બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CR Patil statement about Yuvraj Singh in the case of Bhavnagar blast

નિવેદન / ભાવનગર તોડકાંડ મામલે સી આર બોલ્યા, 'ગુનેગારો ગમે એટલો બકવાસ કરે તેનો કોઈ મતલબ નથી'

Dinesh

Last Updated: 06:48 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહના આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથીના નિવેદન પર સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુનેગારો ગમે એટલો બકવાસ કરે તેનો કોઈ મતલબ નથી.

  • યુવરાજસિંહને લઈ સી.આર.પાટીલનું નિવેદન
  • "ગુનેગારો બકવાસ કરે તેનો કોઈ મતલબ નથી"
  • ઘસાઈ ગયેલા ઈશ્યુને હવે શું કરવાનુંઃપાટીલ


ભાવનગર તોડકાંડ મામલે ગઈકાલે રિમાન્ડ પૂરા થતા યુવરાજસિંહ જાડેજાને જેલ હવાલે કર્યા છે. તો આજે આરોપી શિવુભાના પણ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરી તેને પણ જેલ ભેગા કર્યા છે. તોડકાંડમાં યુવરાજસિંહ સહિત 6 આરોપીઓ રિમાન્ડ પછી જેલ હવાલે કર્યા છે. તોડકાંડ મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે.  

યુવરાજસિંહ જાડેજાને લઈ સી.આર.પાટીલનું નિવેદન 
ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજાને લઈ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે તેમજ 'યુવરાજસિંહ' આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથીના નિવેદન પર તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુનેગારો ગમે એટલો બકવાસ કરે તેનો કોઈ મતલબ નથી તેમજ યુવરાજસિંહનો તોડકાંડનો મામલો હવે ઘસાઈ ગયો છે અને ઘસાઈ ગયેલા ઈશ્યુને હવે શું કરવાનું? તેમણે વધુમાં ઉમેર્યું કે, પોલીસ તપાસનું કામ કરી રહી છે.

  • જાણો સમગ્ર કેસ

બિપિન ત્રિવેદીના આક્ષેપો
બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'  

પોલીસે 19 એપ્રિલે હાજર થવા પ્રથમ સમન્સ મોકલ્યો હતો
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો. જે બાદ પોલીસ સમય આપી ફરીથી 21 તારીખનો સમન્સ પાઠવ્યો હતો. 

21 એપ્રિલે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા હતાં
આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ સવારે 12 વાગે પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ તે દિવસે તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લીધી હતી.પોલીસ નિવેદન મુજબ ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા હતાં જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો પણ હતાં જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે. 

21 એપ્રિલના મોડી સાંજે પોલીસે યુવરાજસિંહ વિરૂદ્ધ ગુનોં નોંધી ધરપકડ કરી 
21 એપ્રિલે યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ હતી તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને  યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ 21 એપ્રિલના મોડી સાંજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

યુવરાજસિંહને 22 એપ્રિલે કોર્ટેમાં રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં
ડમીકાંડ મામલે  યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.

તોડકાંડ મામલે પોલીસે 24 કલાકમાં 4ની ધરપકડ કરી હતી
તોડકાંડના આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીની પોલીસે 22 એપ્રિલ ધરપકડ કરી હતી છે. જે બંન્ને આરોપીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખ કબજે લીધા હતી. 21 એપ્રિલના રોજ યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો હતો પોલીસે 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરી હતીય

કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા જપ્ત કરાયા 
ભાવનગર ડમી કાંડનાં આરોપી કાનભા ગોહિલ પાસેથી પોલીસે 38 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. કાનભા ગોહિલે રૂપિયા તેમના મિત્ર જીત માંડલિયાનાં ઘરે રાખ્યા હતા. ત્યારે પોલીસે શાંતિનાથ પાર્કનાં ફ્લેટમાં રખાયેલા રૂપિયા પોલીસે કબ્જે કર્યા હતા. કાનભા ગોહિલ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સાળા છે. પોલીસે સુરતથી કાનભા ગોહિલની ધરપકડ કરી હતી.  

25 એપ્રિલે પોલીસે શિવુભા પાસેથી  રૂ. 25.50 લાખ રિકવર કર્યા હતા
કાનભા ગોહિલ બાદ યુવરાજસિંહના સાળા શિવુભાને પાસેથી વધુ રોકડ રિકવર કરાઈ હતી. રૂપિયા 25.50 લાખની રોકડ શિવુભાના મિત્રને ત્યાથી મળી આવી હતી. આ રકમ શિવુભાના મિત્ર સંજય જેઠવાને ત્યાંથી મળી આવી રિકવર કરાઈ હતી. વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305થી હાર્ડડિસ્ક પણ કબજે લેવાઈ હતી. યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ છે જેમની ભાવનગરના વિક્ટોરીયા પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ છે. પોલીસ FIR મુજબ શિવુભાની ઓફિસે પૈસા માટે બેઠક થઈ હતી જેમાં પ્રકાશકુમાર બારૈયા તથા પ્રદીપ બારૈયા પાસેથી પૈસા કઠાવવા ઓફિસે બેઠકો થઈની વિગતો છે. 28 માર્ચના પીકેની મેટરમાં ફાઈનલ મીટિંગ શિવુભાની ઓફિસે થઈ હતી તેમજ 30 માર્ચના પ્રદીપ બારૈયા માટેની મીટિંગ પણ શિવુભાની ઓફિસે જ થઈ હતી. શિવુભાની ઓફિસના DVR ડિલીટ માર્યાનો પોલીસનો આરોપ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ