બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / CR Patil's big statement about the Lok Sabha elections

નિવેદન / 'આ વર્ષે ગુજરાતની 26એ 26 સીટો સાથે આપણે હેટ્રિક...', આગામી લોકસભા ચૂંટણીને લઇ જુઓ CR પાટીલે શું કહ્યું

Priyakant

Last Updated: 12:45 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

C R Patil Statement Latest News: સી.આર.પાટીલે લોકસભા ચૂંટણીને લઈ  મોટું નિવેદન આપ્યું, મને વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતીઓ ફરી મોદીજી પર વિશ્વાસ મુકશે

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષએ પાઠવી નવા વર્ષની શુભકામના
  • આપ સૌના માધ્યમ થી સૌને શુભેચ્છા પાઠવું છું-પાટીલ 
  • નવું વર્ષ નવા સંકલ્પ સાથે આગળ વધીએ છીએ-પાટીલ
  • દિવાળીના દિવા આપણને અંધકારમાંથી બહાર લાવે છે-પાટીલ
  • આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે-પાટીલ

C R Patil Statement : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા વર્ષની શુભકામના પાઠવી છે. સી.આર.પાટીલે કહ્યું કે, આપ સૌના માધ્યમથી સૌને શુભેચ્છા પાઠવું છું, નવા વર્ષ નવા સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. આ દરમિયાન સી.આર.પાટીલે લોકસભા ચૂંટણીને લઈ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે, અગાઉ બે વખત આપણે જીત્યા છીએ તો આ વખતે આપણે હેટ્રીક કરવાની છે. 

પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું કે, હું ભાજપના કાર્યકર્તાઓથી લઇને સૌ આગેવાન મિત્રોને વિનંતી કરું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે ગુજરાતની 26એ 26 સીટ, જે પહેલાં પણ બેવાર આપ સૌ જીત્યા છીએ, ત્યારે ત્રીજી વાર પણ ગુજરાતના સૌ ભાઇ-બહેન મતદારોના સહકાર સાથે એમના આશીર્વાદ સાથે 26એ 26 સીટ જીતીને આપણે હેટ્રિક તો કરવાની જ છે, પણ 5 લાખથી વધુ મતોના જીત સાથેના સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે.

સી.આર.પાટીલે પાઠવી નવા વર્ષની શુભકામના 
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સી.આર.પાટીલે કહ્યું કે, દિવાળીના દિવા આપણને અંધકારમાંથી બહાર લાવે છે. તેમણે કહ્યું કે, આપ સૌના માધ્યમથી સૌને શુભેચ્છા પાઠવું છું, નવા વર્ષ નવા સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. આ વખતે આપણે લોકસભાની 26 સીટ જીતવાની છે. આ સાથે તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતીઓ ફરી મોદીજી પર વિશ્વાસ મુકશે.

સંકળાયેલા મુદ્દાઓ

C R Patil Statement Diwali 2023 નવા વર્ષની શુભકામના લોકસભા ચૂંટણી સી.આર.પાટીલ C R Patil statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ