બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / સુરત / coronavirus in Surat corona case hike

માઠા સમાચાર / હીરાનગરી થઈ બદ'સુરત' : હોસ્પિટલમાં જગ્યા નહીં, પરપ્રાંતિયોનું પલાયન, સ્મશાન 24 કલાક જાગતા

Gayatri

Last Updated: 04:21 PM, 9 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની હવામાં સ્મશાનની વાસ અને સુરત સાવ ફિક્કી પડી ગઈ છે. પરપ્રાંતિયોએ પણ ચાલતી પકડી છે ત્યારે આવો જાણીએ સુરતની શું છે સ્થિતિ?

  • સુરતમાં મહામારીએ માઝા મૂકી
  • 984 દર્દીઓની હાલત ગંભીર
  • સ્મશાનો પણ મૃતદેહોથી ઉભરાયા

સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ વધ્યા

સિવિલ હોસ્પિટલમાં 831માંથી 760 દર્દીઓ ગંભીર છે. જ્યારે સ્મિમેર હોસ્પિટલમાં 238માંથી 224 દર્દી ગંભીર છે. સુરતમાં કુલ 984 કોરોનાગ્રસ્ત ગંભીર હાલતમાં છે. અને સુરતના સ્મશાન પણ આખી રાત જાગતા હોવા છતા મૃતદેહોની અંતિમ વિધિ માટે લાઈનો જોવા મળી રહી છે. 

ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓ એડમિશનની પણ રાહ જોતા નજરે પડી રહ્યા છે

સુરત સિવિલમાં આવેલ કોવિડ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. કોવીડ હોસ્પિટલમાં કથળતી કોરોના દર્દિઓની હાલત કફોડી બની છે. દર્દીઓ સ્ટ્રેચર અને ખુરશી પર બેસી રાહ જોઇ રહ્યા છે. લોકો હારી થાકીને જમીન પર બેસી રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહીં પણ ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓ એડમિશનની પણ રાહ જોતા નજરે પડી રહ્યા છે.  

 

સુરતમાં હાલ કોરોનાને કારણે ભયંકર સ્થિતિનો માહોલ સર્જાયો છે. દિવસે ને દિવસે ત્યાં કોરોનાના આંકડા વધી રહ્યાં છે જેમાં ખાસ કરીને મૃતકોનો આંકડો અને પરિસ્થિતિ સૌથી વધુ ખતરનાક દેખાઈ રહી છે. સુરતના સ્મશાનગૃહોમાં મૃતદેહો એટલા આવી રહ્યાં છે કે હાલ ત્યાં કલાકોના કલાકો વેઈટિંગ જોવું પડી રહ્યું છે. 

સુરત શહેરમાંથી લોકો થઈ રહ્યા છે પલાયન

લોકો લોકડાઉનની ભીતિએ શહેર છોડી રહ્યા છે. સુરતમાં પરપ્રાંતિયોની વસતી વધારે છે. લોકો લોકડાઉનના ડરથી તત્કાલ ટિકિટ કરવી રહ્યા છે.  લોકોને ડર છે કે ગઈ વખતની જેમ અચાનક લોકાડાઉન થઈ જશે તો? ફરી લોકડાઉન લાગે તો સ્થિતિ બગડી શકે છે. સ્થિતિ બગડે એ પહેલાં લોકો પલાયન થઈ રહ્યા છે. 

સુરતમાં કોરોનાએ ઉભી કરી ગંભીર પરિસ્થિતિ

સુરતમાં સ્મશાનમાં રાત્રે પણ 70થી વધુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યા છે. ઉમરા સ્મશાનનો વધુ એક વીડિયો સામે આવ્યો. ગત રાત્રિનો વીડિયો હોવાનું અનુમાન છે. સ્મશાન ગૃહમાં  કલાકોની વેઇટિંગ ચાલી રહી છે. સરકારી આંકડામાં ગત રોજ 14 મોત થયા હતા પણ સુરતના ત્રણેય સ્મશાનમાં વેઇટિંગ લાઇન કંઈક ઔર જ કહાની કહી રહ્યા છે. 

સુરત કોવિડ સેન્ટરના વધુ એક ડોક્ટર પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. મહિલા દર્દીનું મૃત્યુ બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો છે. દર્દીના પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરની બેદરકારીને કારણે તેમના સગાનું મોત થયું છે. 

સાથે જ દાવો કર્યો કે અડધો કલાક પહેલા દર્દીએ વીડિયો કોલ પર તેમની સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેની તબિયત એકદમ ઠીક છે...તો માત્ર અડધો કલાકમાં કેવી રીતે મોત થયું. સાથે સાથે મૃતકના સગાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી જવાબદાર ડોક્ટર સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે.

સુરતમાં કોરોના વોરિયર્સનો વેરી બનતો કોરોના

સુરતમાં 2 ખાનગી તબીબ, 1 પોલીસ જવાન કોરોનાગ્રસ્ત થયો છે જ્યારે મહાપાલિકાના 6 કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 23 વિદ્યાર્થી, 29 જેટલા વ્યવસાયીઓ કોરોના સંક્રમિત થયા છે. વિવિધ બેંકના 5 કર્મચારીઓ, 3 કેદીઓ કોરોનાગ્રસ્ત થયા છે. ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 17 વ્યકિતઓ પોઝિટીવ હીરા ઉદ્યોગના 9 જેટલા વ્યકિત કોરોનાગ્રસ્ત થઈ છે. 

શિક્ષકોને સ્મશાન ગૃહમાં સોંપાઈ કામગીરી

હાલ સુરતના સ્મશાનગૃહમાં વિકટ પરિસ્થિતિના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જેના કારણે તંત્ર પાસે કર્મચારીઓની ખોટ વર્તાઈ રહી છે જેના પગલે શિક્ષકોને અહીં મૃતદેહો ગણવાની કામગીરી સોંપવામાં આવી છે. મૃતદેહ ગણવાની કામગીરી કર્મચારી સાથે શિક્ષકોને  તંત્ર દ્વારા સોંપાઈ છે. આ નિર્ણય ખાસ કરીને અચાનક મૃત્યુ દર વધવાને કારણે લેવાયો છે. શિક્ષકોએ આ કામગીરી સ્મશાનમાં 24 કલાક કરવાની રહેશે. ત્રણ શિફ્ટમાં આ કામગીરી હશે તેવું જાણવા મળી રહ્યું છે. જેમાંથી સ્મશાનગૃહમાં 6 કલાકની ડ્યુટી કરવાની રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને ડ્યુટી સોંપાઈ છે. 

સુરતના અશ્વનીકુમાર સ્મશાનગૃહમાં લાઈનો

સુરતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી જતાં સ્મશાન ગૃહમાં કોવિડ 19 અને નેચરલ ડેથના મૃતદેહોને લાઈનમાં રાખવાની ફરજ પડી રહી છે. જેના પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. સરકાર કોવિડ 19માં મૃત્યુના આંકડા છુપાવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે સુરતમાં મૃતદેહોનો એટલો ઘસારો જોવા મળ્યો છે કે ત્યાં ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ