બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Dakor Mandir VIP culture decision will be withdrawn? A meeting of trustees and BJP leaders in Nadiad, hinting at an announcement later today

ખેડા / ડાકોર મંદિર VIP કલ્ચરનો નિર્ણય પરત ખેંચાશે? નડિયાદમાં ટ્રસ્ટીઓ અને ભાજપના આગેવાનોની બેઠક, આ દિવસ પછી જાહેરાતના સંકેત

Vishal Khamar

Last Updated: 06:22 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાકોર ખાતે ભગવાન રણછોડરાયનાં VIP દર્શન મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંદિરનાં ટ્રસ્ટ્રીઓ યુ ટર્ન લઈ શકે છે. ત્યારે પૂનમનાં બીજા દિવસે નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત મંદિરનાં ટ્રસ્ટ્રીઓ કરી શકે છે.

 

  • ડાકોર મંદિરમાં VIP દર્શનના ચાર્જનો મામલો
  • મંદિર કમિટી પૂનમ બાદ બદલી શકે છે નિર્ણય
  • પૂનમ બાદ પરત લેવાઈ શકે છે નિર્ણય : સુત્ર

ડાકોર ખાતે ભગવાન રણછોડરાયનાં VIP  દર્શન કરવા માટે પૈસા ચૂકવવાનાં મંદિરનાં ટ્રસ્ટ્રીઓનાં તઘલખી નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડાકોર ટેમ્પલ કમિટી VIP દર્શન મામલે પૂનમનાં બીજા દિવસે નિર્ણય પાછો ખેંચવાનો યુ ટર્ન લઈ શકે છે. મંદિર કમિટી દ્વારા નડીયાદમાં ચેરમેન ટ્રસ્ટ્રીઓ અને ભાજપનાં આગેવાનો, સરપંચ એસોસિયેશન, ક્ષત્રિય આગેવાનો સાથે મીટીંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પૂનમ પહેલા જાહેરાત ન થાય તો વિરોધ વધી શકે છે. 

મંદિરનાં ટ્રસ્ટ્રીઓ એમનાં સ્વાર્થ માટે રૂપિયા ઉઘરાવવાની વાત કરે છેઃ પૂર્વ ધારાસભ્ય
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયનાં VIP દર્શન કરવા માટે રૂ. 500 ચૂકવવા પડશે. જે નિર્ણયનો હિંન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે ભક્તો દ્વારા અલગ અલગ નિવેદન આપવામાં આવતા હતા. ત્યારે ડાકોરમાં VIP  દર્શન મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે નિવેદન આપ્યું છે કે, મંદિરનાં ટ્રસ્ટ્રીઓ એમનાં સ્વાર્થ માટે રૂપિયા ઉઘરાવવાની વાત કરે છે. તેમજ પૂર્વ ધારાસભ્ય દ્વારા તો મંદિરનાં ટ્રસ્ટ્રીઓ પર કટકી કરવાનો આરોપ લગાવ્યો છે. 
મંદિર ટ્રસ્ટ અને સંચાલકોને માત્ર રૂપિયા એકત્ર કરવા અને વહીવટમાં જ રસઃ કાંતિ પરમાર
ત્યારે વધુમાં કાંતિ પરમારે જણાવ્યું હતું કે, ડાકોર અને ગુજરાતમાં રૂપિયાથી દર્શન હોવા જોઈએ. મંદિર પાસે ઘણા રૂપિયા છે છતાં ભક્તોને કોઈ સુવિધા અપાતી નથી. મંદિર ટ્રસ્ટ અને સંચાલકોને માત્ર રૂપિયા એકત્ર કરવા અને વહીવટમાં જ રસ છે. ત્યારે ડાકોર મંદિર કમિટીનો નિર્ણય તદ્દન ખોટો છે તેને તાત્કાલિક રદ્દ કરવો જોઈએ. મંદિર કમિટીનાં નિર્ણયનો ક્ષત્રિય સંગઠનો- સરપંચ તેમજ એસોસિએશન દ્વારા વિરોધ કર્યો છે. 
શું છે સમગ્ર મામલો
ડાકોરમાં મંદિરની કમિટીના વિવાદિત નિર્ણય પ્રમાણે હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.500 ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. જોકે ગઈકાલે આ નિર્ણયના પ્રથમ દિવસે ગુરુવારે 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ