બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lok Sabha Election 2024 Rahul Gandhi cried, see what he said at the end of Bharat Nyaya Yatra

VIDEO / રાહુલ ગાંધી રડી પડ્યાં, ભારત ન્યાય યાત્રા સમાપનમાં જૂઓ શું બોલ્યાં

Megha

Last Updated: 02:34 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રા મુંબઈ મુલાકાત પૂર્ણ થઈ, આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા અને  63 દિવસના તેમના અનુભવો લોકોને સંભળાવ્યા હતા.

2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રા મુંબઈ મુલાકાત પૂર્ણ થઈ. આ બાદ આજે રાહુલ ગાંધી સાંજે શિવાજી પાર્ક ખાતે વિપક્ષની રેલીને સંબોધિત કરશે અને આ રેલીમાં I.N.D.I.A એલાયન્સના તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.  

હાલ રાહુલ ગાંધીનો એક વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે ભારત જોડો ન્યાય યાત્રા સમાપ્ત થતાં રાહુલ ગાંધી ભાવુક થઈ ગયા હતા. મણિપુરથી શરૂ થયેલી યાત્રા 63 દિવસ પછી આજે મુંબઈમાં પૂરી થઈ. 

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "જો ભારત 'મોહબ્બત'નો દેશ છે તો નફરત શા માટે ફેલાવવામાં આવી રહી છે? અમે કહીએ છીએ કે ભાજપ નફરત ફેલાવે છે અને આ નફરતનો આધાર હોવો જોઈએ.. અને તે છે અન્યાય. આ દેશમાં દરરોજ ગરીબો, ખેડૂતો, દલિત, મહિલાઓ અને યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે..."

તેમણે કહ્યું, "સૌથી વધુ 5 ટકા લોકો એવા છે જેમને ન્યાય મળે છે. કોર્ટ, સરકાર અને અન્ય તમામ સંસ્થાઓ તેમના માટે કામ કરે છે, પરંતુ જો આપણે બાકીની 90 ટકા વસ્તીને જોઈએ તો તેઓ અન્યાયને કારણે પીડાઈ રહી છે."

જાણીતું છે કે લોકસભા ચૂંટણી 2024 માટે રાહુલ ગાંધીની  ભારત જોડો યાત્રા આજે પૂરી થઈ ગઈ છે. તેમની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન થયું અને આ પ્રસંગે તેઓ ભાવુક થઈ ગયા. તેમણે યાત્રાના છેલ્લા દિવસે પદયાત્રા કરી હતી અને 63 દિવસના તેમના અનુભવો લોકોને સંભળાવ્યા હતા.  

વધુ વાંચો: '2014માં EDએ 1800 કેસ કર્યાં, ભાજપ સરકારમાં 4700', ભ્રષ્ટાચાર પર PM મોદીની ઝીરો ટોલેરન્સ નીતિ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ