બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Crime Branch caught 12 bookies red-handed in a bungalow in Chandkheda, Ahmedabad.

અમદાવાદ / બુકી અને ખેલીઓની IPL બગડી, ચાંદખેડાના બંગલામાં ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ 12 બુકીઓ સટ્ટો રમાડતાં રંગેહાથ ઝડપાયા

Dinesh

Last Updated: 09:47 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે કે ચાંદખેડા વિસ્તારમાં આવેલા રોયલ ઓર્ચિડ બંગલોઝના સાત નંબરના બંગલામાં આઇપીએલ પર મેચ રમાડતા બુકીઓને ઝડપ્યાં છે

  • ચાંદખેડાના બંગલામાં ક્રાઇમ બ્રાંચ ત્રાટકી
  • 12 બુકીઓ સટ્ટો રમાડતાં રંગેહાથ ઝડપાયા
  • મોટા માથાંનાં નામ ખૂલે તેવી શક્યતા


આઇપીએલ આવે ત્યારે બુકી અને ખેલીઓ માટે દિવાળી આવી હોય તેવો માહોલ થઇ જાય છે. આઇપીએલની ‌સીઝન દરમિયાન કરોડો રૂપિયાની હાર-જીત થાય છે. બુકી અને ખેલીઓની આઇપીએલ બગાડવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ પણ ખૂબ મહેનત કરતાં હોય છે. પોલીસ દારૂ-જુગારના અડ્ડા પકડવાના બદલે સટ્ટો રમતા લોકોને ઝડપી પાડવા માટેનું ખાસ અભિયાન હાથ ધરતી હોય છે. ગઇ કાલે ક્રાઇમ બ્રાંચે ચાંદખેડાના એક બંગલામાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતા 12 બુકીઓની ધરપકડ કરી છે, જ્યારે સોલા વિસ્તારમાંથી એક ખેલીને ઝડપી પાડ્યો છે. 

ઓનલાઇન સટ્ટો રમાડતા હતા
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ચાંદખેડા વિસ્તારમાં આવેલા રોયલ ઓ‌િર્ચડ બંગલોઝના સાત નંબરના બંગલામાં આઇપીએલ પર મેચ રમાડતા બુકીઓ છે. બંગલો ભાડે રાખીને બુકી મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન આઇપીએલ પર સટ્ટો રમાડી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા અને બંગલામાં સટ્ટો રમાડતા ભવરલાલ ચૌધરી, અશોકરામ સૈન, અશોકદાસ સંત, ‌ભીયારામ ડુ‌કિયા, પ્રકાશ ઉર્ફે મુન્નો માળી, કિશન જાટ, આસુરામ ચૌધરી, ઘેવરચંદ જાટ, કેશારામ ચૌધરી, રાજેન્દ્ર પ્રજાપતિ, સુનીલકુમાર ગૌતમ, દિલીપ ગૌતમની ધરપકડ કરી લીધી હતી. 
બુકીઓ પાસેથી ક્રાઇમ બ્રાંચને લેપટોપ તેમજ વિદેશી ચલણી નોટ મળી આવી છે. ક્રાઇમ બ્રાંચે તમામની ધરપકડ કરીને પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે રવીન્દ્ર ઉર્ફે રવિ માળી અને જીતુ માળીના ઇશારે કામ કરતા હતા. તમામ બુકીઓ ઓનલાઇન સટ્ટો રમાડતા હતા, જેમાં કરોડો રૂપિયાની હાર-જીત થતી હતી. રોયલ ચેલેન્જર બેગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચાલી રહેલી મેચ ઉપર બુકીઓ ઓનલાઇન સટ્ટો રમાડતા હતા, જેનો કરોડો રૂપિયાનો હવાલો સીધો બેન્કમાં થતો હતો. 

બંગલો ભાડે રાખીને બુકી ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા હતા
બુકીઓએ અલગ અલગ વ્યક્તિઓના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યાં હતાં અને કસ્ટમર્સનાં ઓનલાઇન આઇડી પણ બનાવ્યાં હતાં, જેમાં તે બેલેન્સ કરીને આપતા હતા. ખેલી બુકીઓને રૂપિયા આપે તે પ્રમાણે ઓનલાઇન આઇડી બનાવીને આપતા હતા. ઝડપાયેલા બુકી રવીન્દ્ર માળી અને દિલીપ સોલંકી તેમજ જીતુ માળીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા. ક્રાઇમ બ્રાંચને લેપટોપમાંથી કરોડો રૂપિયાનો હિસાબ મળ્યો છે ત્યારે ખેલીઓનું ‌લિસ્ટ પણ મળી આવ્યું છે, જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચાંદખેડામાં થયેલા ક્રિકેટ સટ્ટાના પર્દાફાશમાં મોટા ગજાના બુકીઓની સંડોવણી ખૂલે તેવી પણ શક્યતા છે. બંગલો ભાડે રાખીને બુકી ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા હતા, જેથી ક્રાઇમ બ્રાંચે તેની તપાસ તેજ કરી છે.  

બુકીઓ પાસેથી કરોડો રૂપિયાનો હિસાબ મળ્યો
જાહેર રોડ પર મોબાઇલમાં સટ્ટો રમતો ખેલી ઝડપાયો ક્રાઇમ બ્રાંચની ટીમ ગઇ કાલે ઘાટલો‌ડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે સોલા વિસ્તારમાં આવેલા ગુલાબ ટાવર નજીક એક વ્હાઇટ કલરની કાર ઊભી છે, જેમાં એક યુવક કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં સટ્ટો રમી રહ્યો છે. ક્રાઇમ બ્રાંચ તાત્કા‌લિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, જ્યાં એક યુવક વ્હાઇટ કારમાં બેઠો હતો અને સતત મોબાઇલ ફોનમાં એક્ટિવ હતો. ક્રાઇમ બ્રાંચે યુવકને કોર્ડન કરીને તેની અટકાયત કરી લીધી હતી. યુવકનું નામ નિશાંત પટેલ છે અને તે સતાધાર રહે છે. તેણે ઓઢવના બુકી ભદ્રેશ પટેલ પાસેથી મેચનું આઇડી લીધું હતું. ક્રાઇમ બ્રાંચે નિશાંત પટેલ અને ભદ્રેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ ક્રાઇમ બ્રાંચે ભદ્રેશને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ