બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Covishield and covacin vaccines will be available in the market from now on

BIG NEWS / કોવિશિલ્ડ અને કોવેક્સિન હવેથી બજારમાં મળશે, કેન્દ્ર સરકારે આપી દીધી શરતી મંજૂરી, જાણો કેટલામાં

Ronak

Last Updated: 03:58 PM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની કોવિશીલ્ડ અને કોવેક્સિન બંને વેક્સિન હવે બજારમાં લોકોને મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં હવે બજારમાં બંને વેક્સિન મળી રહેશે

  • કોવિશિલ્ડ અને કોવેક્સિન હવે બજારમાં મળી શકશે 
  • કેન્દ્ર સરકારે આપી શરતી મંજૂરી આપી 
  • વેક્સિનની કિંમત 275 થી 150 રૂપિયા રાખવામાં આવે તેવી શક્યતા   

કોરોના મહામારીમાં સૌથી મોટું હથિયાર આપણી પાસે વેક્સિન સાબિત થઈ છે. 16 જાન્યુઆરી 2021થી દેશમાં લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે DCGI દ્વારા ભારતની બંને વેક્સિન કોવેક્સિન અને કોવિશિલ્ડ બજારમાં વેચવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં લોકો વેક્સિનને હવે ખરીદી શકશે. 

વેક્સિનની કિંમત 275 રાખવામાં આવે તેવી શક્યતા 

અગાઉ સૂત્રો દ્વારા એવી માહિતી મળી હતી કે વેક્સિનની કિંમત 275 રૂપિયાથી લઈને 150 રૂપિયા રાખવામાં આવી શકે છે. NPPA દ્વારા વેક્સિનને યોગ્ય ભાવમાં લાવવા માટે અમુક દિશા નિર્દેશોને જાહેર કરવામાં આવ્યા છે. હાલ કોવેક્સિનની કિંમત 1200 રૂપિયા છે જ્યારે કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 780 રૂપિયા છે. 

હાલ બંન્ને વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ કરી શકાશે 

વેક્સિનની કિંમત 150 રૂપિયા રાખવામાં આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. જોકે હાલ બંન્ને વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ કરી શકાશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કોવિશીલ્ડ વેક્સિન બનાવામાં આવે છે. જ્યારે ભારત બાયોટેક દ્વારા કોવેક્સિન બનાવામાં આવે છે. આ બંને વેક્સિનને બજારમાં વેચવાની મંજૂરી મળી ગઈ છે. 

કોરોનાના સતત વધતા કેસને લઈ લેવાયો મોટો નિર્ણય 

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમા છેલ્લા 24 કલાકમાં 2,86,384 કેસ નોંધાયા છે. સાથેજ 573 લોકોના મોત થયા છે. જેથી સરકાર દ્વારા કોરોના સામે લડવા બને તેટલા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે ભારતની બંન્ને વેક્સિન પણ લોકોને બજારમાં વેચાતી મળી શકશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ