એક ઉલ્કાપિંડ ટકરાવાને કારણે ડાયનોસોરની પ્રજાતિ ખતમ થઈ ગઈ હતી. એક ઉલ્કાપિંડ ધરતી તરફ આવી રહ્યું છે, જે કઈ તારીખે ધરતી સાથે ટકરાશે. તેના વિશે જાણ થઈ છે.
પૃથ્વીને સૌથી વધુ ઉલ્કાપિંડથી જોખમ
ઉલ્કાપિંડ ટકરાવાને કારણે ડાયનોસોરની પ્રજાતિ ખતમ થઈ ગઈ હતી
આ તારીખે ધરતી સાથે ટકરાશે ઉલ્કાપિંડ
પૃથ્વીને સૌથી વધુ ઉલ્કાપિંડથી જોખમ છે. એક ઉલ્કાપિંડ ટકરાવાને કારણે ડાયનોસોરની પ્રજાતિ ખતમ થઈ ગઈ હતી. એક ઉલ્કાપિંડ ધરતી તરફ આવી રહ્યું છે, જે કઈ તારીખે ધરતી સાથે ટકરાશે. તેના વિશે જાણ થઈ છે. આ ટક્કરમાં 22 પરમાણુ બોમ્બ જેટલી તબાહી મચાવવાની તાકાત હશે.
આ ઉલ્કાપિંડનું નામ બેની છે. દર 6 વર્ષે આ ઉલ્કાપિંડ આપણી બાજુમાંથી નીકળે છે, પરંતુ તે 159 વર્ષ પછી 24 સપ્ટેમ્બર 2182ના રોજ ટકરાશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ટક્કર થવાની હજુ ઘણી વાર છે, પરંતુ નાસાએ તેનાથી બચવાની તૈયારી શરૂ કરી દીધી છે.
નાસા બેનૂ ઉલ્કાપિંડની દિશામાં પરિવર્તન કરવા માટેની કોશિશ કરી રહી છે. નાસાનું એક યાન બેનૂ પરથી માટી અને પત્થરનું સેમ્પલ લઈને ધરતી તરફ આવી રહ્યું છે, જે 24 સપ્ટેમ્બર 2023ના રોજ ધરપતી પર લેન્ડ કરશે. ઉટાહના ગ્રેટ સોલ્ટ લેક રેગિસ્તાનમાં લેન્ડિંગ થઈ શકે છે.
ટક્કરની આશંકા ઓછી, તેમ છતાં જોખમ વધુ
નાસાના કેપ્સૂલ OSITIS-Rexના પ્રોજેક્ટ મેનેજર રિચ બર્ન્સે જણાવ્યું છે કે, સાત વર્ષ પહેલા આ યાનને બેનૂ પરથી સેમ્પલ લાવવા માટે મોકલવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે, જે બેનૂ સાથે ટકરાવાને કારણે જે નુકસાન થશે, તે ખૂબ જ ભયાનક હશે, પરંતુ તે 2700માંથી એક જ છે.
Frank Rubio breaks the record for the longest single spaceflight by a U.S. astronaut, Crew-6 reflects on their time aboard the @Space_Station, and the OSIRIS-REx sample return spacecraft homes in on Earth.
નાસાના કેપ્સૂલ OSITIS-Rex એક મિની ફ્રિજ આકારનું છે. જેમાં 250 ગ્રામ માટી અને પત્થરનું સેમ્પલ રાખવામાં આવ્યું છે. આ યાને બેનૂ ઉલ્કાપિંડ પરથી વર્ષ 2020માં માટીનું સેમ્પલ લીધું હતું. આ કેપ્સૂલ પ્રતિ કલાક 45 હજાર કિલોમીટરની સ્પીડે ધરતી તરફ આવી રહ્યું છે. આ કેપ્સૂલ ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરશે, તો તે લાવાની ગરમી કરતા પણ બમણુ તાપમાન સહન કરી શકશે.
ટકરાવાને કારણે 10 કિમી પહોળો ખાડો
જે ઉલ્કાપિંડે પૃથ્વી પર ડાયનોસોર ખતમ કરી દીધા, બેનૂ ઉલ્કાપિંડ તે ઉલ્કાપિંડ કરતા 20 ગણો પહોળો છે. આ ઉલ્કાપિંડ જમીન સાથે ટકરાય કે સમુદ્રમાં પડે તો ખૂબ જ નુકસાન થશે. જેના કારણે અનેક જીવ નષ્ટ થઈ શકે છે. આ ઉલ્કાપિંડ ટકરાવાથી 10 કિમી પહોળો ખાડો થશે.
સમુદ્રમાં પડશે તો ત્સુનામી આવશે
આ ઉલ્કાપિંડ ટકરાશે તો 1000 કિમી સુધી કંઈ જ નહીં બચે. જો આ ઉલ્કાપિંડ સમુદ્રમાં પડશે તો તબાહી મચી શકે છે, તેના કારણે જે ત્સુનામી આવશે તો આસપાસના દ્વીપ અથવા દેશમાં તબાહી મચી શકે છે. નાસા અનુસાર વર્ષ 2300 સુધીમાં ધરતી સાથે બેનૂ ઉલ્કાપિંડ ટકરાઈ શકે છે.