બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / વડોદરા / Delhi DyCM Manish Sisodia visits Vadodara

આરોપ-પ્રત્યારોપ / 'જેટલી તપાસ કરવા માંગો એટલી કરી લો, કંઈ મળવાનું નથી' : વડોદરામાં દિલ્હીના DyCM મનિષ સિસોદિયાનું નિવેદન

Vishnu

Last Updated: 09:06 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં દિલ્લી અને ગુજરાતની શાળાઓનુ એક્ઝિબિશન બતાવાયું, ગુજરાતમાં ભાજપ 27 વર્ષમાં સારી શાળા ન બનાવી શકી: મનીષ સિસોદિયા

  • દિલ્લી DyCM મનિષ સિસોદિયા સામે આક્ષેપનો મામલો
  • અમે શાળાઓને મામલે કોઇ જ ગેરરીતિ નથી કરીઃ મનિષ સિસોદિયા
  • મારી સામે જેટલી તપાસ કરવા માગો તેટલી કરી શકો છોઃ મનિષ સિસોદિયા

દિલ્લી DyCM મનિષ સિસોદિયા આજે વડોદરાના પ્રવાસે હતા. તે દરમિયાન તેમણે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ થયેલી કાર્યવાહી મામલે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે પહેલા પણ મારા ઘરે CBIની ટીમ મોકલી હતી. જેટલી તપાસ કરવા માગો તેટલી કરી શકો છો.ત્યારે પણ કઈજ મળ્યું ન હતું હવે તપાસ કરાવશે તો પણ નહી મળે કારણ કે હાલ એવા આરોપો મુકાઇ રહ્યા છે કે અમે શાળાઓ બનાવાયમાં ભ્રષ્ટાચાર કર્યો છે પણ આપને કહી દઉ કે કોઇ જ ગેરરીતિ નથી કરી આ વખતે પણ તપાસમાં કંઇ મળવાનું નથી.સવાલ એ છે કે ગુજરાતમાં શાળાઓ ખખડધજ છે તેની તપાસ કેમ થતી નથી.

'ગુજરાતમાં ભાજપ 27 વર્ષમાં સારી શાળા ન બનાવી શકી'
મનીષ સિસોદિયાના ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે વડોદરામાં દિલ્લી અને ગુજરાતની શાળાઓનુ એક્ઝિબિશન બતાવાયુ, ગુજરાતમાં  27 વર્ષના ભાજપના સાશનની શાળા બતાવવામાં આવી તેની સામે  દિલ્લીની શાળાઓ પણ બતાવવામાં આવી. ગુજરાતમાં ભાજપ 27 વર્ષમાં સારી શાળા ન બનાવી શકી હોવાનો દાવો કરી કહ્યું કે જો દિલ્લીમાં 5 વર્ષમાં શાળાની સ્થિતિ બદલાઈ શકતી હોય તો ગુજરાતમાં કેમ નહી ?

અમે ડેટા સેન્ટર નહી પણ દિલ્હીની શાળા બતાવીએ છીએ: મનીષ સિસોદિયા
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 અને 2 જૂન દરમિયાન બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના તમામ શિક્ષણમંત્રીઑ હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતના ડેટા સેન્ટરની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. જે બાબતે વાત કરતાં મનીષ સિસોદિયાએ કહ્યું કે ન્યુ એજ્યુકેશન પોલિસી પર દેશના તમામ શિક્ષામંત્રીઓને ગુજરાત બોલાયા. ન્યુ એજ્યુકેશન પોલિસી ચર્ચા બાદ તમામ મંત્રીને ગુજરાત બતાવવામાં આવ્યુ પણ એક પણ મંત્રીને ગુજરાતની શાળા બતાવવામાં ન આવી. ગુજરાતમાં એક પણ શાળા લોકોને બતાવવાને લાયક નથી. દિલ્લીમાં કોઈ આવે ત્યારે અમે ડેટા સેન્ટર નહી પણ શાળા બતાવીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ