બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / delhi riots crpf personnel donate blood at gtb hospital

પોલીસ / દિલ્હીની હિંસામાં ઈજાગ્રસ્તો માટે પોલીસના જવાનોએ જે કર્યુ તેની માટે સો સલામ

Mehul

Last Updated: 10:26 PM, 27 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હીના રસ્તાઓ પર જ્યારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના વિરોધી અને સમર્થક વચ્ચે ઘર્ષણ થયું તો હિંસામાં ઘણા ઘરોનો દિપક બુઝાઇ ગયો. કોઇએ પોતાનાને ગુમાવ્યા તો કોઇ પોતાનાને હોસ્પિટલમાં મોત અને જિંદગીની વચ્ચે લડી રહ્યા છે. દિલ્હીના રસ્તાઓ પર હેડ કોન્સ્ટેબલ રતન લાલની તોફાની તત્વોએ જીવ લઇ લીધો, તો ગંભીર રુપે ઘાયલ ડીસીપી અમિત શર્માની હોસ્પિટલમાં હજુ પણ સારવાર ચાલી રહી છે.

  • દિલ્હીવાસીઓના જીવ બચાવવા માટે CRPFના 1500 જવાનોએ રક્તદાન કર્યું
  • 30થી વધારે સીઆરપીએફ જવાનોએ જીટીબી હોસ્પિટલમાં રક્તદાન કર્યું છે
  • CRPFના 1500 સુરક્ષા કર્મીઓએ એમ્સ તરફથી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો

આવી સ્થિતિમાં પેરા-મિલિટ્રી ફોર્સ ઉત્તર-પૂર્વી દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારમાં સુરક્ષા આપી રહી છે ત્યારે દિલ્હીવાસીઓના જીવ બચાવવા માટે સીઆરપીએફ (CRPF)ના 1500 જવાનોએ પોતાનું લોહી આપ્યું છે.

30થી વધારે સીઆરપીએફ જવાનોએ જીટીબી હોસ્પિટલમાં રક્તદાન કર્યું છે જેથી ઘાયલોની સારવાર માટે લોહીની અછત ન થાય. અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે પેરામિલિટ્રીના 50 જવાનોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જેમાથી 34 જવાનોએ રક્તદાન કર્યું. બાકી જવાનોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. 

 

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, જીટીબી હોસ્પિટલના બ્લડ બેન્કમાં પર્યાપ્ત બ્લડ મળી રહે તેના માટે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું. જ્યાં મંગળવારથી દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસામાં ઘાયલ થયેલા લોકોને ભરતી કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે હિંસામાં મરનાર લોકોની સંખ્યા ગુરુવારે વધીને 38 થઇ ગઇ અને 200થી વધારે લોકો ઘાયલ છે. 

આ દરમિયાન સીએપીએફના 1500 સુરક્ષા કર્મીઓએ એમ્સ તરફથી આયોજિત કેમ્પમાં ગુરુવારે બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો. સીએપીએફના અંતર્ગત આવનારી સીઆરપીએફ, બીએસએફ, સીઆઇએસએફ અને આઇટીબીપીના કર્મીઓએ બ્લડ ડોનેટ કર્યું છે. સીએપીએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમા સીઆરપીએફના 500 કર્મી, સીઆઇએસએફના 400, બીએસએફના 350 અને આઇટીબીપીના 100 સુરક્ષા કર્મીઓને બ્લડ ડોનેટ કર્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ