બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat 500 plus 108 ambulance from madhya pradesh

વિકાસ! / હવે ગુજરાતમાં જીવ બચાવનારી ઍમ્બ્યુલન્સની પણ અછત, આ રાજ્યમાંથી મંગાવવી પડી

Gayatri

Last Updated: 03:16 PM, 26 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ગણના આમ તો વિકસીત રાજ્યમાં થાય છે પણ કોરોનાએ તેની કમર ભાંગી નાંખી છે આજે મધ્યપ્રદેશ પાસેથી ગુજરાતને એમ્બ્યુલન્સ મંગાવવી પડી રહી છે.

  • મધ્યપ્રદેશથી અમદાવાદ મોકલાઇ એમ્બ્યુલન્સ
  • કોરોનાને લઇ વધુ એમ્બ્યુલન્સ મંગાવાઇ
  • 500થી વધુ એમ્બ્યુલન્સની સુવિધા મળશે

હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી છે. વળી હોસ્પિટલો બહાર 108ની લાઈનો લાગી રહી છે. VTV રિયાલીટી ચેકમાં પણ જાણવા મળ્યુ છે કે, 108માં 3 દિવસનું વેઈટીંગ ચાલે છે. ગુજરાતમાં વધતા કોરોનાને લઇ વધુ એમ્બ્યુલન્સ મંગાવાઇ છે. એમાં પણ 3-3 દિવસથી મધ્યપ્રદેશના પીથમપુરથી અમદાવાદ ખાતે એમ્બ્યુલન્સ મોકલાઇ છે. મધ્યપ્રદેશ વાયા દાહોદથી અમદાવાદ આવશે. ગુજરાતમાં 500થી વધુ  એમ્બ્યુલન્સની સુવિધા મળશે. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,296 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 157 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 6,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,74,699 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

છેલ્લા 24 કલાકમાં 157 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 157 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6328 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે.

May be an image of text that says "VTVGujarati.com WARRIORS yTy ગુજરાતી ગજ ગુજરાતમાં કોરોના બન્યો 'કાળ' આજે 14,296 કેસ, 157ના મોત અમદાવાદમાં 5790, સુરતમાં 1690, રાજકોટમાં 608, મહેસાણામાં 598 અને વડોદરામાં 573 નવા કેસ -અમદાવાદમાં 27, સુરતમાં 26, વડોદરામાં 11, રાજકોટ અને જામનગરમાં 8-8 દર્દીના મોત -આજે 6,727 દર્દી સાજા થતા કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3,74699 થઈ -રાજ્યમાં કુલ 1,15,006 એક્ટિવ કેસ, 406 વેન્ટીલેટર પર, કુલ મૃતાંક 6328 પર પહોંચ્યો -આજે 1,24,539 લોકોનું વેક્સિન થતા અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોને અપાઈ વેક્સિન VTVGujarati"

ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી 

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 598 નવા કેસ નોંધાયા હતા. 

અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે. આ સાથે જ ગત 24 કલાકમાં 1,24,539 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5790 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1690 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 413 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 573 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 608 કેસ અને ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ