બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Delhi High Court Not keeping Vrat for husband on Karva Choth not cruelty: 'Divorce cannot be granted on this ground'

ટીપ્પણી / કરવા ચોથ પર પતિ માટે વ્રત ન રાખવો એ કોઈ ક્રૂરતા નથી: હાઈકોર્ટે કહ્યું, 'આ આધારે છૂટાછેડા ન આપી શકાય'

Megha

Last Updated: 11:32 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેમિલી કોર્ટના છૂટાછેડા આપવાના નિર્ણય સામે પત્નીની અપીલ પર પોતાનો ચુકાદો આપતાં દિલ્હી હાઈકોર્ટે ટીપ્પણી કરી કે 'કરવા ચોથ પર ઉપવાસ ન કરવો એ કોઈ ક્રૂરતા નથી'

  • 'કરવા ચોથ પર ઉપવાસ ન કરવો એ કોઈ ક્રૂરતા નથી'
  • દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયા કરી ટીપ્પણી 
  • 'આ કારણ વૈવાહિક બંધનોને તોડવા માટે પૂરતું નથી'

દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, 'કરવા ચોથ પર ઉપવાસ કરવો કે ન કરવો એ જે-તે વ્યક્તિની પસંદગી છે અને તે ક્રૂરતા સમાન નથી. આને વૈવાહિક સંબંધોમાં ક્રૂરતા ગણી શકાય નહીં અને માત્ર આના આધારે છૂટાછેડા આપી શકાય નહીં.'

ફેમિલી કોર્ટના છૂટાછેડા આપવાના નિર્ણય સામે પત્નીની અપીલ પર પોતાનો ચુકાદો આપતાં જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને નીના બંસલ કૃષ્ણાની ડિવિઝન બેન્ચે કહ્યું કે 'અલગ-અલગ ધાર્મિક માન્યતાઓનું પાલન કરવું અને અમુક ધાર્મિક ફરજોનું પાલન ન કરવું એ ક્રૂરતા નથી અને આ કારણ વૈવાહિક બંધનોને તોડવા માટે પૂરતું નથી.' 

જોકે, કોર્ટે અન્ય કારણો દર્શાવીને ફેમિલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો જેમાં પતિ દ્વારા છૂટાછેડાની અરજીને મંજૂરી આપવામાં આવી હતી કારણ કે તથ્યો પરથી એ સ્પષ્ટ હતું કે પત્નીને "પતિ અને તેમના વૈવાહિક બંધન માટે કોઈ માન નથી."

આ પતી-પત્નીના લગ્ન વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા અને 2011 માં લગ્નથી એક પુત્રીનો જન્મ થયો હતો. જો કે, પતિએ કહ્યું કે લગ્નની શરૂઆતથી જ પત્નીનું વર્તન સારું ન હતું અને તેણીને તેની વૈવાહિક ફરજો નિભાવવામાં કોઈ રસ નહોતો.પતિએ એમ પણ કહ્યું કે 2009માં કરાવવા ચોથના દિવસે પત્ની તેના પર ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે તેનો ફોન રિચાર્જ ન કરાવ્યો હોવાથી ઉપવાસ ન કરવાનો નિર્ણય લીધો હતો.

આ સાથે જ પત્ની પર એવો પણ આરોપ છે એપ્રિલમાં જ્યારે પતિ બીમાર પડ્યો હતો ત્યારે પત્નીએ તેની કાળજી લેવાને બદલે તેના કપાળ પરથી સિંદૂર કાઢી નાખ્યું, બંગડીઓ તોડી નાખી અને સફેદ સૂટ પહેર્યો અને જાહેરાત કરી કે તે વિધવા બની ગઈ છે.

કોર્ટે તમામ તથ્યોને ધ્યાનમાં લીધા અને જણાવ્યું કે પત્નીનું આચરણ તેમજ હિંદુ સંસ્કૃતિમાં પ્રચલિત રિવાજોનું પાલન ન કરવો એ તેનો નિર્ણય છે. જે પતિ પ્રત્યેના પ્રેમ અને આદરની નિશાની છે, અને તેનો આ નિર્ણય એ નિષ્કર્ષને સમર્થન આપે છે કે તેણીને તેના પતી પ્રત્યે જરા પણ માન નથી. 

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પતિ માટે તેના જીવનકાળ દરમિયાન તેની પત્નીને વિધવા જેવો વ્યવહાર થતો જોવાથી વધુ દુઃખદાયક અનુભવ કોઈ હોઈ શકે નહીં, હાઈકોર્ટે કહ્યું, “નિઃશંકપણે, અપીલકર્તા/પત્નીના આવા વર્તનને પ્રતિવાદી/પતિ પ્રત્યે અત્યંત ક્રૂરતાના કૃત્ય તરીકે જ ગણી શકાય.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ