બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Assembly Election 2024 / ન કોઈ ઘર ન કોઈ કાર, અરવિંદ કેજરીવાલ પાસે માત્ર 50000 રૂપિયા રોકડા, જાણો કુલ કેટલી સંપત્તિ

દિલ્હી ચૂંટણી / ન કોઈ ઘર ન કોઈ કાર, અરવિંદ કેજરીવાલ પાસે માત્ર 50000 રૂપિયા રોકડા, જાણો કુલ કેટલી સંપત્તિ

Last Updated: 09:57 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejariwal Net Worth : ચૂંટણી એફિડેવિટ અનુસાર અરવિંદ કેજરીવાલ પાસે 50,000 રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પાસે 42,000 રૂપિયા રોકડા

Arvind Kejariwal Net Worth : દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હાલ મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. જે મુજબ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે 1 કરોડ 73 લાખ રૂપિયાની સ્થાવર મિલકત છે. તેમની પત્નીના નામે કુલ સ્થાવર મિલકત 2 કરોડ 10 લાખ રૂપિયા છે.

અરવિંદ કેજરીવાલની જંગમ સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ જંગમ સંપત્તિ 3 લાખ 46 હજાર રૂપિયાથી વધુ છે, જ્યારે તેમની પત્નીના નામે જંગમ સંપત્તિ 1 કરોડ 89 હજાર રૂપિયા છે. આવી સ્થિતિમાં જોવામાં આવે તો અરવિંદ કેજરીવાલની કુલ સંપત્તિ 1 કરોડ 77 લાખ રૂપિયાની આસપાસ છે. જ્યારે તેમની પત્ની પાસે કુલ 3 કરોડ 99 લાખ રૂપિયાની સંપત્તિ છે.

અરવિંદ કેજરીવાલ પર કોઈ દેવું નથી

ચૂંટણી એફિડેવિટ અનુસાર અરવિંદ કેજરીવાલ પાસે 50,000 રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પાસે 42,000 રૂપિયા રોકડા છે. અરવિંદ કેજરીવાલના નામે કોઈ કાર નથી, જ્યારે તેમની પત્નીના નામે મારુતિ બલેનો કાર છે. આ સિવાય સુનીતા કેજરીવાલના નામે ગુરુગ્રામમાં એક ફ્લેટ છે. પતિ-પત્ની બંનેના નામે કોઈ લોન નથી.

કેજરીવાલની પત્નીના નામ પર છે ઘર

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના નામે ઘર નથી. આ ઘર તેમની પત્ની સુનીતા કેજરીવાલના નામે છે, જેની વર્તમાન બજાર કિંમત 1.5 કરોડ રૂપિયા છે. અરવિંદ કેજરીવાલ પાસે બિનખેતીની જમીન પણ છે, જેની કિંમત 1 કરોડ 70 લાખ રૂપિયા છે. અરવિંદ કેજરીવાલે શેરબજારમાં કે બીજે ક્યાંય કોઈ પ્રકારનું રોકાણ કર્યું નથી . તેમની પત્ની પાસે 25 લાખ 92 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના છે. પતિ-પત્નીના નામે પીપીએફમાં એક ખાતું પણ છે, જેમાં 26 લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે.

વધુ વાંચો : દિલ્હીમાં વસતા ગુજરાતીઓ માટે સસ્તામાં ઘર ખરીદવાનો મોકો, 7000થી વધારે ફ્લેટનું બુકિંગ શરૂ

પ્રવેશ વર્માએ પોતાની સંપત્તિનો પણ ખુલાસો કર્યો

અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપે અહીંથી પ્રવેશ વર્માને ટિકિટ આપી છે. તેણે બુધવારે નોમિનેશન પણ ભર્યું અને પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો, જે મુજબ પ્રવેશ વર્મા પાસે લગભગ 95 કરોડ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Assembly Elections Arvind Kejariwal Net Worth Arvind Kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ