બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus ahmedabad new positive case gujarat lockdown

coronavirus / ગુજરાતનાં 52 ટકા કેસ માત્ર એકલા અમદાવાદના, અહીં કોરોનાનું સંકટ વધવાની સંભાવના

Divyesh

Last Updated: 11:20 AM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે નવા 54 નવા કોરોના પોઝિટવ કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કુલ આંકડો 432 પર  પહોંચ્યો છે. જો કે રાજ્યનું સૌથી વધુ હોટસ્પોટ ગણાતા અમદાવાદ શહેરમાં આજે નવા 31 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેને તંત્રની ચિંતામાં વધારો થયો છે.

  • ગુજરાતમાં આજે વધુ 54 પોઝિટિવ કેસ નોંધાયા
  • અમદાવાદમાં વધુ નવા 31 પોઝિટિવ કેસ
  • અત્યાર સુધી અમદાવાદમાં કુલ કેસ 228 થયા

રાજ્યમાં જ્યાં કોરોના વાયરસના પોઝિટિવ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હોટસ્પોટ ગણાતાં અમદાવાદ શહેરમાં આજરોજ નવા 31 કેસ સામે આવ્યાં છે. જેને લઇને અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 228 પર પહોંચી ગયો છે. 

અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 48 કલાકમાં આવેલાં નવા કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી જ આવ્યાં છે. જ્યારે બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારના સંક્રમિતોની સંખ્યા કુલ કેસની સરખામણીએ નહીંવત જોવા મળ્યાં છે.  અમદાવાદમાં વધી રહેલાં કેસોની સંખ્યા જોતા આવનાર સમયમાં મુંબઈ અથવા દિલ્હી જેવી પરિસ્થિતિ ઉભી થવાનો તંત્રને ભય લાગી રહ્યો છે. જ્યારે શહેરના બોપલ ઘુમા વિસ્તારમાં કોરોના ભગાવો અભિયાન હાલ ચાલી રહ્યું છે.

 


જેમાં બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા સ્વખર્ચે વિવિધ સોસાયટીમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં 40થી વધુ સોસાયટી સેનેટાઈઝ કરવામાં આવી છે. હોટ સ્પોટ અમદાવાદમાં પોલીસ નો બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો છે. જ્યારે શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે.

કોટ વિસ્તારના એન્ટ્રી પોઇન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જ્યારે વાહન ચાલકોની પૂછપરછ બાદ જ કોટ વિસ્તારમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમોનું કોટ વિસ્તારમાં મેડિકલ ચેકીંગ ચાલુ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા શહેરમાં બફર ઝોન નક્કી કર્યા બાદ કોટ વિસ્તારને સીલ કરાયો છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાનો વધતો વ્યાપ સામે આવ્યો છે. જેમાં આજે વધુ 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 228 કેસ થયા છે. જ્યારે વડોદરામાં 18 નવા કેસ સાથે કુલ 77 થયા છે. આણંદમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરત અને ભાવનગરમાં વધુ 1-1 કેસ પોઝિટિવ સામે આવ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુદીમાં કુલ 432 પોઝિટિવ કેસ નોંધાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ