બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Delhi High Court stays the re-election of the members of the Standing Committee of MCD

રાજનીતિ / AAPની મનમાની ન ચલાવી હાઈકોર્ટે, તગડો ફટકો આપતાં કહ્યું- ફરી નહીં થાય સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી

Hiralal

Last Updated: 05:22 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે એમસીડીની સ્ટેન્ડિંગ કમિટીની ફરી ચૂંટણી પર સ્ટે મૂકીને મેયર શૈલી ઓબેરોયને બેલેટ પેપર, મતદાન પેટી, સીસીટીવી ફૂટેજ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

  • દિલ્હી હાઈકોર્ટે એમસીડીની સ્ટેન્ડિંગ કમિટીની ફરી ચૂંટણી પર મૂક્યો સ્ટે
  • શુક્રવારે એમસીડીમાં ભારે હોબાળા થતા મેયરે ફરી ચૂંટણીનો આદેશ આપ્યો હતો
  • ફરી ચૂંટણીના મેયરના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો 
  • હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની વિરૃદ્ધમાં આપ્યો ચુકાદો 

શુક્રવારે દિલ્હી નગર નિગમમાં થયેલા હોબાળા બાદ સ્ટેન્ડિંગ કમિટીની ફરી ચૂંટણી કરાવવાની મેયર જાહેરાત કરી હતી. મેયર શૈલી ઓબેરોયના ફરી ચૂંટણીના નિર્ણયની સામે ભાજપ કાઉન્સિલરો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યાં હતા અને ફરી ચૂંટણી ન થાય તેવો હાઈકોર્ટ પાસેથી ઓર્ડર માગ્યો હતો. હવે હાઈકોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપીને મેયરને સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી ફરી ન કરાવવાનો ઓર્ડર આપીને બેલેટ પેપર, સીસીટીવી ફૂટેજ અને ઉપલબ્ધ અન્ય કોઈ પણ માહિતી જાળવી રાખવાનું જણાવ્યું છે. 

ભાજપના કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટી ચૂંટણીમાં લગાવ્યો ગોટાળાનો આરોપ 
ભાજપના કાઉન્સિલર શિખા રોય અને કમલજીત સેહરાવતે એમસીડીમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીમાં ગરબડનો આરોપ લગાવતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી વખતે મેયર શૈલી ઓબેરોય દ્વારા એક મતને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો, જેનો ભાજપે વિરોધ કર્યો હતો. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આપ નેતા સૌરભ ભારદ્વાજ અને મેયર શૈલી ઓબેરોય પણ હાજર રહ્યા હતા. જસ્ટિસ ગૌરાંગ કંઠની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટે રાહુલ મહેરાને પૂછ્યું- નિયમોમાં મેયર પાસે ફરીથી ચૂંટણીનો આદેશ આપવાની સત્તા છે? આ સવાલના જવાબમાં મેયરે કહ્યું- રિટર્નિંગ ઓફિસર મેયર હોય છે અને તેમનો નિર્ણય આખરી હોય છે.

ભાજપના કાઉન્સિલરોએ શું દલીલ કરી 
ભાજપના કાઉન્સિલરો વતી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી હાજર રહ્યા હતા. તેમણે એવી દલીલ કરી કે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, મતગણતરી થઈ ગઈ છે. જેથી આ મેયર મત ગણતરી ન રોકી શકે. કેટલાક મતોની ગણતરી કરવામાં આવી છે, પરંતુ હવે તેઓ ફરીથી મતદાન કરવા માગે છે. મેયરને મતગણતરી પ્રક્રિયા સાથે અસંમત થવાનો અધિકાર નથી. હું સૂચન કરીશ કે કોર્ટ સી.સી.ટી.વી. ફૂટેજ અને બેલેટ પેપર્સ માંગે. આ વાત સાથે સહમત થતાં કોર્ટે મેયરને સીસીટીવી ફૂટેજ અને બેલેટ પેપર સાચવવાનો આદેશ આપ્યો હતો.

MCDમાં ભાજપ અને AAP કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર મારામારી

દિલ્હી એમસીડી હાઉસમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. ગૃહની અંદર આવું દ્રશ્ય જોઈને એવું લાગતું હતું કે જાણે આ યુદ્ધનું મેદાન હોય. ભાજપ અને આપના કાઉન્સિલરોએ એકબીજાને જોરદાર માર માર્યો હતો, કપડાં ફાડી નાખ્યા હતા. મેયર ડો.શૈલી ઓબેરોયે આરોપ લગાવ્યો હતો કે ભાજપના કેટલાક સભ્યોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેમના સાથી આશુ ઠાકુર પર ભાજપના કાઉન્સિલરે પણ હુમલો કર્યો હતો. આપના ધારાસભ્ય આતિશીએ આરોપ લગાવ્યો હતો કે આશા ઠાકુરને તેમનો દુપટ્ટો પકડીને સ્ટેજ પરથી ખેંચીને ગૃહના એક્ઝિટ ગેટ પર લઈ જવામાં આવી હતી. મેયર ડો.શૈલી ઓબેરોયે જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીઓ શરૂ થાય તે પહેલાં ભાજપે જે શરતો મૂકી હતી તેને અમે સ્વીકારી લીધી હતી અને તેમની શરતો મુજબ ચૂંટણી શરૂ કરી હતી. ચૂંટણી બાદ મતગણતરી સમયે ભાજપે જોયું કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે, જેના કારણે તેઓ હંગામો કરવા લાગ્યા.

ભાજપના કાઉન્સિલરોએ મને ધક્કો માર્યો: શૈલી ઓબેરોય
મેયર શૈલી ઓબેરોયે જણાવ્યું હતું કે જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે ભાજપના કાઉન્સિલરોનું એક જૂથ, ખાસ કરીને અર્જુન મારવાહ, ચંદન ચૌધરી અને રવિ નેગી અન્ય લોકો સાથે સ્ટેજ પર આવ્યું હતું. ચંદન ચૌધરીએ મારી ખુરશી ખેંચી અને મને ધક્કો માર્યો, જેના કારણે હું પડી ગઈ. હું તેમની (ભાજપના કાઉન્સિલરો) વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. મેયર શૈલી ઓબેરોયે જણાવ્યું હતું કે, "ભાજપના કાઉન્સિલરોએ તમામ વોટિંગ પેપર્સ ફાડી નાખ્યા હતા અને હવે ફરીથી સ્થાયી સમિતિની ચૂંટણી યોજવાની જવાબદારી મારી છે. અમે ગૃહને 27 ફેબ્રુઆરી માટે મુલતવી રાખ્યું છે અને તે જ દિવસે ફરીથી ચૂંટણી યોજાશે.


જો પરિણામો આવી ગયા છે, તો ફરીથી ચૂંટણી કેમ?
ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, "જ્યારે શાંતિપૂર્ણ ચૂંટણી હતી અને પરિણામો આવી ગયા છે, તો પછી ફરીથી ચૂંટણી કેમ? ભાજપના ત્રણ સભ્યો જીત્યા, આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યો જીત્યા, એક હાર્યો. આ ચૂંટણી ચોથા હારેલાને જીતવા માટે કરવામાં આવી રહી છે. અરાજકતા માટે જાણીતી આમ આદમી પાર્ટી હવે ભ્રષ્ટાચાર અને બેઇમાની માટે જાણીતી બનશે. વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે અમે આ અંગે ચૂપ બેસી રહેવાના નથી. અમે તેમની સામે કાનૂની કાર્યવાહી કરીશું અને અમે ચૂંટણીને મંજૂરી આપીશું નહીં. જે પરિણામો આવ્યા છે તે જાહેર કરવા પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ