બ્રેકિંગ ન્યુઝ
VTV / Credit card users, just understand these 5 points, otherwise there may be a big loss
Last Updated: 02:50 PM, 21 December 2023
ADVERTISEMENT
ક્રેડિટ કાર્ડ
આમ તો ક્રેડિટ કાર્ડ એક પ્રકારની લોન છે પણ આજકાલ લોકો તેને નફાકારક સોદો માને છે. તેનું કારણ એમ છે કે જ્યારે તમારી પાસે પૈસા ના હોય ત્યારે પણ તમે પેમેન્ટ કરી તમારી જરૂરિયાત પૂરી કરી શકો છો. તમે ગ્રેસ પ્રીમિયમ સમયે વ્યાજ વગર લોનની રકમ ચૂકવી શકો છો. આ સાથે ક્રેડિટ કાર્ડ પર ઘણા ડિસ્કાઉન્ટ પણ મળતા હોય છે. જેના કારણે શોપિંગ કરવામાં ઘણો ફાયદો થાય છે. આજ કારણથી થોડા સમયમાં ક્રેડિટ કાર્ડનું ચલણ ખુબજ વધી ગયું છે. આ સાથે છેતરપિંડીનાં કેસ પણ વધી ગયા છે.
ADVERTISEMENT
ક્રેડિટ કાર્ડથી વિનિમય કરતી વખતે ધ્યાન રાખો
નિયમિત રીતે ક્રેડિટ કાર્ડનાં વિનિમય પર નજર રાખો. જેથી તમને ખ્યાલ રહેશે કે તમે કયા અને કેટલાં પૈસાનો વિનિમય કર્યો છે. આ સમયે જો કોઈ અજાણ્યું ટ્રાનજેક્શન થશે તો તમને તરત જ જાણ થઈ જશે. તમે તેની જાણ કરી શકો છો.
ક્રેડિટ કાર્ડની જાણકારી ઓનલાઈન શેર ન કરો
ક્રેડિટ કાર્ડની કોઈ પણ જાણકારી, ક્રેડિટ કાર્ડ નંબર, અંતિમ તારીખ અને સીવીવી નંબર વગેરે કોઈ પણ જાણકારીને ક્યારેય પણ કોઈને મેસેજિંગ એપ્લિકેશનથી શેર ન કરો. આવું કરવાથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
માત્ર વિશ્વસનીય વેબસાઇટ્સ પરથી જ ખરીદી કરો
તમે ઓનલાઈન ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય તો એવામાં તમારે માત્ર વિશ્વસનીય વેબસાઇટ્સ પરથી જ ખરીદી કરવી જોઈએ. તમે ઓનલાઈન ખરીદી માટે કાર્ડ ટોકનાઇજેશનનો ઉપયોગ પણ કરી જ શકો.
એપ્સનાં પાસવર્ડ બદલતા રહો
તમે જે પણ એપ્સનાં માધ્યમથી ઓનલાઈન ખરીદી કરતા હોય અને તેમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય તો તમારે થોડા સમયે પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. જેથી તમારો ડેટા લીક થવાંનું જોખમ ન રહે. તમારા કાર્ડને સંભાળીને રાખો. કોઈ પણ કારણસર તમારું ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો તમારે તરત કાર્ડને બ્લોક કરાવી દેવું જોઈએ.
ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરો
દરેક બેંકિંગ એપ પર ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરવાનું વિકલ્પ મળે જ છે. છેતરપિંડીથી બચવા માટે એપનાં માધ્યમથી તમે કાર્ડની લિમિટ નિયંત્રિત કરી જ શકો. આ સાથે તમારા ફોનમાં હમેશાં ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેર નંબર રાખવો. જેથી ક્રેડિટ કાર્ડથી લગતી કોઈ પણ સમસ્યામાં મદદ મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.