બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Decision of South Gujarat Textile Processors Association, price increase of Rs. 1 per meter in job work

કોલસાની અસર / સાઉથ ગુજરાત ટેક્સટાઇલ એસો.નો નિર્ણય, જોબવર્કમાં પ્રતિ મીટરે રૂપિયા 1 નો કર્યો ભાવ વધારો, કપડાં થઈ શકે મોંઘા

Vishnu

Last Updated: 11:49 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, મીટરે 1 રૂપિયાનો ભાવ વધારવાનો સર્વાનુમતે કર્યો નિર્ણય

  • સાઉથ ગુ. ટેક્સટાઇલ પ્રો. એસો.નો નિર્ણય 
  • 1 લી એપ્રિલથી પ્રોસેસિંગના ચાર્જમાં વઘારો 
  • કોલસાના વઘતા ભાવની અસર

મોંઘવારીના મારની અસર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર પણ વર્તાઈ છે...આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવતા કોલસાના ભાવમાં ફરી ધરખમ વધારો થતાં તેની વિપરીત અસર ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોવા મળી રહી છે...કરો યા મરો પરિસ્થિતિનું નિર્માણ સુરત ટેક્સટાઇલ પ્રોસેસર્સો માટે થયું છે...ત્યારે દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશને પ્રોસેસિંગ ચાર્જમાં ભાવ વધારવાનું નક્કી કર્યું છે...આગામી 1 લી એપ્રિલથી પ્રોસેસિંગ ચાર્જ એટલેકે જોબવર્કમાં પ્રતિ મીટરે રૂપિયા 1 નો ભાવ વધારો કરવાનો નિર્ણય કરાયો છે

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનની મળી હતી મિટિંગ
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશનની ( SGTPA ) સામાન્ય સભા યોજાઈ હતી . જેમાં સર્વાનુમતે તા .૧ લી એપ્રિલથી પ્રોસેસિંગ ચાર્જ એટલેકે જોબવર્કમાં પ્રતિ મીટરે રૂા . ૧ નો ભાવ વધારો નક્કી કરવામાં આવ્યો છે . ભાવ વધારાના કારણ અંગે પ્રોસેસર્સ એસો.એ જણાવ્યું કે કાપડ બનાવવા માટે મિલોમાં વપરાતો કોલસોના ભાવ ફરી એક વખત આસમાને પહોંચી રહ્યો છે.કોલસાનો ભાવ સતત વધી રહ્યો છે.તે ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ફક્ત કોલસાનો નહીં પરંતુ લેબરનો પગાર મશીનરી બનાવવા માટે વપરાતા સ્ટીલ , કેમિકલના ભાવ સહિત અન્ય રો મટિરિયલના ભાવમાં પણ વધારો થયો છે . તેની સામે જોબચાર્જના ભાવમાં કોઈ ખાસ ભાવ વધારો થયો નથી . તેથી ઉદ્યોગો મોટાપાયે નુકસાન સહન કરીને પણ યુનિટો ચલાવતા હતા . 

સર્વાનુમતે ભાવમાં કોઈ બાંધછોડ ન કરવા તાકીદ
પરંતુ હવે ફેક્ટરી બંધ ન કરવી પડે તે માટે દ.ગુ.ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસો . દ્વારા જોબ ચાર્જમાં ભાવ વધારો નક્કી કરાયો છે . જોબચાર્જના ભાવ વધારવામાં આવેલ ભાવો બાબતે કેટલાક યુનિટો બાંધછોડ કરીને હરિફાઈમાં ટકી રહેવા અંદરખાને ભાવ ઓછો કરી કામ ન કરે તે માટે પણ ઉદ્યોગકારોને સમજાવીને વધારેલા ભાવે જ વેપાર કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું છે.

કોલસાના વધતા ભાવની અસર ટેક્સટાઇલ પર વર્તાઈ
સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની બે દિવસ પહેલા મળેલી સામાન્ય સભામાં ભાવ વધારો શું કામ કરવો આવશ્યક છે , જેની પાછળ ક્યાં ક્યાં પરિબળો જવાબદાર છે , તે તમામ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ ભાવ વધારો કર્યા વગર આ પરિસ્થિતિમાં કઈ રીતે ટકી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી . ભાવ વધારો કરવાનું મુખ્ય કારણ કોલસાનો કુદકે ને ભૂસકે વધતા જતા ભાવ છે. તેવુ તમામ લોકો માને છે પરંતુ સભામાં પ્રમુખ જીતુભાઇ વખારીયા અને અન્ય કમિટિ સભ્યો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે માત્ર કોલસો જ નહિ પરંતુ લેબરનો પગાર , મશીનરી બનાવવા માટે વપરાતા સ્ટીલ , કેમીકલના ભાવ અને અન્ય મટીરીયલના ભાવમાં પણ ધરખમ જે અંદાજિત પાછલા ૨ વર્ષમાં ૧૧૦ % જેટલો વધારો થયેલો છે તે પણ જવાબદાર પરિબળ છે.જેથી જેથી સર્વાનુમતે ભાવ વધારો કરવાનું નક્કી કર્યું છે.

ભાવ વધારાની અસર સમગ્ર ટેક્સટાઇલ વેપાર પર વર્તાશે
પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા 1 એપ્રિલથી એટલા માટે નક્કી કર્યું છે કે માર્કેટના વેપારીનો માલ પ્રોસેસિંગમાં પડ્યો હોય તો જુના ભાવે 30 માર્ચ સુધીમાં જુના ભાવે ડિલિવરી મેળવી શકે. 30 માર્ચ બાદ એક માલની ડિલિવરી જુના ભાવે કરવામાં આવશે નહીં માટે  તમામ માર્કેટના વેપારીને પણ આ અંગે જાણ કરી દેવાઈ છે.જોકે પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે જે 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનાથી માર્કેટના રિટેલ કે હોલસેલ વેપારીને તેની કોઈ ખાસ અસર વર્તાશે નહીં. અને તેમને ધ્યાનમાં રાખીને ફેકટરીના હિતને ધ્યાનમાં રાખીને જ સર્વાનુમતે આ નિર્ણય કર્યો છે.

શું થશે અસર?
પ્રોસેસર્સ એસોસિએશનના ભાવ વધારાના નિર્ણયથી ભલે કહેવાતું હોય કે વેપારીઓને તેની કોઇ અસર થશે નહીં પરંતુ ૫ થી ૬ મીટરની સાડી અને ડ્રેસ મટીરીયલ પાંચથી છ રૂપિયાનો વધારો થઈ શકે છે.જેનાથી માર્કેટના વેપારીઓને રોજિંદા વ્યવહાર માટે આ ભાવ વધારો નુકશાન  શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ