બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Dattatreya Hosabale became RSS Sarkaryavah again

નાગપુર / દત્રાતેય હોસબાલે ફરી બન્યા RSS સરકાર્યવાહ, કહ્યું 'સમાજમાં વેર ન ફેલાય તે RSSની જવાબદારી

Priyakant

Last Updated: 02:41 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dattatreya Hosabale RSS News: રાષ્ટ્રીય સ્વયં સંઘના સરકાર્યવાહ બનેલા દત્રાતેય હોસબાલે આવનારા 3 વર્ષ માટે સરકાર્યવાહ તરીકે પદભાર સંભાળશે

Dattatreya Hosabale : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ રવિવારે દત્રાતેય હોસબાલે ને 'સરકાર્યવાહ' પદ માટે ફરીથી ચૂંટ્યા છે. દત્રાતેય હોસબાલે  2021 થી 'સરકાર્યવાહ' તરીકે સેવા આપી રહ્યા છે, RSSએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. RSSની વાર્ષિક ત્રણ દિવસીય 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા' શુક્રવારે રેશીમબાગ સ્થિત સ્મૃતિ ભવન સંકુલમાં શરૂ થઈ. 

RSSના મુખ્યાલય નાગપુરમાં 6 વર્ષ પછી આ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં RSS સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના 1500 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. સર કાર્યવાહ (જનરલ સેક્રેટરી) તરીકે ચૂંટાયા બાદ દત્રાતેય હોસબાલેએ કહ્યું કે, છેલ્લી વખત હું સર કાર્યવાહના પદ પર ચૂંટાયો ત્યારે આ જવાબદારી મારા પર આવી ગઈ હતી, તે કાર્યક્રમ બેંગલુરુમાં યોજાયો હતો. સંઘના ઈતિહાસમાં પ્રથમ વખત સર કાર્યવાહની ચૂંટણી નાગપુરની બહાર યોજાઈ હતી. તેમણે કહ્યું કે, આ કોવિડના કારણે થયું છે. તેમણે કહ્યું કે,મને આ જવાબદારી માટે લાયક ગણવામાં આવ્યો હતો, આ માટે હું સંઘનો આભાર માનું છું. સાથે જ કહ્યું કે હું સંઘની પરંપરાઓને આગળ વધારવાનો પ્રયાસ કરીશ.

વધુ વાંચો: રાહુલ ગાંધી રડી પડ્યાં, ભારત ન્યાય યાત્રા સમાપનમાં જૂઓ શું બોલ્યાં

રાષ્ટ્રીય સ્વયં સંઘના સરકાર્યવાહ બનેલા દત્રાતેય હોસબાલે આવનારા 3 વર્ષ માટે સરકાર્યવાહ તરીકે પદભાર સંભાળશે. વિગતો મુજબ દત્રાતેય હોસબાલે 2021થી RSSના સરકાર્યવાહ છે. આ તરફફરી સરકાર્યવાહ બન્યા બાદ દત્રાતેય હોસબાલેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સમાજમાં કોઇ પણ પ્રકારનું વૈમનસ્ય ન ફેલાય તે RSSની જવાબદારી છે. આ સાથે ઉમેર્યું કે, દેશની પગતિની ઝડપને બનાવી રાખવું એ આપણી જવાબદારી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ