામાં નવા ગામની જગ્યાએ લઈ ગયા. ફરી બીજે દિવસે પણ સવારે મૂર્તિ મૂળ જગ્યાએ પહોંચી ગઈ. હનુમાનજીની પ્રાચીન મૂર્તિ ખેતરમાંથી ચોરાઈ ગઈ એટલે આ હનુમાનજી 'ચોરવાડી હનુમાન' તરીકે ઓળખાયા. કોડીનાર બાયપાસ નજીક આવેલું ચોરવાડી હનુમાનજીનું મંદિર હાલમાં ઘણું જ વિકસી ગયું છે. 25 વર્ષ પહેલાં રમણગીરી બાપુ મંદિરે આવ્યા. આ જગ્યા પર કોઈ રાત્રી વિતાવી શકતું નહીં. બાપુએ ધ્યાન લગાવીને કહ્યું..નવરાત્રિથી પૂનમ સુધી અહીં અખંડ રામધૂન કરવી પડશે તો આ જગ્યા જાગૃત થશે અને હનુમાનજી પ્રસન્ન થશે. ભક્તોએ રમણગીરી બાપુની વાત સહર્ષ સ્વીકારી, અને રમણગીરી બાપુ મંદિરે સ્થાયી થયા. દર નવરાત્રિથી પૂનમ સુધી મંદિરે અખંડ રામધૂન આજે પણ કરવામાં આવે છે. હનુમાન જયંતિને દિવસે મંદિરે મારૂતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા મંદિરે આવે છે. અને ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. ચોરવાડી હનુમાનજીના મંદિરે પગ મુકતા જ પરમ શાંતિનો અનુભવ ભક્તોને થાય છે. સેંકડો ભાવિકો ચોરવાડી હનુમાનદાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને દાદાની માનતા રાખે છે. કોઈ ખુલ્લા પગે દર્શન કરવા આવે છે તો કેટલાયની જિંદગી દાદાએ બદલી નાખી છે.

વાંચવા જેવું: રાજ્યમાં ફરી ગગડ્યો તાપમાનનો પારો, આગામી 48 કલાક વાતાવરણ રહેશે વાદળછાયું, તો ઠંડી વધશે કે ઘટશે?

ગર્ભગૃહમાં ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને જ પ્રવેશ 
મંદિરની એક વિશેષતા છે કે મંદિરનાં ગર્ભગૃહમાં સિવેલા વસ્ત્રો પહેરીને જવાની સખ્ત મનાઈ છે.કોઈ કારણોસર કોઈને પણ ચોરવાડી હનુમાનજી મંદિરનાં ગર્ભગૃહમાં પ્રવેશ કરવો પડે તેમ હોય ત્યારે ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે. અનેક લોકોને દાદાએ બીમારીમાંથી મુક્તિ અપાવી છે. ઘણા ભક્તોએ ચોરવાડી દાદામાં અતૂટ શ્રદ્ધા રાખી શૂન્યમાંથી સર્જન કર્યું છે. પ્રેમભાવથી જે કોઈ ચોરવાડી હનુમાનજીનાં શરણે આવે છે તેને દાદા ક્યારેય નિરાશ નથી કરતા. હનુમાનજીની કુદરતી પ્રાચીન મૂર્તિ દૈદીપ્યમાન છે. સાક્ષાત હનુમાનજીની આણ વર્તાય છે. કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જાને મંદિરે કોઈ જ સ્થાન નથી. મંદિર આસપાસનો વિસ્તાર ચોરવાડી હનુમાનજીની શક્તિથી વ્યાપ્ત છે...પ્રાચીન ચોરવાડી હનુમાનદાદાના ભક્તો વર્ષોથી નિયમિત દર્શને આવી શાંતિનો અનુભવ કરે છે. દાદાની આરતી દર્શનીય હોય છે. આરતી સમયે મંદિરનુ વાતાવરણ ભક્તિમય બની જાય છે. ધૂપ મંદિરને સુવાસીત કરે છે અને ઢોલ નગારાથી મંદિર ગુંજી ઉઠે છે. દાદાની આરતી ભક્તોમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ