બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / 'Defense cooperation is a strong pillar of our relations' PM Modi's statement after bilateral meeting with French President Macron

બેઠક / 'રક્ષા સહયોગ આપણાં સંબંધોનો મજબૂત સ્થંભ' ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ PM મોદીનું નિવેદન

Vishal Khamar

Last Updated: 11:00 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સે પીએમ મોદીને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. પીએમએ આ માટે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે
  • ફ્રાન્સ સમગ્ર વિશ્વમાં શાંતિ માટે જાણીતું છેઃ પીએમ મોદી
  • મને મળેલું સર્વોચ્ચ સમ્માન 140 કરોડ ભારતીયોનું સન્માન છેઃ વડાપ્રધાન

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે ફ્રાન્સ સમગ્ર વિશ્વમાં શાંતિ માટે જાણીતું છે.  તે ફ્રાન્સ આવીને ગર્વ અનુભવી રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું, "ગઈકાલે મને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે.  તે સમગ્ર 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ વિશ્વ માટે 'સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા'નું પ્રતીક છે.  ભારત અને ફ્રાન્સ હંમેશા આતંકવાદ સામેની લડાઈમાં એકબીજાનાં સાથીઓ છે. "

મેક ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું, “રક્ષા સહયોગ અમારા સંબંધોનો મૂળભૂત આધારસ્તંભ છે.  તે બંને દેશો વચ્ચેના ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાન્સ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. સબમરીન હોય કે નૌકાદળના જહાજો, અમે માત્ર આપણા પોતાના માટે જ નહીં. પરંતુ ત્રીજા મિત્ર દેશોના સહયોગ માટે પણ સાથે મળીને કામ કરવા માંગીએ છીએ.

માર્સેલીમાં નવું કોન્સ્યુલેટ ખુલશે
મોદીએ કહ્યું કે અમે માર્સેલી શહેરમાં નવું ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલીશું. ફ્રાન્સમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના લોકોને લાંબા ગાળાના વિઝા આપવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. વડાપ્રધાને ફ્રેન્ચ યુનિવર્સિટીઓને ભારતમાં તેમના કેમ્પસ સ્થાપવા આમંત્રણ પણ આપ્યું હતું.
'દેશોએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે'
વડાપ્રધાને કહ્યું, "અમે માનીએ છીએ કે તમામ વિવાદો સંવાદ  દ્વારા ઉકેલવા જોઈએ. ભારત સ્થાયી શાંતિની પુનઃસ્થાપના માટે યોગદાન આપવા તૈયાર છે. કોવિડ રોગચાળા અને યુક્રેન સંઘર્ષની અસરો સમગ્ર વિશ્વમાં અનુભવાઈ છે. ત્યારે દક્ષિણ વિશ્વના દેશો પર આની ખાસ કરીને નકારાત્મક અસર પડી છે. તે ચિંતાનો વિષય છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે તમામ દેશોએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે.

રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શું કહ્યું
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું, "મને અહીં પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં પંજાબ રેજિમેન્ટને જોઈને ગર્વ છે. અમે એક ઐતિહાસિક માન્યતાના આધારે આગળ વધી રહ્યા છીએ. ભારત અને ફ્રાન્સ મળીને વૈશ્વિક સંકટોનું સમાધાન શોધી શકે છે. અમે યુવાઓને નહી ભૂલી શકીએ. 2030 સુધી અમે 30000 ફ્રાન્સનાં વિદ્યાર્થીઓને ભારત મોકલવા માંગીએ છીએ. 
ઇમેન્યુઅલ મેક્રો વધુમાં કહ્યું, "ફ્રાન્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા યુવા ભારતીયો માટે અમે અનુકૂળ વિઝા નીતિ રાખવા માંગીએ છીએ. અમે વિશ્વને આંતરરાષ્ટ્રીય સમુદાયના અસ્વીકારથી બચાવવા માંગીએ છીએ અને તેથી જ અમે પેરિસ એજન્ડા અપનાવ્યા છે. તેમજ અમે બધા શાંતિ અને વિકાસ તરફ દોરી જાય તેવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સ્થાપના ઈચ્છીએ છીએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ