બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / મનોરંજન / Extra / deepika-padukone-security-beef-up-on-padmavati-row-nose-cut

NULL / પદ્માવતી વિરોધ: દીપિકાની વધારવામાં આવી સુરક્ષા નાક કાપી નાખવાની મળી હતી ધમકી

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પદ્માવતી વિવાદમાં દીપિકા પાદુકોણને કરણી સેનાની તરફથી નાક કાપી નાખવાની ઘમકી મળ્યા પછી મુંબઇ પોલીસે તેની સુરક્ષામાં વધારો કરી દીઘો છે દીપિકાના મુંબઈના ઘર અને ઑફિસમાં પોલીસ પ્રોટેક્શન વધારી દેવાયું છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાજપૂત કરણી સેનાના મહિપાલ સિંહ મકરાનાએ દીપિકાનું નાક કાપી નાખવાની ધમકી આપી હતી. તેમણે એક વીડિયોમાં કહ્યુ કે ''રાજપૂત ક્યારેય મહિલાઓ પર હાથ નથી ઊઠાવતા પણ જરૂર પડી તો અમે દીપિકા સાથે એ જ કરીશું જે લક્ષ્મણે શૂર્પણખા સાથે કર્યું હતુ.''

વિવાદને ધ્યાનમાં રાખીને વિવાદને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ભણશાલીની સિક્યોરિટી પણ વધારી દીધી છે. પહેલા ભણસાલીના ઘર અને જુહૂ સ્થિત ઑફિસ બહાર પોલીસ પ્રોટેક્શન હતુ. હવે ભણશાલી સાથે બે ગનમેન 24 કલાક તૈનાત કરવામાં આવ્યા છે. આ સુરક્ષા ભણસાલીને ત્યાં સુધી આપવામાં આવશે જ્યાં સુધી તેમના પર ખતરો તોળાઈ રહ્યો છે. આ સાથે જ ભણસાલીના ઘર બહાર પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ ફિલ્મ મેકર્સ પર આરોપ લગાવતા કહ્યું કે ભાષણની સ્વતંત્રતા નિરપેક્ષ નથી. અભિવ્યક્તિ એ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે પરંતુ તે એક મર્યાદામાં હોય તો તે વધારે સારુ. તેમણે જણાવ્યું ફિલ્મ મેકર્સે સાંસ્કૃતિક સંવેદનશીલતા જાળવવાની જરૂર છે. ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ ન કરી શકાય. લોકોને ફિલ્મથી નારાજ થવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આખા દેશમાં પદ્માવતી સામે વિવાદ ઉઠ્યો હતો.

શું છે વિવાદ:

અનેક મુદ્દે વિવાદ થયો છે. આરોપો અનુસાર આ ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખિલજીને બઢાવી-ચઢાવીને રજૂ કરવામાં આવ્યો છે. ખિલજી અને રાણી પદ્મિની વચ્ચે ડ્રીમ સિક્વન્સ શૂટ કરાઈ છે. રાજપૂતોનું માનવું છે કે પદ્માવતીને જે રીતે દર્શાવવામાં આવી છે તે રીતે રાજપૂત કે રાજપરિવારમાં નથી હોતું. ઘૂમર ડાન્સમાં પણ રાજપૂત સમાજને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. પુરૂષો સામે રાણીઓ ડાન્સ નહતી કરતી.

આ ફિલ્મ 700 વર્ષ પહેલાની એક વાર્તા પર બની રહી છે. હિંદી કવિ માલિક મોહમ્મદ જાયસીએ પદ્માવતી લખી હતી. તેમાં રાણે પદ્મિની અને ખિલજીનો ઉલ્લેખ છે. કેટલાક લોકો આ વાતને ખોટી ગણે ચછે તો કેટલાક લોકો તેણે એતિહાસિક વાર્તા ગણે છે. કહેવાય છે કે ખિલજીએ રાણી પદ્મિનીમાં આસક્તિ થઈ ગઈ હતી અને આથી જ તેણે મેવાડ પર હુમલો કરી દીધો હતો અને રાણી પદ્માવતીએ 16000 રાજપૂત મહિલાઓ સાથે જોહર કરી લીધું હતું.

સ્પષ્ટતા આપી ચૂક્યા છે ભણસાલી:

તમને જણાવી દઇએ કે પદ્માવતીમાં અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્મિની વચ્ચેના ડ્રીમ સિકવન્સને લઇને વિવાદ હતો જેમાં મેકર્સની તરફથી એક સ્પષ્ટતા કરવામાં આવી છે. ભણસાલીએ હાલમાં સોશ્યલ મીડિયામાં એક વખત ફરી કહ્યુ કે ''ફિલ્મમાં આ પ્રકારનું કોઇ સિકવન્સ નથી આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે.''

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ