બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / CR Patil said, Ambarish Dar is my friend, I am going to bring him

નિવેદન / VIDEO: 'મેં બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો પણ ચૂકી ગયા...', CR પાટીલે કહ્યું- અંબરીશ ડેરને હું હાથ પકડીને લઈ આવીશ...

Priyakant

Last Updated: 05:46 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

C R Patil Statement Ambarish Der News: વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ઉદ્દઘાટનમાં સી.આર.પાટીલનું નિવેદન, અંબરીશ ડેર મારો મિત્ર જ છે હું એને લાવવાનો જ છું.. હાથ પકડીને..

  • વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન
  • મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા વેરાવળ
  • CR પાટીલે કહ્યું- અંબરીશ ડેરને હું હાથ પકડીને લઈ આવીશ 
  • મે બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો પણ બસ ચૂકી ગયા અંબરીશ ડેર: સી.આર.પાટીલ

C R Patil Statement Ambarish Der : વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટનમાં આજે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા હતા. જ્યાં સ્ટેજ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસના અંબરીશ ડેરને લઈ એક મોટું નિવેદન આપ્યું હતું. અંબરીશ ડેરને પોતાના મિત્ર ગણાવતા સી.આર.પાટીલે કહ્યું હતું કે, જેમની માટે મે બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો પણ બસ ચૂકી ગયા એવા.... ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના આ નિવેદન બાદ હવે કોંગ્રેસ નેતા અંબરીશ ડેર ભાજપમાં જશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે. 

વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અને પ્રદેશ અધ્યક્ષ સી.આરપાટીલની વિશેષ ઉપસ્થિતિમાં  કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્ટેજ પર પોતાનું ભાષણ આપવા ઊભા થયા ત્યારે તેમણે જે નિવેદન આપ્યું તે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેને લઈ હવે ચૂંટણી પહેલા જ અહીનું રાજકારણ ગરમાયું છે. 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કોંગ્રેસ નેતા અંબરીશ ડેર

શું કહ્યું સી.આર.પાટીલે ? 
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે વેરાવળ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્ટેજ પરથી કોંગ્રેસ નેતા અંબરીશ ડેરને લઈ એક નિવેદન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને લોકસાહિત્યકાર માયાભાઇ આહીર સહિતનાનું સ્વાગત કરતી વખતે પાટીલે તેમના ભાષણમાં કોંગ્રેસ નેતા અંબરીશ ડેરનો પણ ઉલ્લેખ કર્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે, , જેમની માટે મે બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો પણ બસ ચૂકી ગયા એવા અંબરીશ ડેર.. પછી કહ્યું કે, મારો મિત્ર જ છે હું એને લાવવાનો જ છું.. હાથ પકડીને.. આ તરફ હવે  સી.આર.પાટીલના નિવેદન બાદ એ ચર્ચાએ જોર પકડયું છે કે, શું કોંગ્રેસ નેતા અંબરીશ ડેર ભાજપમાં જોડાશે ? જોકે હાલ તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે પણ આ તમામનો જવાબ સમય આવ્યે જ ખબર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ